________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
3
ઉત્તર : રાગ-દ્વેષથી રહિત છે. અર્થાત્ કષાયથી રહિત છે. માયા અને લોભકષાયને રાગ કહેવાય છે. ક્રોધ અને માનકષાયને દ્વેષ કહેવાય છે. આ રાગ-દ્વેષથી (પુનઃપ્રાપ્ત ન થાય તે રીતે) રહિત છે. અર્થાત્ રાગ-દ્વેષથી વર્જિત વીતરાગ છે. શાસ્ત્રમાં રાગ-દ્વેષને દુર્જય તથા દુરંત સંસારપરિભ્રમણના કારણ હોવાથી મુક્તિના પ્રતિબંધક કહ્યા છે. જેથી કહ્યું છે કે.. “જો (આ સંસારમાં) રાગ-દ્વેષ ન હોત, તો શું કોઈ દુ:ખ પામત? અને શું કોઈ સુખવડે વિસ્મય પામત ? (અને આત્મભાન ભૂલી જાત ?) તથા કોણ મોક્ષને પ્રાપ્ત ન કરી લે ? અર્થાત્ કોઈ દુ:ખ પામે છે, કોઈ સુખના વિભ્રમમાં પડી જાય છે અને કોઈ મોક્ષરૂપ કાર્ય પ્રાપ્ત કરી શકતો નથી, તે રાગ-દ્વેષનું જ ફળ છે”
(આમ રાગ-દ્વેષના કારણે સંસારમાં પરિભ્રમણ ચાલતું હોવાથી) તે રાગ-દ્વેષનો ઉચ્છેદ (ભગવાનમાં) કહેવાયો.
મોહનીયકર્મના ઉદયથી હિંસાત્મકયજ્ઞાદિના પ્રતિપાદકશાસ્ત્રોદ્વારા પણ મુક્તિની આકાંક્ષાદિસ્વરૂપ વ્યામોહને મોહ કહેવાય છે. તે મોહ સકલજગતને દુર્જય હોવાના કારણે મહામલ્લ જેવો કહ્યો છે. તે મહામલ્લરૂપી મોહ જેનાવડે હણાયો છે, તે મહામોહના નાશક શ્રીજિનેશ્વર ભગવાન છે. “
રાવર્જિતઃ” અને “દતમોદમદામ: -આ બે વિશેષણોથી દેવનો અપાયાપગમાતિશય સૂચિત થાય છે. તથા રાગ-દ્વેષ-મોહથીરહિત શ્રીઅરિહંત પરમાત્મા જ દેવ છે તે જાણવું. જેથી કહ્યું છે કે..” સ્ત્રીના સંગમથી રાગનું તથા શત્રુઓને મારવાના શસ્ત્રોથી દ્વેષનું અનુમાન થાય છે. કુચારિત્ર અને કુશાસ્ત્રોમાં પ્રીતિ કે તેનું પ્રતિપાદન કરવાથી મોહનું અનુમાન થાય છે. પરંતુ આ ત્રણચિહ્નોમાંથી એકપણ ચિહ્ન જે દેવનું દેખાતું નથી, તે શ્રી અરિહંત પરમાત્મા છે.”
કેવલ એટલે અન્ય કોઈ જ્ઞાનની અપેક્ષા ન હોવાના કારણે અસહાય કે કેવલ એટલે સંપૂર્ણ તે કેવલજ્ઞાન અને કેવલદર્શન જેને છે તે શ્રીજિનેશ્વર ભગવાન છે. અર્થાત્ કેવલજ્ઞાનકેવલદર્શનાત્મક ભગવાન છે. અર્થાત્ તે ભગવાન હાથમાંરહેલા આમળાની જેમ દ્રવ્યપર્યાયાત્મક સઘળાયે જગતના સ્વરૂપને નિરંતર જાણે છે અને જુએ છે.
અહીં ‘વસ્ત્રજ્ઞાનન્દર્શન' પદ સોભિપ્રાય છે. છઘમસ્થને પહેલાં દર્શન ઉત્પન્ન થાય છે, ત્યારબાદ જ્ઞાન ઉત્પન્ન થાય છે, પરંતુ કેવલજ્ઞાનિને પ્રથમ જ્ઞાન અને પછી દર્શન ઉત્પન્ન થાય છે. (તેથી તે પદમાં પ્રથમ “જ્ઞાન” અને પછી “દર્શન' લખ્યું છે.) તેમાં સામાન્ય-વિશેષાત્મક સઘળાયે પ્રમેયો (વસ્તુઓ)માં (વસ્તુના) સામાન્ય અંશને ગૌણ કરવાદ્વારા અને વિશેષઅંશોને પ્રધાન કરવા દ્વારા જે વસ્તુનું ગ્રાહક બને છે, તે જ્ઞાન કહેવાય છે તથા વિશેષઅંશોને ગૌણ કરીને, સામાન્ય અંશને