________________
સમયસાર : આત્મખ્યાતિ
હવે આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજી જ્ઞાનીની અદ્ભુત વીતરાગ દશા દર્શાવતો અમૃત સમયસાર કળશ (૧૪૯) પરમભાવથી લલકારે છે - જ્ઞાનવાનું સ્વરસથી જ સર્વ રાગરસવર્જનશીલ હોય, તેથી કરીને આ કર્મમધ્યપતિત છતાં સકલ કર્મોથી લેપાતો નથી !' - આ પરમ ભાવવાહી અમૃત કળશથી સર્વ દ્રવ્યોમાં રાગનો પ્રહાયક (સર્વથા સૂચિત આ ગાથા (૨૧૮-૨૧૯) આચાર્યજી પ્રકાશે છે પ્રકૃષ્ટપણે છોડનારો) શાની કર્મમધ્યગત રજથી નથી લેપાતો, કાદવ મધ્યે કનકની જેમ, અજ્ઞાની પુનઃ સર્વ દ્રવ્યોમાં રક્ત (રાગયુક્ત) કર્મમધ્યગત કર્મરજથી લેપાય જ છે – કાદવ મધ્યે લોહની જેમ.' આનો ભાવ ‘આત્મખ્યાતિ’માં અમૃતચંદ્રજીએ સ્પષ્ટ વિવર્યો છે અને નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો તથા સમયની સ્વભાવમર્યાદા ઉદ્ઘોષતો અમૃત સમયસાર કળશ (૧૫૦) અમૃતચંદ્રજી સંગીત કરે છે ‘અહીં તેના વશ થકી જેનો જેવો તેવો નિશ્ચયથી જે સ્વભાવ છે, આ કોઈ પણ પ્રકારે પરોથી અન્યાદેશ (અન્ય પ્રકારનો) નથી કરી શકાતો. નિશ્ચયથી સંતત જ્ઞાન ભવત્ - હોતું કોઈ પણ પ્રકારે અજ્ઞાન ન હોય. હે જ્ઞાની ! તું ભોગવ ! અહીં પરાપરાધનિત બંધ તને છે નહિ.' આ અમૃતકળશથી સૂચિત ગાથા (૨૨૩-૨૨૬) આચાર્યજી પ્રકાશે છે - (૧) ‘વિવિધ સચિત્ત - અચિત્ત - મિશ્રિત દ્રવ્યોને ભૂંજતાં (ભક્ષતાં) છતાં શંખનો શ્વેતભાવ કૃષ્ણ કરી નથી શકાતો, તેમ જ્ઞાનીને પણ વિવિધ સચિત્ત - અચિત્ત - મિશ્રિત દ્રવ્યો ભૂંજતાં છતાં જ્ઞાન અજ્ઞાનતા પમાડવું શક્ય નથી. (૨) જ્યારે તે જ શંખ તે શ્વેત સ્વભાવ છોડી દઈને કૃષ્ણ ભાવ પામે, ત્યારે શુક્લત્વ છોડે, તેમ જ્ઞાની પણ નિશ્ચયે જ્યારે તે જ્ઞાન સ્વભાવને છોડી દઈ અજ્ઞાનથી પરિણત હોય, ત્યારે અજ્ઞાનતા પામે.' આ અદ્ભુત ગાથાનો ભાવ અદ્ભુત ‘આત્મખ્યાતિ’માં અમૃતચંદ્રજીએ અત્યંત પરિસ્ફુટ વિવર્યો છે અને અત્ર ઉક્તનો સારસમુચ્ચય રૂપ અદ્ભુત અમૃત કળશ (૧૫૧) અમૃતચંદ્રજીએ પરમ આત્મભાવોલ્લાસથી લલકાર્યો છે - હે શાની ! કદી પણ કિંચિત્ પણ કર્મ કરવું ઉચિત નથી, તથાપિ જો (હારાથી) એમ કહેવામાં આવે કે હું તો અહો ! ભોગવું છું, પણ પર (પરદ્રવ્ય) કદી પણ મ્હારૂં નથી, તો અરે ! તું દુર્ભુક્ત જ છો ! અને જો હારાથી એમ કહેવામાં આવે કે ઉપભોગથી બંધ હોય નહિ, તો શું તે આ ત્હારૂં ભોગ કર્મ (ભોગ પ્રવૃત્તિ) કામચાર છે ઈચ્છાપ્રવૃત્તિ છે ? માટે તું જ્ઞાન સતો વસ ! નહિ તો ‘સ્વના' - આત્માના હારા પોતાના અપરાધથી ધ્રુવપણે બંધ પામીશ.' ઈ.
