________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
ઉત્તર પણ ઉચિત નથી. કારણકે જો સ્વતઃ જ સર્વવ્યક્તિઓ (ઘોડાઓ) સમાન=સદ્દેશ છે, પરસ્પર અત્યંત સમાન છે, તો તે સદશતાથી જ ‘અશ્વ, અશ્વ’ આવું અનુગતાકારજ્ઞાન ઉત્પન્ન જશે. તો પછી તે અનુગતાકારજ્ઞાન માટે ભિન્ન એક અશ્વત્વ નામના સામાન્યની કલ્પના કરવી નિરર્થક છે. જો સ્વત: વ્યક્તિઓ અસાધારણ = વિલક્ષણ છે. અર્થાત્ સર્વે અશ્વો સ્વભાવથી જ વિલક્ષણ હોય, એકબીજાથી સમાન ન હોય, તો બીજા સાધારણના યોગથી પણ તેમાં સમાનતા નહિ આવે. અર્થાત્ અશ્વો સ્વભાવથી પરસ્પરવિલક્ષણ હોય તો સામાન્યના યોગથી પણ તેમાં ‘અશ્વ અશ્વ' આ સાધારણ = સદેશપ્રત્યયને ઉત્પન્ન કરવાની શક્તિ આવી શકશે નહિ. કારણ કે તે અશ્વો સ્વત:અસાધારણરૂપ છે. (તથા જે સ્વત: વિલક્ષણ છે, તેમાં બીજો પદાર્થ સદશતા કેવી રીતે લાવી શકે ?) આ પ્રમાણે વ્યક્તિઓથી સર્વથાભિન્ન સામાન્યનો અભાવ હોવાથી, સામાન્યની સિદ્ધિ થતી નથી. અને આવા અસિદ્ધ સામાન્યથી સાધ્યની સિદ્ધિ કેવી રીતે થઈ શકે ?
६९४
“સામાન્ય હેતુ વ્યક્તિથી અભિન્ન છે”-આ પક્ષ પણ અયુક્ત છે. કારણકે જે વ્યક્તિથી અભિન્ન હોય તે વ્યક્તિસ્વરૂપ બની જાય છે તથા જેમ એક વ્યક્તિનો બીજી વ્યક્તિમાં અન્વય જોવા મળતો નથી, તેમ સામાન્યનો પણ બીજી વ્યક્તિમાં અન્વય મળશે નહિ તથા તે બીજી વ્યક્તિમાં અનુગત જ ન હોય તો તેની સામાન્યરૂપતા સંગત થતી નથી. અર્થાત્ તે જો બીજી વ્યક્તિમાં અનુગત જ ન હોય તો તે સામન્ય જ કેવી રીતે બની શકે ? સામાન્ય તો અનેકાનુગત હોય છે. વ્યક્તિથી અભિન્નત્વ અને સામાન્યરૂપતા (આ બે) પરસ્પરવિરોધી છે. અર્થાત્ ‘વ્યક્તિથી અભિન્ન પણ હોવું અને સામાન્ય પણ હોવું' આ તો પરસ્પરવિરોધી વાત છે.
‘સામાન્ય હેતુ વ્યક્તિઓથી ભિન્નાભિન્ન છે' - આ પક્ષ પણ ઉચિત નથી. કારણ કે તેમાં વિરોધ છે. એક સામાન્ય ભિન્ન પણ હોય અને અભિન્ન પણ હોય, તે તો ખરેખર વિરોધી છે.
શંકા : સામાન્ય કોઈક અંશથી વ્યક્તિથી ભિન્ન છે અને કોઈક અંશથી અભિન્ન છે. આ રીતે અમે સામાન્યને ભિન્નાભિન્ન માનીએ છીએ.
સમાધાન : તમારી આ વાત પણ યુક્ત નથી. કારણકે સામાન્ય નિરંશ છે. તેના કોઈ અંશો જ નથી કે જેથી તમારી વાત માની શકાય.
તેથી હેતુ સર્વથાસામાન્યરૂપ તો સિદ્ધ થઈ શકતો નથી.
હેતુને વિશેષરૂપ તો કહી શકાતો નથી. કારણ કે વિશેષ અસાધારણ હોવાના કારણે તેમાં ગમકત્વ નહિ આવે. અર્થાત્ તેમાં પરસ્પર અન્વય મળશે નહિ. કારણકે સાધારણમાં સામાન્યમાં જ અન્વયની સંગતિ થાય છે. અર્થાત્ અન્વય તો સાધારણ = સદશવ્યક્તિઓમાં જ જોવા મળે છે. આથી તે વિશેષરૂપહેતુ પણ સાધ્યનો ગમક બની શકતો નથી.
=