________________
સમયસાર : આત્મખ્યાતિ “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુ આજ્ઞા જિન દશા, નિમિત્ત કારણ માંય. ઉપાદાનનું નામ લઈ, એ જે ત્યજે નિમિત્ત; પામે નહીં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત.”
* - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૩૫-૧૩૬ “વ્યવહારસેં દેવ જિન, નિહચે રેં હૈ આપ; યહ બચનસે સમજ લે, જિન પ્રવચનકી છાપ.” - શ્રીમદ્ રાજચંદ્રજી “સેવો ઈશ્વર દેવ, જિણે ઈશ્વરતા હો નિજ અદભુત વરી; તિરોભાવની શક્તિ, આવિર્ભાવે હો સહુ પ્રગટ કરી.” - મહામુનિ દેવચંદ્રજી
આનંદઘન ચેતનમય મૂરતિ, શુદ્ધ નિરંજન દેવ બાઉ રે.” - શ્રી આનંદઘનજી પદ, ૧ “સ્વામી સીમંધરા તું ભલે થાઈર્યું, આપણો આતમા જેમ પ્રકટ પાઈયે, દ્રવ્યગુણ પwવા તુજ યથા નિર્મલા, તેમ મુજ શક્તિથી જઈ વિભવ શામલાં.” - શ્રીયશોવિજયજી
અને એટલા માટે જ આ સમયસાર ગ્રંથ જે મુખ્યપણે અતિ ઉચ્ચ કોટિના ખરેખરા મુમુક્ષુ આત્માર્થીઓને જ યોગ્ય એવો પરમ અધ્યાત્મમુખ ગ્રંથ છે અને સમયસારનું - પરમ ઈષ્ટ શુદ્ધ આત્મતત્ત્વનું મુખ્યપણે એ જેનું પ્રયોજન છે, એવા આ સમયસાર ગ્રંથ પર આ પરમ સમર્થ મહાટીકા રચવાનો ઉપક્રમ કરતાં, આ મહા નિગ્રંથ મહામુનીશ્વર આચાર્યવર્ટે અત્રે પરમ મંગલમૂર્તિ સમયસારને જ શુદ્ધ આત્માને જ પરમ ઈષ્ટ દેવ માની મંગલ નમસ્કાર કર્યો છે, તે અત્યંત સમુચિત જ છે. આવા આ સમયસારમાં ઈષ્ટ દેવમાં હોવા યોગ્ય સર્વ નામ પણ અત્યંતપણે ઘટે છે. કારણકે તે સર્વ નામ આ સમયસારના સહજ આત્મસ્વરૂપના વાચક અને દ્યોતક એવા સ્વરૂપ પ્રકાશક છે.
શુદ્ધ આત્મારૂપ સમયસારના અખંડ પરમ અનુભવામૃત રસનું આકંઠ પાન કર્યાથી જેણે પરમાનંદમય શુદ્ધાત્માનુભૂતિનો આત્યંતિક અનુભવ કર્યો છે, એવા સાક્ષાત્ જીવન્મુક્ત દશાને પામેલા
આર્ષ દેખા પરમર્ષિ અમૃતચંદ્રાર્યજીએ તે શુદ્ધ આત્મદેવ રૂપ ભગવાન આ કળશ કાવ્યની પરમ સમયસાર પ્રત્યે, તન્મય એકરસ ભાવરૂપ પરમ પ્રેમસિંધુ એટલો બધો અદ્ભૂત તત્વ સંકલના સમુલ્યસાયમાન થયો, કે તે આર્ષદૃષ્યનો સૌથી પ્રથમ સહજ મંત્રોગાર અત્ર
નીકળી પડ્યો છે કે - “નમ: સમયસર' - નમસ્કાર હો સમયસારને ! આ સમયસારનો સારભૂત પરમ આત્મોપલબ્લિનિધાન મહામંત્ર છે. ત્યારે કોઈ પૂછે કે અહો અમૃતચંદ્રજી ! જેના અનુપમ સ્વરૂપ પર આપ આટલા બધા મુગ્ધ થઈ ગયાં છો ને તેથી કરીને હૃદયમાં ન માતા પરમ ભાવોલ્લાસથી “સમયસારને નમસ્કાર હો !' - નમ: સમયસર' એવો આ સ્વયંભૂ પરમ ઉપલબ્ધિ નિધાન મંત્ર તમારા દિવ્ય આત્મામાંથી નીકળી પડ્યો છે, તે સમયસારનું સ્વરૂપ કેવુંક છે તે તો કહો ? તેનો જાણે જવાબ આપતાં આચાર્યજી વદે છે - “સ્વાનુમૂત્ય રજાસત્તે' - તે સ્વાનુભૂતિથી - આત્માનુભૂતિથી પ્રકાશતો એવો છે. ગૂંગાએ ગોળ ખાધો હોય તે તેનું વર્ણન કેમ કરી શકે ? સાકરનો સ્વાદ વાચાલ પણ કેમ વર્ણવી શકે ? તેમ આ અનુભવ અમૃત આ “અમૃત” કેમ વર્ણવી શકે ? તે તો સ્વાનુભૂતિથી જ સદા ઝગઝગાયમાન જ્યોતિ રૂપે પ્રકાશે છે, એટલે આત્માનુભૂતિથી જ તેનો અનુભવ થઈ શકે. માટે તમે પણ અંતરમુખ અવલોકન કરી અંતરમાં અવલોકશો તો નિજ અનુભવ પ્રકાશથી ઝળહળતો તે ચિદાનંદ ભગવાન તમે અવલોકશો.
ત્યારે વળી જિજ્ઞાસુ પૂછે - અહો ! અનુભવામૃત સ્વયંભૂરમણ સમુદ્રમાં રમણ કરનારા આચાર્યદવ ! તમે તમારી અનુભવ પ્રસાદીરૂપ કંઈક ચોકકસ નિશ્ચય રૂપ એંધાણ-નિશાની તો બતાવો કે જેથી અમે તે સમયસારને ઓળખવા-અનુભવવા સમર્થ થઈએ. એટલે આચાર્યજી વદે છે - “ચિસ્વભાવાય” - ચિત