________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ७६, मीमांसकदर्शन
७८९
(૪) શબ્દપૂર્વિકા અર્થપત્તિ (જેનું બીજું નામ ધૃતાર્થપત્તિ છે.) જેમકે શબ્દથી અર્થની પ્રતીતિ થતે છતે શબ્દનો અર્થની સાથે જે સંબંધ છે, તે અર્થાપત્તિથી સિદ્ધ થાય છે. અર્થાત્ શબ્દ વાચક છે અને અર્થ વાચ્ય છે. - આવા પ્રકારના વાચ્ય-વાચકરૂપ સંબંધની સિદ્ધિ થાય છે.
(૫) અર્થાપરિપૂર્વિકા અર્થપત્તિ ઃ પૂર્વે કહ્યા મુજબ શબ્દનો અર્થની સાથે સંબંધ સિદ્ધ થત છતે અર્થપત્તિથી શબ્દનું નિત્યત્વ સિદ્ધ થાય છે. કારણ કે જો વચનને પૌરુષેય માનશો તો (અર્થાત્ પુરુષથી ઉત્પન્ન થતો હોવાથી અનિત્ય માનશો તો) શબ્દનો (અર્થની સાથેના) નિત્યસંબંધનો અયોગ થઈ જશે. અર્થાત્ શબ્દ અને અર્થ વચ્ચે જે નિત્ય વાચકવાચ્યભાવરૂપ સંબંધ છે, તે બની શકશે નહિ.
(૬) અભાવપૂર્વિકા અર્થપત્તિ જેમકે જીવિત દેવદત્ત ઘરમાં જોવા મળતો નથી. અર્થાતુ જીવિત દેવદત્તનો ગૃહમાં અભાવ હોવાથી, અર્થપત્તિથી દેવદત્તનો બહિર્ભાવ સિદ્ધ થાય છે.
અહીં છ અર્થપત્તિ પૈકી ચાર અર્થપત્તિથી શક્તિ સધાય છે. પાંચમી અર્થપત્તિથી નિત્યતા અને છઠ્ઠી અથંપત્તિથી ઘરથી બહાર દેવદત્તની સત્તા સિદ્ધ થાય છે. આ પ્રકારે છ પ્રકારની અર્થપત્તિ છે.
કોઈક આચાર્ય શ્રુતાર્થપત્તિનું બીજી રીતે ઉદાહરણ આપે છે. “હૃષ્ટપુષ્ટ દેવદત્ત દિવસે ખાતો નથી” આ વાક્યશ્રવણથી દેવદત્તના રાત્રિભોજનસંબંધી વાક્યની પ્રતીતિ થાય છે, તે કૃતાર્થપત્તિ માને છે.
આ જ રીતે ગવયથી ઉપમિત થવાવાળી ગાયમાં ઉપમાનજ્ઞાનની ગ્રાહ્યતાશક્તિની કલ્પના ઉપમાનપૂર્વિકા અર્થોપત્તિ માને છે.
આ છએ પ્રકારની અર્થપત્તિ અતીન્દ્રિય શક્તિ આદિને વિષય કરતી હોવાથી પ્રત્યક્ષરૂપ નથી. અને આથી જ અનુમાનરૂપ પણ નથી. કારણકે અનુમાન પ્રત્યક્ષપૂર્વક જ હોય છે. તેથી અર્થાપત્તિ સ્વતંત્રપ્રમાણ સિદ્ધ થાય છે. ૭પી
अथाभावप्रमाणं स्वरूपतः प्ररूपयति । હવે અભાવપ્રમાણનું સ્વરૂપ બતાવાય છે.
प्रमाणपञ्चकं यत्र वस्तुरूपे न जायते ।
वस्तुसत्तावबोधार्थं तत्राभावप्रमाणता ।।७६ ।। શ્લોકાર્થઃ વસ્તુની સત્તાના ગ્રાહક પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણે જે વસ્તુમાં પ્રવૃત્તિ કરતા નથી, તેમાં અભાવપ્રમાણની પ્રવૃત્તિ હોય છે. II૭કા