________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧ આદર્શ સ્થાનીય છે. જેમ સિદ્ધ ભગવાન પરભાવ-વિભાવથી વિરામ પામી સ્વભાવમાં સ્થિત આત્મારામી થયા, તેમ પરભાવ - વિભાવથી વિરામ પામી સ્વભાવમાં સ્થિત આત્મારામી થવું, એ જ સિદ્ધપણું ઈચ્છનારા આત્માનો સાધવા યોગ્ય-સાધ્ય આદર્શ (Ideal) છે. જેમ પ્રતિછંદને-આદર્શને (Model), અનુલક્ષીને-નિરંતર લક્ષમાં રાખીને કુશલ શિલ્પી-કલાકાર કારીગર ઉત્તમ કલામય પ્રતિમા ઘડે છે, તેમ શદ્ધ ચૈતન્ય પ્રતિમા રૂપ સિદ્ધ પ્રતિછંદને-સાધ્ય આદર્શને નિરંતર લક્ષમાં રાખી આત્માર્થ કુશલ સાધક મુમુક્ષુ આત્માપણ સિદ્ધપણા રૂપ-શુદ્ધ ચૈતન્ય પ્રતિમા રૂપ શુદ્ધ સાધ્યને સાધે છે. જેમ આદર્શમાં-અરીસામાં (mirror) પ્રતિબિંબ (Reflection) પડી પુરુષને જેવા છે તેવા પોતાના રૂપનું દર્શન થાય છે. તેમ આદર્શરૂપ-દર્પણ રૂપ આ સિદ્ધ ભગવાનના રૂપ દર્પણમાં આત્માને નિજસ્વરૂપનું દર્શન થાય છે, શુદ્ધ ચૈતન્યમૂર્તિ રૂપ આ સિદ્ધ-બિબમાં શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્માનું પ્રતિબિંબ પડે છે. આમ અનુભવની આરસી રૂપ-આદર્શ રૂપ આ સિદ્ધ ભગવાન ઉક્ત ત્રણે અર્થમાં સિદ્ધ પણે સાધ્ય આત્માના પ્રતિરસ્કંદ સ્થાનીય છે.
પ્રતિછંદે પ્રતિછંદે જિનરાજના હોજી, કરતાં સાધક ભાવ; દેવચંદ્ર દેવચંદ્ર પદ અનુભવે હોજી, શુદ્ધાતમ પ્રાગુભાવ. નમિ પ્રભ નમિ પ્રભ પ્રભુને વિનવું હોજી.”
- શ્રી દેવચંદ્રજી “ચૈતન્ય જિન પ્રતિમા થા, ચૈતન્ય જિન પ્રતિમા થા.” - શ્રીમદ્ રાજચંદ્રજી, (હાથનોંધ ૨-૧૮) અને જિન-સિદ્ધ ભગવાન્ આમ આત્માના પ્રતિછંદ સ્થાનીય છે, આરાધ્ય આદર્શ રૂપ છે, એ
- પરથી જ એ જિન-સિદ્ધ ભગવાનની તાત્ત્વિક ભક્તિનું પરમ ઈષ્ટ પ્રયોજન જિન ભક્તિને ઈષ્ટ પ્રયોજન સિદ્ધ થાય છે. કારણકે શ્રી જિન ભગવાનનું જેવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ
છે, તેવું જ શુદ્ધ નિશ્ચય નયની દૃષ્ટિએ આ આત્માનું મૂળ સ્વરૂપ છે. કર્મ રૂપ આવરણ ટળ્યું હોવાથી ભગવાનનું તે સ્વરૂપ સંપૂર્ણ વ્યક્તતા-આવિર્ભાવ પામ્યું છે, આવરણ વર્તતું હોવાથી આત્માનું તે સ્વરૂપ તિરોભાવ પામેલું હોઈ અવ્યક્ત શક્તિપણે રહ્યું છે. આમ કર્મ આવરણ રૂપ ઔપાધિક ભેદને લીધે ભગવાનમાં અને આ આત્મામાં અંતર પડ્યું છે. જીવ અ છે. આનંદઘનજીના શબ્દોમાં કહીએ તો કર્મ વિપાકે હો કારણ જોઈને કોઈ કહે મતિમંત.” પણ મૂળ સ્વરૂપ દેષ્ટિથી તે બન્નેમાં કંઈ પણ ભેદ નથી. જેવું “અનંત સુખ સ્વરૂપ” તે જિનપદ છે, તેવું જ આ મૂળ શુદ્ધ તે આત્મપદ' છે. આ જિનપદ અને નિજપદની એકતા છે, એ લક્ષ થવાને માટે જ સુખદાયક એવા સર્વ શાસ્ત્રનું નિરૂપણ છે અને એજ આ ભક્તિનું પ્રયોજન છે. એટલે એવા અનંત
છે તે જોગીને', તે પ્રગટ સ્વરૂપી સયોગી જિનપદની અથવા અયોગી સિદ્ધપદની અખંડ એકનિષ્ઠાથી આરાધના અવશ્ય કરવી જોઈએ.
ઈચ્છે છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિન સ્વરૂપ. જિન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાયિ.” - શ્રીમદ્ રાજચંદ્રજી, અં. ૯૫૪ કારણકે સત્ સાધકને સાંધ્ય-સાધવા યોગ્ય સાધ્ય ધર્મ જેણે સિદ્ધ કર્યો છે, તે જ ઈષ્ટ સાધ્ય ધર્મની
સાધનામાં સત સાધકને પરમ ઉપકારી-પરમ ઉપયોગી “પુષ્ટ આલંબન' રૂપ સતુ સાધકને સિદ્ધ પુષ્ટ સાધન છે; ભક્ત શિરોમણિ દેવચંદ્રજી મહામુનિ જેને “પુષ્ટ નિમિત્ત” તરીકે આલંબન નિમિત્ત બિરદાવે છે. તે જ આ છે. જેમ પુષ્પ-ફૂલમાં તિલવાસક વાસના રહી છે,
તે પુષ્ટ નિમિત્ત છે, તેમ સાધ્ય ધર્મ માં રહ્યો છે, તે “સિદ્ધ’ પુષ્ટ નિમિત્ત છે. અર્થાત્ તેલ છે તેને ફૂલની વાસનાથી સુગંધિત બનાવવું છે, તે માટે જેમાં તે વાસ વિદ્યમાન છે, તે
૨૯