________________
દૃષ્ટિથી માનવામાં આવ્યું છે, એમ આગલી ગાથાની વસ્તુનું આ સમયસાર કળશમાં (૨૧૪) કથન કર્યું છે – “પણ વસ્તુ જે સ્વયં પરિણામી એવી અન્ય વસ્તુનું કંઈ પણ કરે છે, તે વ્યાવહારિક દૃષ્ટિથી જ મત છે, અહીં નિશ્ચયથી કંઈ પણ છે નહિ. ઈ.
આ કળશથી સૂચિત વસ્તુનું આ ગાથામાં (૩૫૬-૩૬૫) કુંદકુંદાચાર્યજીએ ખડી ને ભીંતના દષ્ટાંતથી ગમિક સૂત્ર શૈલીમાં સુંદર નિરૂપણ કર્યું છે અને તેનો દૃષ્ટાંત - દાતિક બિંબ-પ્રતિબિંબ ભાવ તેવી જ હૃદયંગમ ગમિક સૂત્ર પદ્ધતિથી પોતાની અનન્ય લાક્ષણિક શૈલીમાં સાંગોપાંગ વિવરી દેખાડી આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રાચાર્યજીએ પરમ અભુત અનન્ય ભેદવિજ્ઞાનનું વજલેપ દેઢીકરણ કરાવ્યું છે.
ઉપરમાં “આત્મખ્યાતિના ગદ્ય ભાગમાં જે આટલું બધું સ્પષ્ટ વિવરી દેખાડ્યું તેનો તત્ત્વ નિષ્કર્ષ પ્રકાશતા આ સુવર્ણ સમયસાર કળશ કાવ્યમાં (૨૧૫) અમૃતચંદ્રજી મુમુક્ષુઓને ભાવવાહી ઉદ્બોધન કર્યું છે - “શુદ્ધ દ્રવ્યના નિરૂપણમાં જેની મતિ અર્પિત એવાને તત્ત્વ સમ્યફ દેખતાને એકદ્રવ્યગત કંઈ પણ દ્રવ્યાંતર - અન્ય દ્રવ્ય કદી પણ ચકાસતું - ભાસતું નથી અને જ્ઞાન જે શેયને જાણે છે, તે તો આ શુદ્ધ સ્વભાવનો ઉદય છે, તો પછી દ્રવ્યાંતર ચુંબનથી આકુલ બુદ્ધિવાળા જનો તત્ત્વથી કેમ આવે છે.” ઈ.
આ સ્વભાવનો વ્યુત્પત્તિ અર્થથી પરમ પરમાર્થ - મર્મ પ્રવ્યક્ત કરી, તત્ત્વવિજ્ઞાનકળાની સોળે કળાથી પ્રકાશમાન અમૃતચંદ્રજી ચંદ્ર ને તેની જ્યોત્સનાના પરમ અદ્ભુત દૃષ્ટાંતથી જ્ઞાન-યનો સ્પષ્ટ વિભેદ આ કળશમાં (૨૧૬) તત્ત્વસર્વસ્વ સમર્પકપણે સમજાવે છે - “શુદ્ધદ્રવ્યના સ્વરસભવનથી
સ્વભાવનું શેષ શું છે ? અથવા જો તે અન્ય દ્રવ્ય હોય છે, તો તે શું તેનો સ્વભાવ થાય ?' જ્યોસ્ના રૂપ ભૂમિને સ્નાન કરાવે છે, (પણ) ભૂમિ તેની કદી છે જ નહિ, શાન શેયને સદા કળે છે, (પણ) શેય એનું (જ્ઞાનનું) કદી છે જ નહિ.” ઈત્યાદિ.
