________________
षड्दर्शन समुश्चय भाग- २, श्लोक - ५७, जैनदर्शन
द्वयानभ्युपगमेन नोपपद्यते । अनित्यस्य तु सतोऽसतो वा सा न घटते, सतः समवायवर्तिनि व्यापारायोगात्, व्यापारे वा स्वस्वकारणकाल एव जातानामुत्तरोत्तरसर्वक्षणानामेकक्षणवर्तित्वप्रसङ्गात्, सकलभावानां मिथःकार्यकारणभावप्रसक्तेश्च, असतश्च सकलशक्तिविकलत्वेन कार्यकारणासंभवात्, अन्यथा शशविषाणादेरपि तत्प्रसङ्गात् । तदित्थं साध्यादीनां संबन्धानुपपत्तेरेकान्तमते पक्षधर्मत्वादि हेतुलक्षणमसंगतमेव स्यात्, तथा च प्रतिबन्धो दुरुपपाद एव । तथैकान्तवादिनां प्रतिबन्धग्रहणमपि न जाघटीति, अविचलितस्वरूपे आत्मनि ज्ञानपौर्वापर्याभावात्, प्रतिक्षणध्वंसिन्यपि कार्यकारणाधुभयग्रहणानुवृत्त्यैकचैतन्याभावात् । न च कार्याद्यनुभवानन्तरभाविना स्मरणेन कार्यकारणभावादिः प्रतिबन्धोऽनुसंधीयत इति वक्तव्यं, अनुभूत एव स्मरणप्रादुर्भावात् । न च प्रतिबन्धः केनचिदनुभूतः, तस्योभयनिष्ठत्वात् । उभयस्य पूर्वापरकालभाविन एकनाग्रहणादिति न प्रतिबन्धनिश्चयोऽपि । तदेवमेकान्तपक्षे परैरुश्चार्यमाणः सर्वोऽपि हेतुः प्रतिबन्धस्याभावादनिश्चयायानैकान्तिक एव भवेत् ३ । ટીકાનો ભાવાનુવાદ સાધ્ય અને સાધનમાં કાર્ય-કારણભાવ હોતે છતે જ તદુત્પત્તિસંબંધની વિચારણા કરી શકાય. અને કાર્ય-કારણભાવ અWક્રિયાવાળા પદાર્થોમાં થાય છે. અર્થાત્ પદાર્થોમાં અર્થક્રિયા સિદ્ધ થાય, તો જ કાર્ય-કારણભાવ સિદ્ધ થાય છે અને ત્યારબાદ જ તદુત્પત્તિસંબંધની વિચારણા કરી શકાય. નિત્ય પદાર્થમાં ક્રમથી કે યુગપતુ સહકારિઓની મદદ હોતે છતે કે સહકારિઓની મદદ નહિ હોતે છતે અર્થક્રિયાની જનકતા કે અજનકતા મનાયેલી ન હોવાથી (નિત્ય પદાર્થમાં) અર્થક્રિયા સંગત થતી નથી. (કહેવાનો આશય એ છે નિત્ય પદાર્થ હંમેશાં એક સ્વભાવવાળો હોવાના કારણે, તેમાં ક્રમથી તથા યુગપતુ સહકારિઓની મદદથી તથા તેની મદદ વિના કોઈપણ રીતે કોઈપણ અર્થક્રિયા કરી શકતો નથી. કારણ કે અનેક કાર્યોને ઉત્પન્ન કરવા માટે અનેકસ્વભાવોની આવશ્યક્તા છે. તે અનેકસ્વભાવતાનો નિત્યમાં સર્વથા અભાવ છે.)
સર્વથા અનિત્યપદાર્થમાં પણ પોતાના સદ્દભાવમાં કે અસદુભાવમાં અર્થક્રિયા ઘટતી નથી. જો તે અનિત્ય પદાર્થ પોતાના સદુભાવમાં જ પોતાની અર્થક્રિયાને ઉત્પન્ન કરે છે, તો સમવાયવર્તિની = સમાન સમયવાળાઓમાં વ્યાપારનો અભાવ છે = કાર્યકારણભાવનો અભાવ છે. જો એક સમયે રહેવાવાળાઓમાં પણ વ્યાપાર = કાર્યકારણભાવ થઈ જાય, તો સ્વ-સ્વ કારણ કાળમાં જ ઉત્તરોત્તરક્ષણોમાં ઉત્પન્ન થનારા કાર્યો એક ક્ષણમાં જ થઈ જવાની આપત્તિ આવશે.