________________
પદ્દર્શન સમુશ્ચય ભાગ - ૨, જ઼ોદ - ૪૨-૪૬, નેનવર્શન
“જ્યારે જે વસ્તુની સત્તા સિદ્ધ કરવામાટે પ્રત્યક્ષાદિપ્રમાણ અસમર્થ બની જાય છે, ત્યારે તે વસ્તુનો અભાવ અભાવપ્રમાણથી સિદ્ધ થાય છે.” અહીં અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે - સર્વજ્ઞ નથી, કારણકે તે પ્રત્યક્ષાદિ પાંચપ્રમાણનો વિષય બનતો નથી. જેમકે ગધેડાના શીંગડા.
४१३
પ્રશ્ન : જેમ અનાદિકાલથી પણ ખાણમાં રહેલું મલિનસુવર્ણ ક્ષાર, માટીના પુટપાકની પ્રક્રિયાથી ધીમેધીમે શુદ્ધ થતાં થતાં, નિર્મલ બની જાય છે, તેમ આત્માવડે પણ નિરંતર જ્ઞાનાદિનો અભ્યાસ કરાતાં, આત્મા ઉપર લાગેલા કર્મમલનો ક્ષયથતાં આત્મા સર્વજ્ઞ કેમ બની ન શકે ? તો તમે જગતમાં કોઈ સર્વજ્ઞ નથી એમ કેમ કહો છો ?
ઉત્તર : તમારી આ વાત ઉચિત નથી. કારણકે અભ્યાસથી શુદ્ધિની તરતમતા જ થાય. પરંતુ પરમપ્રકર્ષ ન થાય. અર્થાત્ અભ્યાસથી આત્મા ઉ૫૨થી કર્મમલ નાશ પામતાં આત્મા શુદ્ધ બને. (પહેલાં અશુદ્ધ હતો, તેમાંથી થોડો શુદ્ધ બને છે. અભ્યાસ વધતાં થોડો વધુ શુદ્ધ બને છે. પરંતુ) સર્વજ્ઞતાને પ્રગટ કરનારી ૫૨મશુદ્ધિનો પ્રકર્ષ થતો નથી.
કોઈ માણસ ઉંચા કૂદકા મા૨વાનો અભ્યાસ કરે તો, તે પ્રથમ પાંચ-છ ફૂટ કૂદી શકે, અભ્યાસથી આઠ-દસ ફૂટ કૂદી શકે, તેમ અભ્યાસથી વધુ ઊંચે કૂદી શકે. પરંતુ ગમે તેવા અભ્યાસથી પણ તે લોકને ઉલ્લંધી જતો નથી. તેથી કહ્યું છે કે “જે વ્યક્તિ અભ્યાસથી આકાશમાં ઉછળીને દસ હાથ ઉપર જાય છે. તે સેંકડોઅભ્યાસથી પણ સો યોજન ઉંચે જવામાટે સમર્થ થતો નથી.”
વળી તે બતાવો કે, તમારો સર્વજ્ઞ જગતની સર્વવસ્તુઓના સમુહને કયા પ્રમાણથી જાણે છે ? શું પ્રત્યક્ષપ્રમાણથી જાણે છે ? કે યથાસંભવ સર્વપ્રમાણો ભેગા થવા વડે જગત્વર્તી સર્વ પદાર્થોને જાણે છે. ?
તમે એમ કહેશો કે ‘પ્રત્યક્ષપ્રમાણથી સર્વજ્ઞ જગત્વર્તી સર્વવસ્તુઓને જાણે છે' તો તે યોગ્ય નથી, કારણકે પ્રત્યક્ષપ્રમાણ નિકટના પ્રતિનિયતક્ષેત્રમાં રહેલા તથા પ્રતિનિયતઅર્થનું જ ગ્રાહક છે. (અર્થાત્ પ્રત્યક્ષ તો ઇન્દ્રિયોની સાથે સંબંધ રાખવાવાળી વર્તમાનવસ્તુઓને જ જાણે છે. આથી તેનાથી અનાગત, અતીત, દૂરવર્તી તથા સૂક્ષ્મ અતીન્દ્રિયપદાર્થો જાણી શકાતા નથી.)
અતીન્દ્રિયપ્રત્યક્ષ તો વિવાદાસ્પદ હોવાથી તેમાં કોઈ પ્રમાણ નથી.
સર્વપ્રમાણો ભેગા મળીને જગત્વર્તી સર્વપદાર્થોને જાણે છે, આ વાત ઉચિત નથી. કારણકે પ્રત્યક્ષસિવાયના બાકીના સર્વેપ્રમાણો પ્રત્યક્ષપૂર્વક જ અર્થના ગ્રાહક બને છે. તેથી જ્યાં પ્રત્યક્ષપ્રમાણથી જ સર્વવસ્તુઓ જાણી શકાતી નથી, ત્યાં બીજાપ્રમાણોથી તો કેવી રીતે જાણી શકાય ?