________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
४२९
પદાર્થ જગતમાં દષ્ટિગોચર થતો જ નથી. (કહેવાનો આશય એ છે કે જેમ દેવદત્તના પાતળાપણાનો અભાવ (દિવસે ખાતો જોવામાં આવતો ન હોવાથી) રાત્રિભોજન પદાર્થવિના શક્ય બનતો નથી. આથી અર્થપત્તિથી રાત્રિભોજનની સિદ્ધિ થાય છે. અહીં દેવદત્તના પાતળાપણાના અભાવવિના નહિ રહેનારો પદાર્થ રાત્રિભોજન મળે છે. અર્થાતુ પાતળાપણાના અભાવની સાથે રહેનારો રાત્રિભોજન નામનો પદાર્થ જગતમાં દષ્ટિગોચર થાય છે. તેથી અર્થાપત્તિથી રાત્રિભોજનના કારણે દેવદત્તમાં પીનત્વ સંગત થાય છે. તેમ સર્વજ્ઞાભાવની સાથે રહેનારો કોઈ પદાર્થ હોય તો, અર્થાપત્તિથી તે પદાર્થના કારણે સર્વજ્ઞાભાવની સંગતિ (સિદ્ધિ) કરી શકાય. પરંતુ સર્વજ્ઞાભાવની સાથે રહેનાર જગતમાં કોઈ પદાર્થ દૃષ્ટિગોચર થતો નથી. તેથી અર્થપત્તિથી પણ સર્વજ્ઞાભાવની સિદ્ધિ થઈ શકતી નથી.)
તથા વેદની પ્રમાણતા વેદના વક્તા સર્વજ્ઞ હોતે છતે જ સંગત થાય છે. કારણકે ગુણવાન (સર્વજ્ઞ)વક્તાના અભાવમાં વચનોની પ્રમાણતા સિદ્ધ થતી નથી.
આ પ્રમાણે સર્વજ્ઞતામાં કોઈપણ પ્રમાણ બાધક બની શકતું નથી. (તથા સર્વજ્ઞની સિદ્ધિ કરનારા અનેકઅનુમાનો હાજર હોવાથી) પાંચપ્રમાણની અપ્રવૃત્તિ કહીને સર્વજ્ઞના અભાવની સિદ્ધિ કરવી અસિદ્ધ છે.
વળી તમે જે પૂર્વે “જેમાં પ્રત્યક્ષાદિ પાંચપ્રમાણોની પ્રવૃત્તિ હોતી નથી, તે અભાવપ્રમાણનો વિષય બને છે”—આ નિયમ કહ્યો હતો, તે પણ અનેકાન્તિક (વ્યભિચારી) બની જાય છે. કારણ કે હિમાલય પર્વતનું વજન છે. પિશાચ કેટલી ઉંચાઈનો છે અને કેવો છે ? આ સર્વે વિષયમાં કોઈપણ પ્રત્યક્ષવગેરે પ્રમાણોની પ્રવૃત્તિ જોવા મળતી નથી. છતાં પણ તેનો અભાવ નથી. અર્થાત્ હિમાલય કે પિશાચાદિનું પરિમાણ અભાવ પ્રમાણનો વિષય બનીને અભાવરૂપ સિદ્ધ થઈ જતું નથી.
આ રીતે સર્વજ્ઞનો અભાવ સિદ્ધ કરવા આપેલા “પ્રમાણપંચકની જ્યાં અપ્રવૃત્તિ હોય, ત્યાં અભાવ પ્રમાણની પ્રવૃત્તિ હોય છે”—આ નિયમનું ખંડન થઈ ગયેલું જાણવું. કારણકે ઉપર જણાવ્યા પ્રમાણે તે નિયમ અનેકાન્તિક સિદ્ધ થાય છે.
यथोक्तं “सर्व वस्तुजातं केन प्रमाणेन" इत्यादि, तदप्ययुक्तं, सकलज्ञानावरणविलयोत्थाविकलकेवलालोकेन सकललोकालोकादिवस्तुवेत्तृत्वात्सर्वज्ञस्येति । यथोक्तं “अशुच्यादिरसास्वाद" इत्यादि, तदपि परं प्रत्यसूयामात्रमेव व्यनक्ति, सर्वज्ञस्यातीन्द्रियज्ञानित्वेन करणव्यापारनिरपेक्षत्वात्, जिह्वेन्द्रियव्यापारनिरपेक्ष यथावस्थितं तटस्थतयैव वेदनं, न तु भवद्वत्तद्व्यापारसापेक्षं वेदनमिति । यदप्यवादि