________________
૬૮૪
षड्दर्शन समुद्यय भाग- २, श्लोक -५७, जैनदर्शन
રૂપો માન્યા છે. અમારા દ્વારા હેતના પક્ષધર્મવાદિ ત્રણરૂપોની સાથે સાથે અસ–તિપક્ષત્વ અને પ્રત્યક્ષાગમાબાધિતવિષયત્વ, આ બે રૂપોનો પણ સ્વીકાર કરાયેલો છે. અર્થાત્ અમે લોકોએ હેતુનું પક્ષમાં રહેવું, અપક્ષમાં રહેવું તથા વિપક્ષમાં ન રહેવું - હેતુના આ ત્રણ સ્વરૂપો માન્યા છે. તેની સાથે સાથે પ્રત્યક્ષ અને આગમથી હેતનું બાધિત ન થવું તથા સાધ્યાભાવની સિદ્ધિ કરનારા પ્રતિપક્ષ હેતુનું ન હોવું, આ બે સ્વરૂપ પણ હેતુના માન્યા છે. આથી અમારા મતથી હેતુનો અવિનાભાવ પાંચરૂપોથી પૂર્ણ છે.
જેનઃ (જો પાંચરૂપ હોવાથી જ હેતુ સત્ય બની જતો હોય) તો કેવલાન્વયી અને કેવલવ્યતિરેકી હેતુઓમાં પાંચ રૂપોનો અસંભવ હોવાથી, તે હેતુઓ પણ સાધ્યના અગમક બનવાનો પ્રસંગ આવશે. કહેવાનો આશય એ છે કે કેવલાન્વયી હેતુમાં વિપક્ષાસત્ત્વ સિવાયના ચાર જ રૂપો હોય છે તથા કેવલવ્યતિરેકી તેમાં સાક્ષસત્ત્વ સિવાયના ચાર જ રૂપો હોય છે. અર્થાત્ કેવલાન્વયી હેતુમાં વિપક્ષાસત્ત્વ અને કેવલવ્યતિરેકી હેતુમાં સપક્ષસત્ત્વ રૂપ હોતું નથી. આમ તે બંનેમાં ચાર જ રૂપ છે, પાંચરૂપ નથી. તેથી કેવલાન્વયી અને કેવલવ્યતિરેક હેતુ સાધ્યનો ગમક બનશે નહિ. પરંતુ તે બંનેનું અગમકત્વ તૈયાયિકોને ઇષ્ટ નથી. અર્થાત્ કેવલાન્વયી તથા કેવલવ્યતિરેક હેતુને નૈયાયિકો સાધ્યના ગમક માને છે. તેને હેત્વાભાસ માનતા નથી. નૈયાયિક મતમાં ચારરૂપવાળા. હેતુઓ પણ સત્ય બને જ છે.
આમ હેતુની ત્રિરૂપતા કે પંચરૂપતા જ હેતુની પ્રમાણતામાં નિયામક નથી. પરંતુ અવિનાભાવ (પ્રતિબંધ)નો નિશ્ચય જ હેતની પ્રમાણતામાં નિયામક છે. તેથી પ્રતિબંધ = અવિનાભાવના નિશ્ચાયકપ્રમાણનો અસંભવ હોય ત્યાં હેતુ સાધ્યનો અગમક બને છે. તેથી અન્યથાઅનુપપત્તિથી (અર્થાત્ તપુત્રત્વ અને શ્યામત્વના અવિનાભાવને ગ્રહણ કરવાવાળું પ્રમાણ મળતું ન હોવાથી, તેના અવિનાભાવનો નિશ્ચય થઈ શકતો નથી. તેથી અન્યથા અનુપત્તિથી) અવિનાભાવનો અનિશ્ચય જ તપુત્રત્યાદિ હેતુઓમાં અગમકતાનું કારણ બને છે. અર્થાત્ તપુત્રત્યાદિ હેતુઓ સાધ્યના અગમક બનવામાં કારણ અવિનાભાવનો અનિશ્ચય જ છે. પરંતુ હેતની ત્રિરૂપતાનો કે પંચરૂપતાનો અભાવ સાધ્યની અગમકતામાં નિયામક નથી.
(નૈયાયિક અને બૌદ્ધો પોતાના હેતુની પંચરૂપતા અને ત્રિરૂપતા જ હેતુની સત્યતામાં નિયામક છે. તે વાતને ઉભી રાખવા દલીલો કરે છે, તે ટીકાકારશ્રીએ “કથાત્ર રૂત્તિ” સુધીના શંકાગ્રંથમાં મૂકી છે.)
બૌદ્ધતૈયાયિક : (બૌદ્ધ કહે છે કે, વિપક્ષાસત્ત્વનો નિશ્ચય નથી. અર્થાત્ તપુત્રત્વ હેતુમાં વિપક્ષાસત્ત્વનો નિશ્ચય નથી. (જો તેની વિપક્ષવ્યાવૃત્તિ નિશ્ચિત હોત, તો શ્યામત્વના અભાવમાં તપુત્રત્વની અવશ્ય નિવૃત્તિ થઈ જવી જોઈએ. (પરંતુ “શ્યામત્વના અભાવમાં તપુત્રત્વની