________________
સમયસાર ઃ આત્મખ્યાતિ પ્રબળ અવલંબન વિના પોતાની મેળે પરમ પદની પ્રાપ્તિ દુર્ઘટ છે પણ તે પરમ પુરુષના અવલંબને
તે સાવ સુઘટસુગમ થઈ પડે છે. જે સંસાર સમુદ્ર સમાન તરવો અતિ ભક્તિમાર્ગનું પ્રાધાન્ય દસ્તર છે. તે પ્રભુના અવલંબને ગોપદ સમાન લીલા માત્રમાં પાર ઉતરી
જવાય એવો બની જાય છે ! એટલા માટે શ્રી દેવચંદ્રજી જેવા ભક્તશિરોમણિ ગાઈ ગયા છે કે - જિન આલંબની નિરાલંબનતા પામી નિજાલંબની થાય છે, તેથી અમે તો તે સમર્થ પ્રભુનું પ્રબળ અવલંબન રહી નિજ ગુણના શુદ્ધ નંદનવનમાં રમશું. તે એટલે સધી કે નિજ સંપદા યુક્ત આત્મતત્ત્વ જ્યાં સુધી સંપૂર્ણ નહિ થાય ત્યાં સુધી હું આ જગગુરુદેવના ચરણ સદાય સેવ્યા કરીશ, યાવત્ બારમા ક્ષીણ મોહ ગુણસ્થાનના અંત પર્યત તેનું અવલંબન હું છોડીશ નહિ.
અતિ દુસ્તર જે જલધિ સમો સંસાર જો, તે ગોપદ સમ કીધો પ્રભુ અવલંબને રે લો; જિન આલંબની નિરાલંબતા પામે જો, તિણે હમ રમશું નિજ ગુણ શુદ્ધ નંદનવને રે લો. જગત દિવાકર શ્રી નમીશ્વર સ્વામી જે.” શુદ્ધ તત્ત્વ નિજ સંપદા, જ્યાં લગે પૂર્ણ ન થાય રે; ત્યાં લગી જગગુરુદેવના, સેવું ચરણ સદાય. શ્રી ઋષભાનન વદિએ.” - શ્રી દેવચંદ્રજી “કારણ ભેગે હો કારજ નીપજે રે, એમાં કોઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સાબિયે રે, એ નિજ મત ઉન્માદ... સંભવદેવ. - શ્રી આનંદઘનજી
પરમ ઉપકારી જિન ભક્તિરૂપ ઉત્તમ નિમિત્ત કારણનું આટલું બધું ગુણ ગૌરવ બહુમાન જ્ઞાની મહાત્માઓ પરમાદરથી ગાઈ ગયા છે. ભક્તિને સર્વ શાસ્ત્રકારોએ એકી અવાજે વખાણી છે. ભક્તિ એ મુક્તિનો ભવ્ય રાજમાર્ગ છે. “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે' એમ ભક્તશિરોમણિ મહાગીતાર્થ આનંદઘનજી સંગીત કરી ગયા છે : “જિનપતિ ભક્તિ મુક્તિનો મારગ અનુપમ શિવસુખ કંદો રે” એમ ભક્તરાજ દેવચંદ્રજી કહે છે. “જિનપે ભાવ વિના કબૂ, નહિ છૂટત દુ:ખ દાવ” એમ પરમ ભાવિતાત્મા પરમ આત્મા શ્રીમદ્ રાજચંદ્રજીનું અનુભવ “અમૃત” વચન ભાખે છે. ‘શાસ્ત્ર સમુદ્રનું અવગાહન કરતાં મને આ સાર મળ્યો કે ભગવદની” ભક્તિ એ જ પરમાનંદ સંપદાઓનું બીજ છે' - એમ સર્વશાસ્ત્ર પારંગત શ્રી યશોવિજયજીનું સુભાષિત છે.
નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી, પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમા એહ વખાણી... પ્રણામો શ્રી અરનાથ.”
પ્રભુ દરશન મહામેઘ તણે પરવેશમેં રે, પરમાનંદ સુભિક્ષ થયા, અમ દેશમેં રે.... શ્રી નમિ જિનવર સેવ.” - શ્રી દેવચંદ્રજી અને અત્રે પણ શાસ્ત્રકર્તા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ શાસ્ત્રારંભે આદિમાં જ વંદિત્ત સવ્વસ -
સર્વ સિદ્ધોને વંદન કરી, આ ભક્તિમાર્ગના પ્રાધાન્યનું જ ઉત્કીર્તન કર્યું છે. સવથી સિદ્ધ અને “આત્મખ્યાતિ' કર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પણ આ સર્વ સિદ્ધ ભગવાનનું પરમ નિધાન જેથી ભગવાનોને આત્માના પ્રતિછંદ સ્થાનીય’ તરીકે બિરદાવી, આવા પ્રતિછંદ સ્વાત્મામાં પરાત્મામાં સ્થાપન સ્થાનીય-પરમ આદર્શ રૂપ સિદ્ધ ભગવાનોને આત્માના પરમ સાધ્ય, પરમ
આરાધ્ય, પરમ ઉપાસ્ય, પરમ સેવ્ય, પરમ પૂજ્ય, પરમ પૂજાહ-પરમ અહતુ. જાણી - “પ્રથમત gવ માવદ્રવ્યસ્તવમ્યાં હાનિ પર ન ર નિવાર્ય નિવા) - “પ્રથમથી જ ભાવ
"सारमेतन्मया लब्धं श्रुताब्बेरवगाहनात् । भक्तिर्भागवती बीजं परमानंदसंपदाम् ॥"
- શ્રી યશોવિજયજી કૃત ધાર્વિશિકા હાર્વિશિકા
૩૪