________________
७१६
षड्दर्शन समुझय भाग-२, श्लोक-५८, जैनदर्शन
અનાગત પદાર્થોનું અનુમાન પણ અપ્રમાણ થઈ જશે. અતીત અને અનાગત પદાર્થ વિનષ્ટ અને અનુત્પન્ન હોવાથી અસત્ છે. આથી તેનાથી અનુમાનની ઉત્પત્તિ થઈ શકશે નહિ, છતાં પણ) નૈયાયિકો અને વૈશેષિકો આગમની જેમ અનુમાનને પણ ત્રિકાલવિષયક માને છે. ધૂમથી વર્તમાનકાલીન અગ્નિનું અનુમાન થાય છે. મેઘોન્નતિથી = વિશિષ્ટઘન ઘેરાયેલા વાદળાને દેખીને થવાવાળા વૃષ્ટિનું અનુમાન કરાય છે – અનાગતવૃષ્ટિનું અનુમાન કરાય છે. નદીના પૂરને જોઈને અતીતવૃષ્ટિનું અનુમાન કરાય છે. તેથી આ પ્રમાણે ધારાવાહિજ્ઞાનો અને અનુમાનની સાથે સ્મૃતિની સમાનતા હોવા છતાં નૈયાયિકો અને વૈશેષિકો સ્મૃતિને અપ્રમાણભૂત માને છે અને ધારાવાહિજ્ઞાનાદિને પ્રમાણભૂત માને છે તે પૂર્વાપરવિરોધ છે. (૯)
ईश्वरस्य सर्वार्थविषयं प्रत्यक्षं किमिन्द्रियार्थसंनिकर्षनिरपेक्षमिष्यत आहोस्विदिन्द्रियार्थसंनिकर्षोत्पन्नम् ? यदीन्द्रियार्थसन्निकर्षनिरपेक्षं तदेन्द्रियार्थसन्निकर्षोत्पन्नं ज्ञानमव्यपदेश्यमित्यत्र सूत्रे संनिकर्षोपादानं निरर्थकं भवेत्, ईश्वरप्रत्यक्षस्य संनिकर्षं विनापि भावात् । अथेश्वरप्रत्यक्षमिन्द्रियार्थसंनिकर्षोत्पन्नमेवाभिप्रेयत इति चेत् ? उच्यते, नहीश्वरसंबन्धिमनसोऽणुपरिमाणत्वाद्युगपत्सर्वाथैः संयोगो भवेत्, ततश्चैकमर्थं स यदा वेत्ति तदा नापरान् सतोऽप्यर्थान् ततोऽस्मदादिवन्न तस्य कदापि सर्वज्ञता, युगपत्संनिकर्षासंभवेन सर्वार्थानां युगपदवेदनात् । अथ सर्वार्थानां क्रमेण संवेदनात् सर्वज्ञ इति चेत् ? न, बहुना कालेन सर्वार्थसंवेदनस्य खण्डपरशाविवास्मदादिष्वपि संभवात्ते(अस्मदादयो)ऽपि सर्वज्ञाः प्रसजेयुः । अपि च अतीतानागतानामर्थानां विनष्टानुत्पन्नत्वादेव मनसा संनिकर्षो न भवेत्, सतामेव संयोगसंभवात्तेषां च तदानीमसत्त्वात्, ततः कथं महेश्वरस्य ज्ञानमतीतानागतार्थग्राहकं स्यात्, सर्वार्थग्राहकं च तज्ज्ञानमिष्यते ततः पूर्वापरो विरोधः सुबोधः । एवं योगिनामपि सर्वार्थसंवेदनं दुर्धरविरोधरुद्धमवबोद्धव्यम् १० । कार्यद्रव्ये प्रागुत्पन्ने सति तस्य रूपं पश्चादुत्पद्यते निराश्रयस्य रूपस्य गुणत्वात्प्रागनुत्पादनेति पूर्वमुक्त्वा पश्चाश्च कार्यद्रव्ये विनष्टे तद्रूपं विनश्यतीत्युच्यमानं पूर्वापरविरुद्धं भवेत्, यत्रोऽत्र रूपं कार्ये विनष्टे सति निराश्रयं स्थितं सत् पश्चाद्विनश्यदिति ।।११।। ટીકાનો ભાવાનુવાદઃ (નૈયાયિકો અને વૈશેષિકો ઈશ્વરને જગતના સર્વપદાર્થોના જ્ઞાતા માને છે.) ઈશ્વરનું તે સર્વાર્થવિષયકપ્રત્યક્ષ શું ઇન્દ્રિયાર્થસગ્નિકર્ષથી નિરપેક્ષ માનો છો કે ઇન્દ્રિયાર્થસન્નિકર્ષથી ઉત્પન્ન