________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
४११
વળી ઈશ્વરને સમસ્ત જગતના કર્તા માનવામાં (સ્વીકારવામાં) આવશે તો “આ શાસ્ત્ર પ્રમાણભૂત છે” અને “આ શાસ્ત્ર અપ્રમાણભૂત છે' આવી શાસ્ત્રોના પ્રમાણ-અપ્રમાણની કરેલી વ્યવસ્થાનો વિલોપ થઈ જશે. કારણકે સર્વે શાસ્ત્રો ઈશ્વરપ્રણીત હોવાના કારણે પ્રમાણ જ થઈ જશે. આથી વાદિ અને પ્રતિવાદિની વ્યવસ્થાનો વિલોપ થઈ જશે. કેમકે સર્વશાસ્ત્રો ઈશ્વરના ઉપદેશ (આદેશ-ઈશારા)થી રચાયા હોવાના કારણે તેમાં વિરોધનો અવકાશ નથી. આથી પ્રતિવાદિનો અભાવ થઈ જાય છે અને અમેપણ (જૈનો) જગતની અંદર સમાવેશ પામીએ છીએ. આથી ઈશ્વરને જગતના નિયમ્ન માનશો તો, અમે લોકો (જૈનો) પણ જે ઈશ્વરનું ખંડન કરીએ છીએ, તે ઈશ્વરના ઈશારાથી જ કરીએ છીએ. તેથી અમે પ્રતિવાદિ નહિ કહેવાઈએ.
આમ કોઈપણ રીતે મહેશ(ઈશ્વર)સૃષ્ટિના કર્તા સિદ્ધ થતા નથી. તેથી સભૂતઅર્થના પ્રકાશક હોવાથી વીતરાગ એવા સર્વજ્ઞ દેવ જ દેવ તરીકે સ્વીકારવા યોગ્ય છે. બીજા કોઈ નહિ તે વાત નક્કી થાય છે. __ अत्र जल्पन्ति जैमिनीयाः । इह हि सर्वज्ञादिविशेषणविशिष्टो भवदभिमतः कश्चानापि देवो नास्ति, तद्ग्राहकप्रमाणाभावात् । तथाहि-न तावत्प्रत्यक्षं तद्ग्राहकं, 'संबद्धं वर्त्तमानं हि गृह्यते चक्षुरादिना' [मी. श्लो. प्रत्यक्ष सू. श्लो. ८४] इति वचनात् । न चानुमानं, प्रत्यक्षदृष्ट एवार्थे तत्प्रवर्तनात् । न चागमः, सर्वज्ञस्यासिद्धत्वेन तदागमस्यापि विवादास्पदत्वात् । न चोपमानं, सर्वज्ञसदृशस्यापरस्याभावात् । न चार्थापत्तिरपि, सर्वज्ञसाधकस्या-न्यथानुपपन्नार्थस्यादर्शनात् । ततः प्रमाणपञ्चकाप्रवृत्तेरभावप्रमाणगोचर एव सर्वज्ञः । तदुक्तम्-“प्रमाणपञ्चकं यत्र वस्तुरूपे न जायते । वस्त्वसत्त्वावबोधार्थं तत्राभावप्रमाणता ।।१ ।।" [मी० श्लोक० अभाव० श्लो० १] इति । प्रयोगऽत्र नास्ति सर्वज्ञः, प्रमाणपञ्चकाग्राह्यमाणत्वात, खरविषाणवत् । किंच, यथाऽनादेरपि सुवर्णमलस्य क्षारमृत्पुटपाकादिप्रक्रियया विशोध्यमानस्य निर्मलत्वं, एवमात्मनोऽपि निरन्तरं ज्ञानाद्यभ्यासेन विगतमलत्वात्सर्वज्ञत्वं किं न भवेदिति मतिस्तदपि न, अभ्यासेन हि शुद्धेस्तारतम्यमेव भवेन्न परमः प्रकर्षः, न हि नरस्य लङ्घनमभ्यासतस्तारतम्यवदप्युपलभ्यमानं सकललोकविषयमुपलभ्यते । उक्तं च “दशहस्तान्तरं व्योम्नो यो नामोत्प्लुत्य गच्छति । न योजनशतं गन्तुं शक्तोऽभ्यासशतैरपि ।।9।।” इति । अपि च स सर्वं वस्तुजातं केन प्रमाणेन जानाति । किं प्रत्यक्षेणोत यथासंभवं सर्वैरेव प्रमाणैः । न तावत्प्रत्यक्षेण, तस्य सन्निहितप्रतिनियतार्थग्राहित्वात् ।