________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक-६१, वैशेषिक दर्शन
૭રૂર
આ પ્રમાણે પૃથ્વી આદિના પાષાણાદિ ભેદોમાં પણ પૃથ્વીત્વાદિનો સમવાયસંબંધ જાણવો. તે સમવાય જલાદિપદાર્થોથી પૃથ્વીને ભિન્ન સિદ્ધ કરે છે તથા પૃથ્વી આદિ જલાદિથી ભિન્ન છે, આવા વ્યવહારમાં કારણ બને છે. અર્થાત્ આ પ્રમાણે પૃથ્વીમાં પૃથ્વીત્વનો સમવાય, અગ્નિમાં અગ્નિત્વનો સમવાય, તે પૃથ્વી આદિની ઇતરદ્રવ્યોથી વ્યાવૃત્તિ કરાવીને “પૃથ્વી આદિ . અનુગતવ્યવહારમાં કારણ બને છે.
ભેદ વિનાના આકાશ, કાલ, દિશા, આ ત્રણદ્રવ્યોની આકાશ, કાલ, દિશા - આ સંજ્ઞાઓ તથા વ્યવહાર અનાદિકાલીન છે. અર્થાત્ આકાશ, કાલ અને દિશા એક-એક જ દ્રવ્ય છે. આથી તેમાં આકાશત્વ આદિ જાતિ પ્રાપ્ત થતી નથી. તેથી તેઓની ‘આકાશ, કાલ અને દિશા” આ સંજ્ઞાઓ અનાદિકાલીન છે.
આ નવે પ્રકારના પણ દ્રવ્યોના સામાન્યથી બે પ્રકાર છે. (૧) અદ્રવ્ય દ્રવ્ય (૨) અનેકદ્રવ્ય દ્રવ્ય. તેમાં આકાશ, કાલ, દિશા, આત્મા, મન અને પરમાણુઓ અદ્રવ્ય દ્રવ્યો છે. કારણ કે કારણદ્રવ્યોથી ઉત્પન્ન થતા નથી. તેથી આકાશાદિ અદ્રવ્ય દ્રવ્યો છે. અર્થાત્ નિત્ય છે.
ચણકાદિ સ્કંધો અનેકદ્રવ્યો છે. (જેની ઉત્પત્તિમાં અનેક દ્રવ્યો સમવાયિકારણ બને છે, તે અનેકદ્રવ્ય દ્રવ્ય છે. અર્થાત્ અનિત્ય દ્રવ્ય કહેવાય છે. જેમકે પરમાણુથી ઉત્પન્ન થયેલા હુયણુકાદિ. એટલે કે દ્રવ્ય ક્યાં તો અદ્રવ્ય-નિત્ય હશે કે અનેકદ્રવ્ય = અનિત્ય હશે. કોઈપણ દ્રવ્ય “એક દ્રવ્ય' - જેની ઉત્પત્તિમાં એક જ સમવાયિકારણ હોય તે એકદ્રવ્ય, હોઈ શકતું નથી. જેમકે જ્ઞાનાદિગુણ.)
બે પરમાણુથી ઉત્પન્ન થવાવાળા કાર્યદ્રવ્યને અણુ કહેવાય છે. કારણકે બે પરમાણુથી ઉત્પન્ન થયેલા કૂચણકનું અણુપરિમાણ હોય છે. (તે જ રીતે) ત્રણ-ચાર પરમાણુઓથી ઉત્પન્ન થયેલા કાર્યદ્રવ્યનું પરિમાણ પણ અણુ જ હોય છે. પરંતુ તે ક્યણુક કહેવાતો નથી. ત્રણ કે ચાર યણકથી ઉત્પન્ન થયેલા કાર્યદ્રવ્યને વ્યણુક કહેવાય છે. પરંતુ બે કયણુકથી ઉત્પન્ન થયેલા કાર્યદ્રવ્યને ચણુક કહેવાતું નથી. કારણકે બે કયણુકથી ઉત્પન્ન થયેલા કાર્યદ્રવ્યની ઉપલબ્ધિમાં નિમિત્તભૂત મહત્ત્વ હોતું નથી. તથા વ્યણુક જ પ્રત્યક્ષને યોગ્ય માનેલ છે. આ રીતે આગળ-આગળ મહાનપરિમાણવાળા દ્રવ્યોની ઉત્પત્તિ જાણવી. (કહેવાનો આશય એ છે કે ત્રણ કે ચાર કુરાણકથી ઉત્પન્ન થવાવાળું કાર્યદ્રવ્ય ત્રણુક કહેવાય છે. બે ચકોથી ઉત્પન્ન થનારા કાર્યદ્રવ્યને વ્યણુક કહી શકાતું નથી, કારણકે બે કયણકોથી ઉત્પન્ન કાર્યમાં ઇન્દ્રિયોથી ગ્રહણ કરવા યોગ્ય મહત્ત્વપરિમાણ હોતું નથી. વ્યણુકદ્રવ્ય જ ઇન્દ્રિયગ્રાહ્ય છે. આ રીતે આગળ આગળ મહાનુપરિમાણવાળા કાર્યદ્રવ્યોની ઉત્પત્તિ થતી જાય છે. વિશેષમાં “કારણ દ્રવ્યનું પરિમાણ કાર્યમાં સ્વ-સજાતીય ઉત્કૃષ્ટપરિમાણને ઉત્પન્ન કરે છે' આવો નિયમ છે. જો પરમાણુના પરિમાણને યણુકના