________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ७७, मीमांसकदर्शन
७९७
જ્ઞાન પ્રમાણ છે. પૂર્વ-પૂર્વ પ્રમાણ છે અને ઉત્તર-ઉત્તર ફળ છે. અર્થાત્ પૂર્વ-પૂર્વ સાધકતમ અંશો પ્રમાણ છે અને ઉત્તર-ઉત્તર અંશો ફળ છે. સામાન્ય-વિશેષાત્મક વસ્તુ જ પ્રમાણનો વિષય બને છે. મીમાંસામતમાં જ્ઞાન નિત્યપરોક્ષ છે. ભાદૃમતમાં અર્થપ્રાકટ્યરૂપ ફળથી તથા પ્રભાકરમતમાં સંવેદનરૂપ ફળથી જ્ઞાન અનુમેય છે. વેદ અપૌરુષેય છે. વેદોક્તહિંસા ધર્મ માટે થાય છે. અર્થાત્ વેદોક્તહિંસાથી ધર્મ થાય છે. શબ્દ નિત્ય છે. સર્વજ્ઞ નથી. અવિદ્યા કે જેનું બીજું નામ માયા છે, તે માયાના વશથી = માયાના વિવર્તથી પ્રતિભાસિત થતો આ સર્વ જગત પ્રપંચ અપારમાર્થિક છે. અર્થાત્ દશ્યમાનજગતની સત્તા પ્રતિભાસિક છે. પારમાર્થિક નથી. અર્થાત્ જગત મિથ્યા છે. બ્રહ્મ જ પરમાર્થસતું છે. ll૭કા
उपसंहरन्नाहમીમાંસકમતનો ઉપસંહાર કરતાં કહે છે...
जैमिनीयमतस्यापि सक्षेपोऽयं निवेदितः ।
एवमास्तिकवादानां कृतं सक्षेपकीर्तनम् ।।७७ ।। શ્લોકાર્થ આ પ્રમાણે આ જૈમિનિમીમાંસા)મતનો સંક્ષેપ છે. તે સાથે આસ્તિકદર્શનોનું સંક્ષિપ્તવિવરણ પૂર્ણ થાય છે |૭ી
व्याख्या-अपिशब्दान्न केवलमपरदर्शनानां सक्षेपो निवेदितो जैमिनीयमतस्याप्ययं सक्षेपो निवेदितः । वक्तव्यस्य बाहुल्यादल्पीयस्यस्मिन् सूत्रे समस्तस्य वक्तुमशक्यत्वासंक्षेप एव प्रोक्तः । अथ प्रागुक्तमतानां सूत्रकृन्निगमनमाह "एवं" इत्यादि । एवंइत्थमास्तिकवादानां-जीवपरलोकपुण्यपापाद्यस्तित्ववादिनां बौद्धनैयायिकसाङ्ख्यजैनवैशेषिकजैमिनीयानां संक्षेपेण कीर्तन-वक्तव्याभिधानं संक्षेपकीर्तनं कृतम् ।।७।।। ટીકાનો ભાવાનુવાદ:
૩ િશબ્દથી સૂચિત થાય છે કે માત્ર અન્યદર્શનોનું સંક્ષિપ્ત નિવેદન નથી કરાયું. જૈમિનિમતનું પણ આ સંક્ષિપ્તનિવેદન કરાયું. કહેવાનું તો ઘણું હતું. પરંતુ ગ્રંથની મર્યાદા હોવાથી એક જ સૂત્રમાં ઘણું કહેવું અશક્ય હોવાથી સંક્ષિપ્તકથન જ કરવું ઉચિત છે. પહેલાં કહેલા મતોનો ઉપસંહાર કરતાં મૂલસૂત્રકાર કહે છે કે આ પ્રમાણે જીવાદિના અસ્તિત્વને સ્વીકારતા બૌદ્ધાદિ આસ્તિકવાદોનો સંક્ષેપ પૂર્ણ થાય છે. અર્થાત્ જીવ-અજીવ-પુણ્ય-પાપાદિના અસ્તિત્વને સ્વીકારતા બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક, જૈમિનિ, આ આસ્તિકદર્શનોનું સંક્ષેપથી કથન કર્યું. ૭૭ll