________________
અત્રે નીચેની ગાથાનું સૂચન કરતો અમૃત કળશ (૧૯૬) અમૃતચંદ્રજી સંગીત કરે છે - “ભોફ્તત્વ, કર્તૃત્વ જેમ, આ ચિત્નો સ્વભાવ કહ્યો નથી, અજ્ઞાનથી જ આ ભોક્તા છે, તેના અભાવથી અવેદક - અભોક્તા છે.” આ કળશથી સૂચિત આ ગાથામાં (૩૧૬) આચાર્યજી પ્રકાશે છે – “અજ્ઞાની પ્રકૃતિસ્વભાવમાં સ્થિત એવો કર્મફલને વેદે છે, પણ જ્ઞાની કર્મફલ ઉદિત જાણે છે, નથી વેદતો.” એ આ ગાથામાં ગ્રથન કર્યું છે અને સંપૂર્ણ સાંગોપાંગ પ્રક્રિયા “આત્મખ્યાતિમાં અમૃતચંદ્રજીએ અત્યંત સ્પષ્ટ સમજવી છે - “અજ્ઞાની નિશ્ચય કરીને શુદ્ધાત્મજ્ઞાનના અભાવ થકી સ્વ - પરના એકત્વ જ્ઞાનથી, સ્વ - પરના એકત્વ દર્શનથી અને સ્વ - પરની એકત્વ પરિણતિથી પ્રકૃતિ સ્વભાવમાં સ્થિતપણાને લીધે, પ્રકૃતિ સ્વભાવને પણ અહંતાથી અનુભવતો, કર્મફલ વેદે છે, પણ જ્ઞાની તો નિશ્ચયે કરીને શુદ્ધાત્મજ્ઞાનના સદૂભાવ થકી સ્વ - પરના વિભાગ જ્ઞાનથી સ્વ - પરના વિભાગ દર્શનથી અને સ્વ - પરની વિભાગ પરિણતિથી પ્રકૃતિ સ્વભાવમાંથી અપમૃતપણાને લીધે, શુદ્ધાત્મ સ્વભાવને એકને જ અહંતાથી અનુભવતો, કર્મફલ ઉદિતને જોયમાત્રપણાને લીધે જાણે જ છે, પણ તેના અહંતાથી અનુભવવાના અશક્યપણાને લીધે નથી વેદતો.” “આત્મખ્યાતિ'માં જે કહ્યું તેના સારસમુચ્ચય રૂપ - પરિપુષ્ટિરૂપ આ સમયસાર કળશકાવ્યનું (૧૯૭) સર્જન કરી આ પરથી ફલિત થતો સારભૂત પરમાર્થ જ્ઞાનમૂત્તિ અમૃતચંદ્રજીએ અત્ર હૃદયંગમ સચોટ શૈલીથી ઉપદેશ્યો છે - “અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવ નિરત નિત્ય વેદક હોય, પણ જ્ઞાની પ્રકૃતિ સ્વભાવવિરત કદી પણ વેદક ન હોય, એવા પ્રકારે એમ નિયમ નિરૂપીને નિપુણોથી અજ્ઞાનતા ત્યજાઓ ! શુદ્ધ એકાત્મમય મહસૂમાં (મહાતેજમાં) અચલિતોથી જ્ઞાનતા આસેવાઓ !
અજ્ઞાની વેદક જ એમ નિયમાય છે, તે આ ગાથામાં (૩૧૭) આચાર્યજીએ અભવ્યના દતથી સ્થાપિત કર્યો છે - “અભવ્ય સારી પેઠે શાસ્ત્રો અધ્યયન કરીને પણ પ્રકૃતિને મૂકતો નથી, ગળું દૂધ પીતાં પણ પન્નગો (ઝેરી સાપ) નિર્વિષ નથી હોતા.' આની વ્યાખ્યા “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ નિખુષ યુક્તિથી પ્રકાશી છે - “યથા અત્ર વિષધર વિષભાવ સ્વયમેવ નથી મૂકતો અને વિષભાવના વિમોચનમાં સમર્થ સાકર સહિત ક્ષીરપાન થકી નથી મૂકતો : તથા નિશ્ચય કરીને અભવ્ય પ્રકૃતિ સ્વભાવ સ્વયમેવ નથી મૂકતો અને પ્રમોશનમાં સમર્થ દ્રવ્યશ્રુતજ્ઞાન થકી નથી મૂકતો - નિત્યમેવ ભાવશ્રુતજ્ઞાન લક્ષણ શુદ્ધાત્મ જ્ઞાનના અભાવે કરી અજ્ઞાનિત્વને લીધે, એથી નિયમાય છે કે અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવમાં સુસ્થિતપણાને લીધે વેદક જ છે.” ઈ. પણ જ્ઞાની અવેદક જ છે એમ નિયમાય છે, તે આ (૩૧૮) ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - “નિર્વેદ સમાપન્ન જ્ઞાની મધુરું કડવું બહુ પ્રકારનું કર્મકલ વિજાણે છે - તેથી તે અવેદક હોય છે. આનો ભાવ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પરિસ્કટ વિવર્યો છે.
હવે આ ઉપરથી સમગ્રપણે ફલિત થતો સાર દર્શાવી, શાની કર્તા નથી તેમજ ભોક્તા નથી એવા આગલી ગાથાના સંયુક્ત ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૧૯૮) અમૃતચંદ્રજી પરમ આત્મભાવોલ્લાસથી લલકારે છે - “જ્ઞાની કર્મ નથી કરતો અને નથી વેદતો, તેના સ્વભાવને આ ફુટપણે નિશ્ચયે કરીને કેવલ જાણે જ છે. કરણ - વેદનના અભાવને લીધે માત્ર જાણતો શદ્વસ્વભાવ નિયત તે નિશ્ચય કરીને મુક્ત જ છે.” ઈ. આ કળશમાં સૂચવ્યા પ્રમાણે આ ગાથામાં (૩૧૯) જ્ઞાની કર્મનો કર્તા - ભોક્તા નથી પણ જ્ઞાતા જ એમ આચાર્યજીએ પ્રતિપાદન કર્યું છે - “જ્ઞાની બહુ પ્રકારના કર્મો નથી જ કરતો, નથી જ વેદતો, પુણ્ય અને પાપ એવા કર્મફલને અને બંધને જાણે છે.” આની વ્યાખ્યા “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ ફુટ સમજાવી છે.
1 જ્ઞાની કેવી રીતે અકર્તા અને અભોક્તા તેનું આ ગાથામાં (૩૨૦) શાસ્ત્રકર્તાએ અત્ર દૃષ્ટિના દૃષ્ટાંતથી સમર્થન કર્યું છે - “જેમ જ દૃષ્ટિ, તેમ જ્ઞાન અકારક અને અવેદક એવું બંધ - મોક્ષને, કર્મ ઉદયને અને નિર્જરાને જાણે છે. અને આ દૃષ્ટિના સચોટ દાંતનો દૃષ્ટાંત - દાતિક ભાવ બિંબ–પ્રતિબિંબપણે સાંગોપાંગ “આત્મખ્યાતિ'માં દેખાડી “આત્મખ્યાતિ’ વ્યાખ્યાકારે તેનું ઓર સ્પષ્ટીકરણ
૧૦૯