________________
७७८
षड्दर्शन समुद्यय भाग - २, श्लोक-७१, मीमांसकदर्शन
द्रव्यादिसंबन्धिनी पापमित्युच्यत इत्यपि ज्ञापितं द्रष्टव्यम् । इष्टानिष्टार्थसाधनयोग्यतालक्षणौ धर्माधर्माविति हि मीमांसकाः । उक्तं च शाबरे-“य एव श्रेयस्करः स एव धर्मशब्देनोच्यते” [शाबरभा०११।२] अनेन द्रव्यादीनामिष्टार्थसाधनयोग्यता धर्मः इति प्रतिपादितं शबरस्वामिना । भट्टोऽप्येतदेवाह-“श्रेयो' हि पुरुषप्रीतिः सा द्रव्यगुणकर्मभिः । नोदनालक्षणैः साध्या तस्मादेष्वेव धर्मता ।।१।। [मी० श्लो० चोदना सू० श्लो० १३१] एषामैन्द्रियकत्वेऽपिन ताद्रूप्येण धर्मता । क्षेयःसाधनतया ह्येषां नित्यं वेदात्प्रतीयते ।।२।। ताप्येण च धर्मत्वंतस्मान्नेन्द्रियगोचरः।" इति [मी० श्लो० चोदना सू० श्लो० १९१]।७१ ।। ટીકાનો ભાવાનુવાદ:
જેના દ્વારા જીવો કલ્યાણકારી દ્રવ્યોને વિશે પ્રેરિત બનીને પ્રવૃત્ત થાય છે, તે વેદવચનોથી થનારી પ્રેરણાને નોદના-ચોદના કહેવાય છે. ધર્મ નોદના દ્વારા લક્ષિત થાય છે. આથી ધર્મનું લક્ષણ નોદના છે.
ધર્મ અતીન્દ્રિય હોવાના કારણે નોદના દ્વારા જ જણાય છે. અન્ય પ્રત્યક્ષાદિપ્રમાણથી ધર્મ જણાતો નથી. કારણકે પ્રત્યક્ષાદિપ્રમાણો વિદ્યમાનપદાર્થોના ઉપલંભક છે. ધર્મ કર્તવ્યતારૂપ છે. અને કર્તવ્યતા ત્રિકાલશુન્ય અર્થરૂપ છે. મીમાંસકોની માન્યતા છે કે ચોદના=નોદના ત્રિકાલજૂન્ય શુદ્ધ કાર્યરૂપ અર્થનું જ્ઞાન ઉત્પન્ન કરે છે.
હવે “નોના તુ જિયાં પ્રતિ” પદ દ્વારા નોદનાની વ્યાખ્યા કરે છે. હવન, સર્વ જીવો પર દયા, દાન આદિ ક્રિયાઓમાં પ્રવર્તક વેદવચનને મીમાંસકો નોદના કહે છે. તાત્પર્ય એ છે કે હવનાદિ ક્રિયાના વિષયમાં વેદનું જે વચન પ્રેરક બને છે, તે નોદના કહેવાય છે. પ્રવૃત્તિમાં પ્રવર્તક વેદવચન જ ઉદાહરણ દ્વારા બતાવાય છે. - ‘દામોર્જાિ યથા યને' - અર્થાત્ સ્વર્ગની ઇચ્છાવાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરવો જોઈએ. (અહીં “યથા પદ ઉદાહરણને બતાવવા પ્રયોજેલ છે.)
તે વેદવચનનો અર્થ આ છે. - સ્વર્ગની ઇચ્છાવાળો પુરુષ અગ્નિનું તર્પણ કરે. શ્લોકરચનામાં નિયત અક્ષરો હોય છે. આથી “વ: કામોર્નિં યુને' આ પદ કહ્યું છે. વાસ્તવમાં તે વેદકથન “શિહોત્ર ગુહુયાત્સ્યામ” -સ્વાગંભિલાષ અગ્નિહોત્ર યજ્ઞ કરે, આ પ્રવર્તક વેદવાક્યનું જ દ્યોતક છે. અર્થાત્ ઉપલક્ષણથી વેદવચનને પ્રવર્તક કહ્યું. બાકી તો નિવર્તક વેદવચન પણ નોદના કહેવાય જ છે. જેમકે “ર હિંસ્યત્સર્વભૂતાનિ'-કોઈપણ જીવની હિંસા ન કરે. તથા ‘ન વૈ જિંત્રો અવે - હિંસક ન બનો. આવા નિવર્તક વેદવચનો પણ નોદના કહેવાય છે. આ રીતે પ્રવર્તક અને