________________
७१०
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५८, जैनदर्शन
અન્વય અને વ્યતિરેકનું જ્ઞાન થઈ શકશે નહિ. જે જ્ઞાન પ્રથમ સાધનની સત્તાને ગ્રહણ કરીને તેના સદ્ભાવમાં જ સાધ્યની સત્તાને તથા સાધ્યના અભાવમાં સાધનના અભાવને જાણવાનું છે. તેમાં જ્ઞાનનો વ્યાપાર એક ક્ષણથી વિશેષ લાંબો ચાલે છે અને તેવા જ્ઞાનથી જ અન્વયવ્યતિકર જાણી શકાય છે. પરંતુ ક્ષણભંગુરવાદમાં કોઈપણ જ્ઞાનક્ષણનો આટલો લાંબો વ્યાપાર અસંભવિત છે. આથી ક્ષણભંગ માનીને અન્વય-વ્યતિરેકના ગ્રહણને અસંભવિત બનાવી દેવો અને) ત્યારબાદ સાધ્ય-સાધનના ત્રિકાલવિષયક વ્યાતિજ્ઞાનને માનનારા બૌદ્ધને કેવી રીતે પૂર્વાપર વિરોધ ન આવે ? (અર્થાતું પ્રથમ ક્ષણભંગનો સ્વીકાર કરીને (પૂર્વે કહ્યા પ્રમાણે) અન્વયવ્યતિરેકના ગ્રહણને અસંભવિત બનાવીને, બાદમાં જ્યાં જ્યાં સાધન ત્યાં ત્યાં સાધ્ય તથા “જ્યાં જ્યાં સાધ્યાભાવ ત્યાં ત્યાં સાધનાભાવ” આવા સાધ્યસાધનના (કે જેનો વ્યાપાર લાંબો કાળ ચાલે છે, તેવા) ત્રિકાલવિષયક વ્યાપ્તિજ્ઞાનનો સ્વીકાર કરવો અર્થાત્ સર્વસંગ્રાહી અન્વય-વ્યતિરેકમૂલક વ્યાપ્તિજ્ઞાનથી વ્યવહાર ચલાવવો, તે સ્પષ્ટ રીતે પૂર્વાપરવિરોધ છે. ટુંકમાં એક બાજું પદાર્થને ક્ષણભંગુર માનીને અન્વય-વ્યતિરેક જ્ઞાનને અસંભવિત બનાવવું અને બીજી બાજું અન્વય-વ્યતિરેકમૂલક વ્યાપ્તિ જ્ઞાનને માનવું તે સ્પષ્ટતયા વિરુદ્ધ છે.) (૪) ____ तथा क्षणक्षयमभिधाय । “इत एकनवतौ कल्पे शक्तया मे पुरुषो हतः । तत्कर्मणो विपाकेन पादे विद्धोऽस्मि भिक्षवः ।।१।।" इत्यत्र श्लोके जन्मान्तरविषये मेशब्दास्मिशब्दयोः प्रयोगं क्षणक्षयविरुद्धं ब्रुवाणस्य बुद्धस्य कथं न पूर्वापरविरोधः ५ । तथा निरंशं सर्वं वस्तु प्राग्प्रोच्य हिंसाविरतिदानचित्तस्वसंवेदनं तु स्वगतं सद्व्यचेतनत्वस्वर्गप्रापणशक्त्यादिकं गृह्णदपि स्वगतस्य सद्व्यत्वादेरेकस्यांशस्य निर्णयमुत्पादयति न पुनः स्वगतस्यापि द्वितीयस्य स्वर्गप्रापणशक्तयादेरंशस्येति सांशतां पश्चाद्वदतः सौगतस्य कथं पूर्वापरविरुद्धं वचो न स्यात् ६ । एवं निर्विकल्पकमध्यक्ष नीलादिकस्य वस्तुनः सामस्त्येन ग्रहणं कुर्वाणमपि नीलाद्यंशे निर्णयमुत्पादयति न पुनर्नीलाद्यर्थगते क्षणक्षयेऽश इति सांशतामभिदधतः सौगतस्य पूर्वापरवचोविरोधः सुबोध एव ७ । तथा हेतोस्त्रैरूप्यं संशयस्य चोल्लेखद्वयात्मकतामभिदधानोऽपि स सांशं वस्तु यन्न मन्यते तदपि पूर्वापरविरुद्धम् ८ । तथा परस्परानाश्लिष्टा एवाणवः प्रत्यासत्तिभाजः समुदिता घटादिरूपतया प्रतिभासन्ते न पुनरन्योन्यमङ्गाङ्गिभावरूपेणारब्धस्कन्धकार्यास्ते इति हि बौद्धमतम् । तत्र चामी दोषाः । परस्परपरमणूनामनाश्लिष्टत्वाद्धटस्यैकदेशे हस्तेन
१ तेन कर्मविपाकेन