________________
૬૭૮
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
પિંડાવસ્થામાં ઘટાકાર નથી, ઘટાવસ્થામાં ઘટાકાર છે. તેથી પર્યાયરૂપથી ભેદ છે. છતાં પણ બંને અવસ્થામાં માટીરૂપે અન્વય તો છે જ.) (૨).
જે પદાર્થ ભાગદ્વયાત્મક છે. તે એક ભાગમાં સિંહાકાર છે અને એક ભાગમાં નરાકાર છે. (છતાં પણ તેમાં એક) અન્વયી = અવિભાગ દ્રવ્ય છે. તથા (અવયવોની દૃષ્ટિએ) વિભાગ પણ છે. તેને નરસિંહ કહેવાય છે. તે નરસિંહ માત્ર નરરૂપ નથી. કારણકે (અમુક અંશે) સિંહરૂપ પણ છે તથા તે નરસિંહ કેવલ સિંહરૂપ નથી. કારણ કે (અમુક અંશે) નરરૂપ પણ છે. વળી નરસિંહના વાચકશબ્દથી નર અને સિંહનો વાચકશબ્દ ભિન્ન છે. નરસિંહકારના જ્ઞાનથી નર અને સિંહનું જ્ઞાન ભિન્ન છે. તથા નરસિંહના કાર્યથી નર અને સિંહનું કાર્ય ભિન્ન છે. તેથી નરસિંહ (નરરૂપ અને સિંહરૂપ બે જાતિઓથી) ભિન્ન ત્રીજી જાતિ છે. (૩-૪) (નર સિંહાવતારની ચર્ચા દાર્શનિક જગતમાં પ્રસિદ્ધ છે. તે નરસિંહ મુખ આદિ અવયવોમાં સિંહના આકારનો છે તથા અન્ય પગ આદિ અવયવોની દૃષ્ટિએ મનુષ્યના આકારનો છે. અર્થાત્ તે બંને પ્રકારના અવયવોનો અખંડ અવિભાગીરૂપ નરસિંહ છે. તેમાં ભેદદષ્ટિથી નર અને સિંહની કલ્પના કરાતી હોવા છતાં પણ, વસ્તુત: તે બંને અવયવોથી તાદાભ્ય રાખવાવાળો અખંડપદાર્થ છે. તેને નર પણ કહી શકાય તેમ નથી. કારણકે અંશતઃ સિંહરૂપ પણ છે તથા તેને સિંહ પણ કહી શકાય તેમ નથી. કારણકે અંશત: નરરૂપ પણ છે. તે નરસિંહ તો, તે બંનેથી ભિન્ન એક ત્રીજી મિશ્રિતજાતિનો અખંડ પદાર્થ છે કે જેમાં તે બે ભાગ જોવા મળે છે. વિશેષ સુગમ છે.)
(આ રીતે ઘટમાં ભેદભેદરૂપ ત્રીજી જાતિનો તથા નરસિંહમાં ઉભયથી ભિન્ન ત્રીજી જાતિનો સ્વીકાર કરવો તે જ અનેકાંતવાદનું સમર્થન છે.)
હેતુનું લક્ષણ ત્રિરૂપ કે પંચરૂપ કહેતા પરવાદિઓ પણ એકવસ્તુમાં સત્ત્વ-અસત્ત્વ, નિત્યઅનિત્ય આદિ સર્વે ધર્મોનો સ્વીકાર શા માટે નથી કરતા તે આશ્ચર્ય છે ! (૫) (કહેવાનો આશય એ છે કે પક્ષધર્મતા, સપક્ષસત્ત્વ, વિપક્ષાસત્ત્વ, અબાધિતવિષયત્વ, અસત્પતિપક્ષત્વ, આ પાંચ રૂપો હેતના કેટલાક નૈયાયિકો માને છે. બૌદ્ધો પ્રારંભના ત્રણરૂપોવાળો હેતુ માને છે. એક જ હેતુમાં પાંચ કે ત્રણરૂપોને સ્વીકારતા બૌદ્ધો અને નૈયાયિકો અનેકાંતવાદનું જ સમર્થન કરે છે. છતાં પણ અનેકાંતને માનવામાં આનાકાની શા માટે કરે તે મોટું આશ્ચર્ય છે !) __ यथैकस्यैव नरस्य पितृत्वपुत्रत्वाद्यनेकसंबन्धा भिन्ननिमित्ता न विरुध्यन्ते । तद्यथा-स नरः स्वपित्रपेक्षया पुत्रः, स्वसुतापेक्षया तु पितेत्यादि । अभिन्ननिमित्तास्तु संबन्धा विरुध्यन्ते, तद्यथा-स्वपित्रपेक्षयैव स पिता पुत्रश्चेत्यादि । एवमनेकान्तेऽपि द्रव्यात्मनैकं