________________
સમયસાર : આત્મખ્યાતિ હવે “આત્મખ્યાતિ' કર્તા (આચાર્યજી) સાક્ષાત્ સરસ્વતી મૂર્તિ રૂપ અનેકાન્તમયી મૂર્તિને મંગલ આશિષ અર્પતું બીજું મંગલ કલશકાવ્ય પ્રકાશે છે –
अनंतधर्मणस्तत्त्वं, पश्यंती प्रत्यगात्मनः । अनेकान्तमयी मूर्ति नित्यमेव प्रकाशताम् ॥२॥
(સમશ્લોકી) અનંત ધર્મનું તત્ત્વ, પેખતી પ્રત્યગાત્મનું અનેકાન્તમયી મૂર્તિ, નિત્યમેવ પ્રકાશજો ! ૨.
અમૃત પદ-૨
રત્નમાલા નિત્ય પ્રકાશો ! નિત્ય પ્રકાશો ! મૂર્તિ અનેકાન્તમયી પ્રકાશો ! પ્રત્ય આત્માનું તત્ત્વ પ્રત્ય આ, અંતઃ પેખતી નિત્ય પ્રકાશો ! – નિત્ય. ૧ પરની સાથે એક ન અંતો, એમ નિષેધે જેહ એકાંતો; એક વસ્તુના અનેક સંતો, એમ પ્રરૂપે જે અનેકાંતો. નિત્ય પ્રકાશો ! ૨. પરની સાથે એક ન એવું, અનંતધર્મી આતમ કેરૂં; તત્ત્વ નિરાળું જેહ નિહાળે, સર્વથી જુદું સાવ અનેરૂં... નિત્ય પ્રકાશો ! ૩. . મૂર્તિ અનેકાંતમયી તે પ્રકાશો ! સર્વ એકાંતનો કરતી પ્રણાશો; ભગવાન અમૃત ચેતનમૂર્તિ, મૂર્તિ અનેકાંતમયી પ્રકાશો ! ...નિત્ય પ્રકાશો ! ૪.
અર્થ : અનંત ધર્મ જેમાં છે એવા પ્રત્યગાત્માનું (પ્રત્યગુ-અંતર આત્માનું તત્ત્વ (પૃથફભિન્ન) પેખતી એવી અનેકાન્તમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશો ! ૨.
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય “સરસ્વતી = જિન વાણીની ધારા'' - શ્રીમદ્ રાજચંદ્રજી “અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે, સકલ જગત હિતકારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિમતિ મપાઈ મેં માની છે, અહો રાજ્યચંદ્ર ! બાલ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વરતણી વાણી જાણી તેણે જાણી છે.”
- શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી મોક્ષમાળા “સર્વમથી સરવાંગી માને, ન્યારી સત્તા ભાવે; આનંદઘન પ્રભુ વચન સુધારસ, પરમારથ સો પાવે.” - શ્રી આનંદઘનજી પદ-૫ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી એ અનેકાન્તમયી મૂર્તિનું બીજું કળશકાવ્ય પરમ તત્ત્વભક્તિમય
આત્મભાવોલ્લાસથી લલકાર્યું છે : “જાન્તમયી મૂર્તિ - અનેકાંતથી જે અનેકાન્તમયી મૂર્તિ નિર્માણ કરાયેલી-ઘડાયેલી છે, એવી અનેકાંતમયી મૂર્તિ “નિત્યનેવ પ્રઠ્ઠિTણાતા નિત્યમેવ પ્રકાશો! - નિત્યમેવ પ્રકાશો ! નિત્યમેવ-સદાય સર્વકાળ વિશ્વમાં પ્રકાશો ! જગતમાં જ્ઞાન
પ્રકાશ રેલાવતી સદાય જયવંત વર્તો ! કેવી છે આ અનેકાંતમયી મૂર્તિ? “અનંત ઘર્મસ્તિત્ત્વ gયંતી પ્રત્યભિન:' - અનંત ધર્મ જેમાં રહ્યા છે એવા પ્રત્યગુ આત્માનું' અંતર્ગત આત્માનું