________________
७६४
षड्दर्शन समुद्यय भाग - २, श्लोक - ६७, मीमांसकदर्शन
જ છે. અર્થાત્ આ દેખાતું દષ્ટ અને સ્કૂલજગત બ્રહ્મના જ અંશો છે. ઉત્તર-મીમાંસકમતમાં પ્રમાણની સંખ્યા પૂર્વમીમાંસકોની જેમ જ જાણવી. વળી તેઓ કહે છે કે એક જ આત્મા (બ્રહ્મ) સર્વ શરીરમાં પ્રતિભાસિત થાય છે. તેઓનું શાસ્ત્રવચન છે કે એક જ ભૂતાત્મા સિદ્ધબ્રહ્મ સર્વ ભૂતોમાં રહે છે. તે જ એકરૂપથી તથા અનેકરૂપથી જલમાં પડતાં ચંદ્રમાના પ્રતિબિંબની જેમ દેખાય છે. અર્થાત્ જેમ પાણીના કુંડાઓમાં પ્રતિબિંબીત થતો ચંદ્ર (એક જ હોવા છતાં) અનેક લાગે છે, તેમ એક જ ભૂતાત્મા સિદ્ધબ્રહ્મ બહુપ્રકારે જોવાય છે.”
વળી બીજુ શાસ્ત્રવચન છે કે.. “આ જે થયેલું જણાય છે કે હવે જે થનાર છે, તે સર્વ પુરુષ (બ્રહ્મ) જ છે.” (અહીં પુરુષથી બ્રહ્મનો અભિપ્રાય છે.)
સમાધાન : હા, તે નીલાદિ પણ સબ્રહ્મ માત્ર જ છે. જગતમાં જે નીલાદિ પદાર્થો પૃથફ-પૃથફ લાગે છે, તે ભાવથી ભિન્ન-ભિન્ન નથી. પણ સબ્રહ્મના જ અંશો છે. (તેઓનું કહેવું છે કે...) જો નીલાદિમાં ભેદ માનવામાં આવે તો અસત્ત્વનો પ્રસંગ આવશે. તે આ પ્રમાણે - વેદાંતીઓ બ્રહ્મને જ સત્ત્વરૂપ માને છે અને જે બીજા ભેદો દેખાય છે, તે તેના અંશો જ છે, એમ માને છે. અર્થાત્ તે અંશો સત્ છે, પણ જો નીલાદિને સબ્રહ્મથી ભિન્ન માનવામાં આવે તો તે અસત્ થઈ જાય.
અને જગતમાં નીલાદિના ભેદો જોવા મળે છે તે ભ્રમ જ છે, વાસ્તવિક નથી. અહીં યુક્તિ આપે છે કે જેમ એક જ ચંદ્રના પ્રતિબિંબો પૃથક-પૃથફ પાણીના કુંડાઓમાં પ્રતિબિંબીત થવાથી ચંદ્ર (એક હોવા છતાં) ઘણા લાગે છે, એ રીતે જગતના સર્વે ભિન્ન-ભિન્ન પદાર્થો છે, તે સબ્રહ્મના જ પ્રતિબિંબ છે.
તાત્પર્ય એ છે કે જગતમાં આકારસહિત જે વસ્તુઓ દેખાય છે અને તે ઉત્પત્તિ અને વિનાશના સ્વભાવવાળી દેખાય છે, તે સત્ય નથી. કારણ કે તમામ પદાર્થોનું મૂળ ઉપાદાન સ્વરૂપ જે હંમેશા અવિનાશી છે, તે જ સત્ય છે અને તે એક જ છે. આ તત્ત્વનું નામ જ બ્રહ્મ છે. બ્રહ્મ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ છે.
હવે ઉદાહરણ આપીને જ ભિન્ન-ભિન્ન પદાર્થના ભેદોનું કારણ સમજાવાય છે. यथा विशुद्धमाकाशं तिमिरोपप्लुतो जनः । संकीर्णमिव मात्राभिभित्राभिरभिमन्यते ।। तथेदममलं ब्रह्म निर्विकल्पमविद्यया રુષત્વમવાપન્ન, મેરુ પ્રાશને સાધ૪૪-૪૫ શા.વા. સમુ. ||
શ્લોકાર્થ : જે પ્રમાણે (આંખના એક રોગ) તિમિરથી ઉપડુતમાણસ વિશુદ્ધ (અસંકીર્ણ) એવા આકાશને કેશમક્ષિકા આદિ ભિન્ન-ભિન્ન માત્રાઓ વડે સંકીર્ણ માને છે. તે પ્રમાણે અમલ (અત્યંત શુદ્ધ) અને નિર્વિકલ્પ (નિરવયવ) બ્રહ્મ, (દ્વતના અધ્યાસરૂપ) અવિઘા વડે કલુષિતપણાને પામેલું છતું (બ્રહ્મ) નીલાદિભેદરૂપે પ્રકાશે છે.
કહેવાનો આશય એ છે જેમ આકાશ એક અને નિર્મલ છે, તેમ બ્રહ્મ પણ એકરૂપવાળું સત્ તથા અત્યંત નિર્મલ છે. પરંતુ અવિદ્યાના કારણો બ્રહ્મમાં કલુષિતતા આવે છે. તેના કારણે જગતમાં દેખાતા ભિન્ન-ભિન્ન પદાર્થસૂમહમાં ભેદ અને અશુદ્ધતા દેખાય છે. બ્રહ્મ નિર્વિકલ્પ = નિરવયવ એકરૂપવાળું છે. પણ અવિદ્યાના કારણે ભિન્ન-ભિન્ન ભેદો દેખાય છે.
વેદાંતના વિભિન્ન સંપ્રદાય અને તેમની માન્યતાઓ. ૧. નિર્વિશેષાદ્વૈત (કેવલાદ્વૈત) : વેદાંતદર્શનના પ્રાય: દસ ભાષ્યોમાં સૌથી પ્રસિદ્ધ અને બહુપ્રચલિત ભાષ્ય શંકરાચાર્યનું છે. તે બ્રહ્મસૂત્ર ઉપરનું શારીરિકભાષ્ય' છે.
તેમના અદ્વૈતસિદ્ધાંતનો સારાંશ એ છે કે આ જગતમાં આપણને નેત્રોથી જે કંઈ દેખાય છે, તે સત્ય નથી. આ સમસ્તવિશ્વપ્રપંચમાં જો કોઈ વસ્તુ સત્ય હોય, તો તે બ્રહ્મની ચૈતન્યસત્તા છે. જે પોતાની માયા અર્થાત્ અવિદ્યા