________________
૮૦૪
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ८१, मीमांसकदर्शन
जातावेकवचनं' पश्य निरीक्षस्व किं तदित्याह । यद्-वृकपदं वदन्ति-जल्पन्त्यबहुश्रुतालोकरूढ्या बहुश्रुता अप्येते परमार्थमज्ञात्वा भाषमाणा अबहुश्रुता एवेत्यर्थः । यद्वदन्ति बहुश्रुता इति पाठे त्वेवं व्याख्येयम्-लोकप्रसिद्धा बहुश्रुता इति, तथा ह्येते वृकपदविषये सम्यगविदितपरमार्था बहवोऽप्येकसदृशमेव भाषमाणा अपि बहुमुग्धजनध्यान्ध्यमुत्पादयन्तोऽपि च ज्ञाततत्त्वानामादेयवचना न भवन्ति । तथा बहवोऽप्यमी वादिनो धार्मिकच्छद्मधूर्ताः परवञ्चनेकप्रवणा यत्किंचिदनुमानागमादिभिर्दायमादW जीवाद्यस्तित्वं सदृशमेव भाषमाणा अपि मुधैव मुग्धजनान् स्वर्गादिप्राप्तिलभ्यसुखसन्ततिप्रलोभनया भक्ष्याभक्ष्यगम्यागम्यहेयोपादेयादिसङ्कटे पातयन्तो बहुमुग्धधार्मिकव्यामोहमुत्पादयन्तोऽपि च सतामवधीरणीयवचना एव भवन्तीति । ततः सा पत्युर्वचनं सर्वं मानितवती ।।८१।। ટકાનો ભાવાનુવાદ:
હવે જે લોકો પરોક્ષવિષયમાં અનુમાનાદિની પ્રમાણતા માનીને અર્થાત્ અનુમાન આદિ પ્રમાણો દ્વારા પરોક્ષ એવા જીવાદિપદાર્થોની વ્યવસ્થા કરે છે અને કોઈપણ રીતે વિરામ પામતા નથી. તેઓને બોધ આપવા માટે દૃષ્ટાંત કહે છે. નાસ્તિકમતની વાસનાથી વાસિત અંત:કરણવાળો કામાસક્ત કોઈક પુરુષ પોતાની આસ્તિકમતમાં આસ્થાવાળી ધાર્મિકપત્નીને દરરોજ પોતાના શાસ્ત્રોની યુક્તિઓથી (કામ-ભોગો તરફ આકર્ષણ પેદા કરાવવા) પ્રતિબોધ કરે છે. પરંતુ તે સ્ત્રી જ્યારે પ્રતિબોધ પામતી નથી, ત્યારે તે કામાસક્ત પુરુષ આ ઉપાયથી હું તેને પ્રતિબોધ કરીશ - આ પ્રમાણે પોતાના ચિત્તમાં વિચારીને રાત્રીના છેલ્લા પ્રહરમાં તે સ્ત્રીની સાથે નગરથી બહાર નીકળીને, આ પ્રમાણે કહે છે - હે પ્રિયે ! જે આ નગરવાસિ લોકો પરોક્ષ એવા આત્માના વિષયમાં અનુમાનાદિની પ્રમાણતાને કહેતા અને લોકો દ્વારા બહુશ્રુત કહેવાતા નગરમાં રહે છે, તેઓની સુંદર વિચારણાઓની ચતુરાઈને તું જો. અર્થાત્ તે લોકો બહુશ્રુત કહેવાય છે, છતાં પણ તેઓની મુર્ખતાને તું જો. ત્યારબાદ તે પુરુષ નગરના દ્વારથી આરંભીને યાવતું નગરના મુખ્ય ચારરસ્તા સુધીના મંથરતર ગતિએ વાતા પવનથી ખેંચાઈ આવેલી રેતીથી વ્યાપ્ત રાજમાર્ગ ઉપર બંને પણ હાથના અંગુઠા, તર્જની અને મધ્યમાં - આ ત્રણ આંગળીઓને મેળવીને પોતાના શરીરના બંને પક્ષને રેતીમાં સ્થાપવા દ્વારા વરુના પગલાં પાડ્યા. (તે પતિ-પત્ની આ બનાવ પછી જૂએ છે કે શું થાય છે?) ત્યારે સવારમાં તે પગલાંઓને જોઈને ઘણા લોકો રાજમાર્ગ ઉપર ભેગા થાય છે. બહુશ્રુત લોકો પણ ત્યાં આવ્યા છે. આવેલા