________________
પ્રતિક્રમણાદિનું તદ્ અપોહકપણાએ કરીને અમૃતકુંભપણું છે માટે. * અત્રે (સમાધાન) આ (૩૦૬-૩૦૭) ગાથામાં કરતાં ભગવાન કુંદકુંદાચાર્યજીએ ઉક્ત વિધાનથી સાવ ઉલટી જ - પ્રતિક્રમણાદિ વિષકુંભ છે ને અપ્રતિક્રમણાદિ અમૃતકુંભ છે - એવી વિચક્ષણો જ જેની વિશિષ્ટ સૂક્ષ્મ અપેક્ષા સમજી શકે એવી વિલક્ષણ પરમ અદ્ભુત વાત કહી છે.
અત્ર આ ગ્રંથમાં સર્વત્ર ગાથા, “આત્મખ્યાતિ અને અમૃત કળશનું સવિસ્તર ફુટ વિવેચન આ લેખકે સ્વકત “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં કર્યું છે.
આમ મોક્ષ અધિકારને ઉપસંહરતા પંચરત્ન અમૃત કળશ (૧૮૮-૧૯૨) અમૃતચંદ્રજી સંગીત કરે છે -
૧. “આ પરથી સુખાસીનતા-ગત પ્રમાદીઓ હત થયા, ચાપલ મલીન થયું, આલંબન ઉન્મલિત (ઉન્મીલિત ?) થયું, સંપૂર્ણ વિજ્ઞાનઘનની ઉપલબ્ધિ સુધી ચિત્ત આત્મામાં જ આલાનિત થયું.
૨. જ્યાં પ્રતિક્રમણ જ વિષ પ્રણીત છે, ત્યાં અપ્રતિક્રમણ સુધા ક્યાંથી હોય ? તો પછી અધઃ અધઃ (નીચે નીચે) પ્રપતતા જન પ્રમાદ કેમ કરે છે? નિષ્પમાદ તે ઊર્ધ્વ ઊર્ધ્વ કેમ નથી અધિરોહતો ?
૩. પ્રમાદ-કલિત શુદ્ધ ભાવ કેમ હોય છે ? કારણકે કષાય ભગૌરવ થકી અલસતા એ પ્રમાદ છે, એથી કરીને સ્વરસનિર્ભર સ્વભાવમાં નિયમિત હોતો મુનિ પરમ શુદ્ધતાને પામે છે અને અચિરાતું. (અલ્પ કાળમાં જ - શીધ્ર જ) મૂકાય છે - મુક્ત થાય છે.
૪. અશુદ્ધિ કરનારૂં તે ખરેખર ! પરદ્રવ્ય સમગ્ર સ્વયં ત્યજી દઈને, જે સ્વ દ્રવ્યમાં રતિ પામે છે, તે નિયતપણે સર્વ અપરાધથી શ્રુત થયેલો બંધ-ધ્વંસને પામી, નિત્યમુદિત (નિત્ય ઉદિત) સ્વજ્યોતિમાંથી અચ્છ ઉચ્ચલતા-નીકળતા-ઉછળતા ચૈતન્ય “અમૃત' પૂરથી પૂર્ણ મહિમાવંતો શુદ્ધ ભવન (હોતો) મૂકાય છે - મુક્ત થાય છે.
૫. બંધ છેદ થકી અતુલ, અક્ષય મોક્ષને કળતું, આ નિત્યોદ્યોત સ્ફટિત સહજ અવસ્થાવાળું, એકાંત શુદ્ધ, એકાકાર સ્વરસભરથી અત્યંત ગંભીરધીર, પૂર્ણ જ્ઞાન સ્વના અચલ “મહિનૂમાં (મહિમામાં) લીન જવલિત થયું.”
|| ઈતિ મોક્ષ નિષ્ઠાત | || ઈતિ મોક્ષ પ્રરૂપક અષ્ટમ અંક
૧૦૭