-
આ ‘આત્મખ્યાતિ'માં અનુસંધાનમાં ‘ફલલિપ્સ જ બંધાય' એવા નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૧૫૨) અમૃતચંદ્રજી સંગીત કરે છે - ‘કારણકે નિશ્ચયે કરીને આ તો સ્ફુટ છે કે કર્મ જ કર્તાને સ્વફલથી બલાત્કારે યોજે નહિ અને કારણકે (કર્મ) કરતો ફલલિપ્સ જ (ફલ લેવાની ઈચ્છાવાળો જ) કર્મનું ફલ પ્રાપ્ત કરે છે, તેથી કરીને જ્ઞાન સતા-હોતા જેણે રાગરચના અપાસ્ત કરી છે (ફગાવી દીધી છે) એવો તત્ ફલ પરિત્યાગકશીલ મુનિ કર્મ કરતાં છતાં કર્મથી નથી બંધાતો !' આ અમૃત કળશથી સૂચિત આ ગાથા (૨૨૪-૨૨૭) આચાર્યજી પ્રકાશે છે ‘જેમ કોઈ પણ પુરુષ અહીં વૃત્તિ નિમિત્તે રાજાને સેવે છે, તેથી તે રાજા પણ સુખોત્પાદક ભોગો દીએ છે, એમ જ જીવ - પુરુષ સુખ નિમિત્તે કર્મજને સેવે છે, તેથી તે કર્મ પણ સુખોત્પાદક વિવિધ ભોગો દીએ છે. જેમ પુનઃ તે જ પુરુષ વૃત્તિ નિમિત્તે રાજાને નથી સેવતો, તેથી તે રાજા સુખોત્પાદક વિવિધ ભાગો નથી દેતો, સમ્યગ્દષ્ટિ વિષયાર્થે કર્મરજ નથી સેવતો, તેથી તે કર્મ સુખોત્પાદક વિવિધ ભોગો નથી દેતું.' આ ગાથાનો ભાવ ‘આત્મખ્યાતિ’માં અમૃતચંદ્રજીએ સ્પષ્ટ વિવર્યો છે, ફલત્યાગી કર્મકર્તા નથી, એમ તાત્પર્યદર્શી અમૃત કળશ (૧૫૩) પ્રકાશ્યો છે - ‘જેણે ફળ' ત્યજ્યું, તે કર્મ કરતો નથી એમ પ્રતીત કરીએ છીએ, કિંતુ આને પણ ક્યાંયથી પણ કિંચિત્ પણ તે કર્મ અવશથી આવી પડે, પણ તે આવી પડ્યું અકંપ પરમજ્ઞાનસ્વભાવમાં સ્થિત જ્ઞાની કર્મ શું કરે છે ? વા નથી કરતો ? એમ કોણ જાણે છે ?' ઈ.
૯૮
-
-
હવે સમ્યગ્દષ્ટિઓ નિર્ભય નિઃશંક હોય એમ ગાથાઓના ભાવનું સૂચન કરતો અમૃત કળશ (૧૫૪) પરમજ્ઞાન સ્વભાવમાં સ્થિત જ્ઞાનીશ્વર અમૃતચંદ્રાચાર્યજીએ સંગીત કર્યો છે ‘સમ્યગ્ દૃષ્ટિઓ'જ આ પરમ સાહસ કરવાને ક્ષમ (સમર્થ) હોય છે – કે ભયથી ચલાયમાન થતા ત્રૈલોક્યથી
-