________________
४२०
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
તરીકે (૧) સર્વજ્ઞ અભિપ્રેત છે ? કે (૨) બૌદ્ધ આદિ અભિપ્રેત છે ? કે (૩) સર્વપુરુષો અભિપ્રેત છે ?
જો એમ કહેશો કે ધર્મી તરીકે સર્વજ્ઞ અભિપ્રેત છે, તો કહો કે તે સર્વજ્ઞનું અસત્ત્વ સિદ્ધ કરશો કે અસર્વજ્ઞત્વ સિદ્ધ કરશો ?
જો તમે એમ કહેશો કે “અમે સર્વજ્ઞનું અસત્ત્વ સિદ્ધ કરીશું' - તો સર્વજ્ઞનું અસત્ત્વ સિદ્ધ કરવા તમે (૧) અનુપલંભને હેતુ બનાવશો ? કે (૨) વિરુદ્ધવિધિને હેતુ બનાવશો ? કે (૩) વસ્તૃત્વાદિને હેતુ બનાવશો ?
જો સર્વજ્ઞના અસત્ત્વની સિદ્ધિ કરવા અનુપલંભહેતુનો પ્રયોગ કરશો, ત્યારે તે બતાવવું જોઈએ કે તમે (૧) અનુપલંભ સર્વજ્ઞનો બતાવશો ? કે (૨) તેના કારણોનો ? કે (૩) તેના કાર્યનો ? કે (૪) તેના વ્યાપકનો અનુપલંભ બનાવશો ?
જો સર્વજ્ઞના અસત્ત્વની સિદ્ધિ કરવા સર્વજ્ઞના અનુપલંભને હેતુતરીકે આગળ કરશો તો, તે સર્વજ્ઞનો અનુપલંભ શું તમને જ છે કે જગતના સર્વપ્રાણીઓને છે ?
હવે જો તમને પોતાને સર્વજ્ઞનો અનુપલંભ થવાથી, સર્વજ્ઞનો અભાવ છે, એમ તમે માનો છો, તો કહો કે... તે અનુપલંભ વિશેષણરહિત સામાન્ય અનુપલંભથી થાય છે કે ઉપલબ્ધિ લક્ષણથી યુક્ત વિશેષણસહિત ઉપલંભથી થાય છે. કહેવાનો આશય એ છે સર્વજ્ઞનો અનુપલંભ થાય છે તે દૃશ્યઆદિ વિશેષણરહિત થાય છે કે દૃશ્ય આદિવિશેષણસહિત થાય છે. (દશ્ય=જોવાલાયક પદાર્થ). જો તમે ‘સર્વજ્ઞનો અનુપલંભ વિશેષણરહિત સામાન્ય અનુપલંભથી થાય છે', એમ કહેશો તો પરચિત્ત વિશેષાદિ સાથે વ્યભિચાર આવશે, કારણકે અનુપલંભ હેતુ છે. અર્થાત્ પર (દેવદત્તના) ચિત્તમાં શું વિચાર ચાલી રહ્યો છે, તે યજ્ઞદત્ત તો જાણી શકતો નથી. અર્થાત્ યજ્ઞદત્તને દેવદત્તના ચિત્તમાં ચાલતા વિચારોનો અનુપલંભ છે. છતાં એટલા માત્રથી દેવદત્તના મનમાં ચાલતા વિચારોનું અસત્ત્વ સિદ્ધ થતું નથી.
સર્વજ્ઞનો અનુપલંભ દશ્યપદાર્થના (ઉપલંભલક્ષણપ્રાપ્ત વિશેષણસહિતના પદાર્થના) અનુપલંભથી થાય છે” તેમ કહેશો તો તે પણ યોગ્ય નથી. કારણકે દશ્યપદાર્થનો ઉપલંભ સર્વ ઠેકાણે (સ્થળે) અને સર્વકાળે થતો જ નથી. કારણ કે સર્વઠેકાણે અને સર્વકાલે જેનો અનુપલંભ હોય તે દૃશ્ય જ કેવી રીતે કહેવાય ? જેમ ઘટ દશ્ય હોવાથી કોઈ સ્થાને કે કોઈ કાળે તેનો અનુપલંભ મળે, પરંતુ સર્વત્ર અને સર્વકાળે તેનો અભાવ ન જોવા મળે. કારણકે દૃશ્યપદાર્થનો કોઈક સ્થળે અને કોઈકકાળે તો ઉપલંભ નિયતરીતે હોય જ છે.
આથી દશ્યની અનુપલબ્ધિથી સર્વજ્ઞનો અત્યંત અભાવ સિદ્ધ કરી શકાતો નથી. હા, એટલું કહી શકાય કે “આ સમયે, આ સ્થળે સર્વજ્ઞ નથી.”