________________
४०६
પર્શન સમુન્નવ માળ – ૨, ોદ - ૪૧-૪૬, જૈનવર્ઝન
ટીકાનો ભાવાનુવાદ :
વળી ઈશ્વરની જગતનિર્માણમાં પ્રવૃત્તિ છે, તે શું (૧) યથારૂચિ છે ? કે (૨) કર્મની પરતંત્રતાથી છે ? કે (૩) કરુણાથી છે ? કે (૪) ક્રીડાથી છે ? કે (૫) નિગ્રહ-અનુગ્રહ કરવા માટે છે કે (૬) સ્વભાવથી જ પ્રવૃત્તિ છે. ?
‘ઈશ્વરની જગતનિર્માણમાં પ્રવૃતિ યથારૂચિ છે.' તેમ કહેશો તો જેવું જગત છે, તેનાથી ક્યારેક વિલક્ષણજગત પણ બની જવાની આપત્તિ આવશે.
“જીવોના પુણ્ય-પાપ કર્મોને આધીનથઈને ઈશ્વર જગતનું નિર્માણ કરે છે.” આવું કહેશો તો ઈશ્વરની સ્વતંત્રતા હણાઈ જશે.
“કરુણાથી ઈશ્વર જગતનું નિર્માણ કરે છે.' તેમ કહેશો તો ઈશ્વર સર્વ પણ જગતને સુખી જ કરશે. જો એમ કહેશો કે “જીવો પૂર્વે ભેગા કરેલા કર્મોને કારણે દુઃખ અનુભવે છે, તેમાં ઈશ્વર શું કરે ? ઈશ્વર તો કરુણાથી ભરેલા જ છે.’ તો ઈશ્વરનો જગતને સુખી કરવાનો પુરુષાર્થ શું રહ્યો ? ઈશ્વરથી બળવાન તો કર્મ સિદ્ધ થઈ ગયું.
તમે એમ કહેશો કે “ઈશ્વર જગત નિર્માણમાં પુણ્ય-પાપરૂપ અદૃષ્ટની અપેક્ષા રાખે છે.” તો પછી ઈશ્વરની કલ્પનાની શી જરૂ૨ છે ? આખું જગત જ અદૃષ્ટને આધીન માનો ને ! તેમાં શું વાંધો છે ? જગતને ઈશ્વરને પરતંત્ર માનવાની શી જરૂર છે ? આવા ગળામાં થયેલ નિરર્થક માંસપિંડ = અંતર્ગડુની જેમ ઈશ્વરની કલ્પનાથી શું ? અર્થાત્ ઈશ્વરની કલ્પનાથી સર્યું.
‘ઈશ્વર ક્રીડાથી જગત નિર્માણમાં પ્રવૃત્ત થયેલા છે' એમ કહેશો તો જગત ઈશ્વરનું ક્રીડાક્ષેત્ર બની જશે. તેથી ઈશ્વર પણ બાળકનીજેમ રાગ-દ્વેષવાળા થઈ જશે.
‘ઈશ્વર અનુગ્રહ અને નિગ્રહમાટે જગતનું નિર્માણ કરે છે' તેમ કહેશો તો ઈશ્વર રાજાની જેમ રાગ-દ્વેષ વાળા થઈ જશે. જેમ રાજા શિષ્યોના અનુગ્રહ માટે રાગથી અને દુષ્ટોના નિગ્રહ માટે દ્વેષથી પ્રવૃત્તિ કરે છે. તેમ ઈશ્વર પણ અનુગ્રહ-નિગ્રહ માટે જગતનિર્માણની પ્રવૃત્તિ કરતા હોય તો રાજાની જેમ રાગી-દ્વેષી બની જશે. વીતરાગી નહિ રહે.
“ઈશ્વર સ્વભાવથી જ જગતનું નિર્માણ કરે છે.” તેમ કહેશો તો અચેતનપદાર્થોનો પણ એ જ સ્વભાવ માની લેવો જોઈએ કે - ‘જેવા કારણોનો સંયોગ થાય છે, તેવા સ્વરૂપે પોતાની પ્રવૃત્તિ સ્વભાવથી જ કરે છે.' તેમાં ઈશ્વરની કર્તા તરીકે કલ્પના કરવી જરૂરી નથી.
આમ ‘કાર્યત્વ’ હેતુ બુદ્ધિમાનકર્તા તરીકે ઈશ્વરને સિદ્ધ કરી શકતો નથી.
આ જ રીતે પૃથ્વીવગેરે બુદ્ધિમાન કર્તાદ્વારા રચાઈ છે. કારણકે (૧) સન્નિવેશવિશિષ્ટ છે.