________________
શબ્દ પુદ્ગલ પરિગ્રહત્યાગીનો, ભલે ‘ન કિંચિત્' કારો,
પદે પદે આત્મખ્યાતિમાં, તેનો ‘ન કિં ચિત્' ચમત્કારો... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૪ ગ્રંથ સકલની ગ્રંથિ વિચ્છેદી, એવા મહાનિદ્રંથ,
શુદ્ધોપયોગી શ્રમણ કયે છેડે, બાંધે ગ્રંથનો ગ્રંથ... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૫
અહો નિસ્પૃહતા ! અહો નિર્મમતા ! અહો પરિગ્રહ લોપ,
ભગવાન અમૃતચંદ્રે દાખ્યો, અહો અહંત્વ વિલોપ... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૬ અમૃતચંદ્ર મુનીંદ્ર જેનું, છાંડ્યું મમત્વ તે શબ્દો,
આલંબી આ દાસ ભગવાને, ગોઠવિયા તે શબ્દો... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૭ ‘દાસ ભગવાન’ એ નામ ધારીએ, ધાડ એમાં શી મારી,
સાગર અંજલિ સાગર દીધી, બુધ લ્યો સ્વયં વિચારી... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૮
(
૮૩