________________
સમયસાર : આત્મખ્યાતિ
છે, જે વચનામૃતમાંથી કિંચિત્ અંશ - તે તે ગાથા અને “આત્મખ્યાતિ'ના અનુસંધાનમાં આ વિવેચનના મથાળે ઈત્યાદિ યથાસ્થાને આ લેખકે ટાંક્યા છે - અવતરણ કર્યા છે, અને જે આ પરમ જ્ઞાનીપુરુષની ઊર્ધ્વગામિની અલૌકિક અદ્ભુત શાનદશાની મુમુક્ષુને સુપ્રતીતિ કરાવે છે. તેમજ હરિભદ્રાચાર્યજી, હેમચંદ્રાચાર્યજી આનંદઘનજી, ચિદાનંદજી, પૂજ્યપાદાચાર્યજી, પવનંદિ આચાર્યજી, દેવચંદ્રજી, યશોવિજયજી, બનારસીદાસજી આદિ આધ્યાત્મિક યોગીપુરુષોના વચનામૃત યથાસ્થાને આ લેખકે વિસ્તૃત વિવેચનમાં- સ્વકૃત ‘અમૃત જ્યોતિ મહાભાષ્યમાં ટાંક્યા છે, જે માટે ઋણ સ્વીકાર કરી આભાર માને છે.
આ પરમ જ્ઞાની પુરુષોના વચનામૃત સંબંધી લેખનમાં ક્ષયોપશમની મંદતાથી જાણ્યે-અજાણ્યે કંઈ પણ ચૂનાધિક, અસમંજ, અસમ્યક, અયથાર્થ, અસંબદ્ધ, અયથાસૂત્ર લખાઈ જાય અથવા શુદ્ધ સતુ. આશયથી લખવા છતાં છvસ્થતાથી કંઈ પણ આશયાંતર વા આશ...વિરુદ્ધ સમજાય તો તેનો દોષ આ લેખકને શીરે છે, અને તેની તે નમ્રભાવે ક્ષમાયાચના કરે છે. અત્રે જે કાંઈ ગુણ હોય, તે પરમ સફુરુષ જ્ઞાની પુરુષોના છે અને દોષ હોય આ લેખકનો છે, એમ ગણી હંસદેષ્ટિ ગુણગ્રાહી સજ્જનો અત્ર સપુરુષના ગુણગણનું ગ્રહણ કરજો !