________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ६२-६३, वैशेषिक दर्शन
७३५
कथमिति चेत् ? उच्यते, यदीयधर्माधर्माभिसंस्कृतकर्णशष्कुल्यवरुद्धं यन्नभस्तत्तस्य श्रोत्रमिति विभागः, अत एव नासिकादिरन्ध्रान्तरेण न शब्दोपलम्भः संजायते । तत्कर्णशष्कलीविघाताद्बाधिर्यादिकं च व्यवस्थाप्यत इति ५ । संङ्ख्या तु एकादिव्यवहारहेतुरेकत्वादिलक्षणा । सा पुनरेकद्रव्या चानेकद्रव्या च । तत्रैकसंख्यैकद्रव्या, अनेकसङ्ख्या तु द्वित्वादिसङ्ख्या । तत्रैकद्रव्यायाः सलिलादिपरमाण्वादिगतरूपादीनामिव नित्यानित्यत्वनिष्पत्तयः । अनेकद्रव्यायास्त्वेकत्वेभ्योऽनेकविषयबुद्धिसहितेभ्यो निष्पत्तिः । अपेक्षाबुद्धिविनाशाच विनाशः क्वचित्त्वाश्रयविनाशादिति ६ । प्राप्तिपूर्विका ह्यप्राप्तिविभागः, अप्राप्तिपूर्विका च प्राप्तिः संयोगः । एतौ च द्रव्येषु यथाक्रमं विभक्तसंयुक्तप्रत्ययहेतू । अन्यतरोभयकर्मजौ विभागसंयोगौ च यथाक्रमम् । ७-८ ।
ટીકાનો ભાવાનુવાદ ઃ - સ્પર્શેન્દ્રિયથી ગ્રાહ્ય સ્પર્શગુણ છે. અર્થાત્ સ્પર્શેન્દ્રિયનો વિષયભૂતગુણ સ્પર્શ છે. તે પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુમાં રહે છે. (૧) રસેન્દ્રિયથી ગ્રાહ્ય ગુણ રસ છે. તે પૃથ્વી, પાણીમાં રહે છે. (૨) ચક્ષુથી ગ્રાહ્ય રૂપગુણ છે. તે પૃથ્વી, પાણી અને અગ્નિમાં રહે છે. તે રૂપ જલીય પરમાણુઓમાં તથા તૈજસીયપરમાણુઓમાં નિત્ય છે. તથા પાર્થિવ પરમાણુઓનું રૂપ અગ્નિના સંયોગથી નાશ પામી જાય છે. સર્વ કાર્યોમાં કારણના રૂપથી રૂપ ઉત્પન્ન થાય છે. અર્થાત્ સર્વ કાર્યોમાં રહેલું રૂપ કારણરૂપપૂર્વક ઉત્પન્ન થાય છે. (જ્યારે) કુયણુકાદિ કાર્યો ઉત્પન્ન થઈ જાય છે, ત્યારબાદ તેમાં રૂપ ઉત્પન્ન થાય છે. અર્થાત્ પહેલા કૂયણુકાદિ કાર્યો ઉત્પન્ન થાય છે અને પછી તેમાં રૂપ ઉત્પન્ન થાય છે. કારણકે રૂપાદિ ગુણ છે. આથી તે નિરાધાર ઉત્પન્ન થઈ શકતા નથી. તેનું આધારભૂતદ્રવ્ય હોવું જ જોઈએ. ટુંકમાં નિરાધારકાર્યનું રૂપ ઉત્પન્ન થતું નથી. તે જ રીતે કાર્યરૂપના વિનાશમાં આધારનો વિનાશ જ હેતુ છે. તેથી પૂર્વે Aકાર્યદ્રવ્યનાશ થાય છે. ત્યારબાદ રૂપનો વિનાશ થાય છે. આ પ્રક્રિયા ખૂબ જલ્દી થતી હોવાથી ક્રમનું ગ્રહણ થતું નથી. (ક્ષણ એટલી સૂક્ષ્મ હોય છે કે તે આપણી દૃષ્ટિમાં આવતી નથી. તે જ કારણે કાર્યદ્રવ્યના વિનાશને અને તેના રૂપના વિનાશને એક જ ક્ષણમાં માની લઈએ છે. તેથી ક્રમશઃ થતી પ્રક્રિયા આપણી દૃષ્ટિમાં આવતી નથી.) (૩) ધ્રાણેન્દ્રિયથી ગ્રાહ્યગુણ ગંધ છે. તે માત્ર પૃથ્વીમાં રહે છે. સ્પર્ધાદિનું ઇતર-વ્યવચ્છેદકલક્ષણ
A એક બાજુ કહે છે કે ગુણ નિરાધાર રહી શકતો નથી અને બીજી બાજુ કહે છે કે કાર્યદ્રવ્ય= આધારનો નાશ
થાય, તેની બીજી ક્ષણે રુપ ગુણ નાશ પામે છે. તો ગુણ એકક્ષણ નિરાધાર ન બન્યો ? પરસ્પર વિરુદ્ધ વાત છે, તે જૈનદર્શનમાં આગળ બતાવી છે.