અને રાગ-દ્વેષ કંઠના ઉદય-અનુદયનાં રહસ્ય ચાવી (master-key) અર્પતા આ કળશમાં (૨૧૭) જગદ્ગુરુ અમૃતચંદ્રાચાર્યજીએ આગલી ગાથામાં આવતા ભાવનું તત્ત્વસર્વસ્વ સમર્પક સૂચન કર્યું છે - “આ રાગ-દ્વેષ દ્વય ત્યાં લગી ઉદય પામે છે કે જ્યાં લગી જ્ઞાન જ્ઞાન નથી થતું અને બોમ્બે (ય) બોધ્યતા (mયતા) નથી પામતું, તેથી અજ્ઞાનભાવ જેણે ન્યકત કર્યો છે એવું આ જ્ઞાન જ્ઞાન હો ! જેથી કરીને “ભાવ-અભાવ બન્નેને તિરોહિત કરતો પૂર્ણ સ્વભાવ હોય છે.” ઈ. આ અમૃત કળશમાં સૂચવ્યા પ્રમાણે આ ગાથામાં (૩૬૬-૩૭૧) ગમિક સૂત્રથી પોતાની લાક્ષણિક શૈલીમાં માર્મિક વિચાર પ્રેરક પ્રશ્ન (Poser) કંદકુંદાચાર્યજી પ્રકાશે છે - “દર્શન-જ્ઞાન-ચારિત્ર કિંચિત પણ અચેતન વિષયમાં નથી. તેથી તે વિષયોમાં ચેતયિતા શું હણે છે ? દર્શન-જ્ઞાન-ચારિત્ર કિંચિતુ પણ અચેતન કાયમાં નથી, તેથી તે કાયોમાં ચેતયિતા શું હણે છે ? જ્ઞાનનો અને દર્શનનો તથા ચારિત્રનો ઘાત કહ્યો છે, પણ ત્યાં પુદ્ગલ દ્રવ્યનો કોઈ પણ ઘાત નિર્દિષ્ટ નથી. જીવના જે ગુણો છે તે નિશ્ચય કરીને પરદ્રવ્યોમાં નથી, તેથી સમ્યગુષ્ટિને વિષયોમાં રાગ નથી અને રાગ-દ્વેષ-મોહ એ જીવના જ અનન્ય પરિણામો છે, એ કારણથી શબ્દાદિમાં રાગાદિ નથી.” આ સમસ્ત વસ્તુ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રાચાર્યજીએ પ્રદીપ અને ઘટપ્રદીપના દાંતથી બિંબ-પ્રતિબિંબ ભાવે સાંગોપાંગ અપૂર્વ રીતે સ્પષ્ટ સમજાવી છે.
અત્રે જીવગુણઘાતે પુદ્ગલ દ્રવ્યધાતનું અને પુદ્ગલ દ્રવ્યઘાતે જીવગુણઘાતનું દુર્નિવારપણું હોય માટે. જે એમ છે તો સમ્યગુદૃષ્ટિને વિષયોમાં રાગ ક્યાંથી હોય ? ક્યાયંથી નહિ. તો પછી રાગની ખાણ કઈ છે ? રાગ-દ્વેષ-મોહાદિ જીવના જ અજ્ઞાનમય પરિણામો છે, તેથી પરદ્રવ્યપણાને લીધે વિષયોમાં છે નહિ અને અજ્ઞાન અભાવે સમ્યગુદષ્ટિમાં તો ભવંતા-હોતા નથી. એમ તે વિષયોમાં અસંતા (ન સતા - ન હોતા), સમ્યગુદૃષ્ટિને ન ભવંતા - (ન થતાં) ન ભવંતા જ છે (નથી જ હોતા).” ઈ.
ઉપરમાં જે “આત્મખ્યાતિ'ના ગદ્ય વિભાગમાં સિદ્ધાંત વાર્તા વિવરી દેખાડી તેના સાસંદોહરૂપ આ સમયસાર કળશ (૨૧૮) આચાર્યવર્ય અમૃતચંદ્રજી રાગ દ્વેષ ખપાવવાની સુગમ રહસ્ય ચાવી
૧૧૩