________________
६७६
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
પ્રમાણથી જ તેનું પરિજ્ઞાન થઈ જશે. અર્થાત્ તે કાર્યરૂપતામાં પ્રત્યક્ષાદિ પ્રમાણોની વિષયતા આવશે. (આથી કાર્યને ત્રિકાલજૂન્ય અને અર્થરૂપ પણ માનશો, ત્યારે જ તે વેદવાક્યનો વિષય બની શકશે. અર્થાતુ) કાર્યરૂપતામાં ત્રિકાલજૂન્યતા તથા અર્થરૂપતા ઉભયનો સ્વીકાર કરશો, ત્યારે જ તે નોદના=વેદવાક્યનો વિષય બની શકશે. (આ રીતે મીમાંસકોએ પણ એક કાર્યરૂપતામાં ઉભયધર્મોનો સ્વીકાર કરીને અનેકાંતનું જ સમર્થન કર્યું છે.) ___ अथ बौद्धादिसर्वदर्शनाभीष्टा दृष्टान्ता युक्तयश्चानेकान्तसिद्धये समाख्यायन्तेबौद्धादिसर्वदर्शनानि संशयज्ञानमेकमुल्लेखद्वयात्मकं प्रतिजानानानि नानेकान्तं प्रतिक्षिपन्ति १ । तथा स्वपक्षसाधकं परपक्षोच्छेदकं च विरुद्धधर्माध्यस्तमनुमानं मन्यमानाः परेऽनेकान्तं कथं पराकुर्युः ? २ । मयूराण्डरसे नीलादयः सर्वेऽपि वर्णा नैकरूपा नाप्यनेकरूपाः, किंत्येकानेकरूपा यथावस्थिताः, तथैकानेकाद्यनेकान्तोऽपि । तदुक्तं नामस्थापनाद्यनेकान्तमाश्रित्य-“मयूराण्डरसे यद्वद्वर्णा नीलादयः स्थिताः । सर्वेऽप्यन्योन्यसंमिश्रास्तद्वन्नामादयो घटे ।।१।। नान्वयः स हि भेदित्वान्न भेदोऽन्वयवृत्तितः । मृद्भेदद्वयसंसर्गवृत्ति जात्यन्तरं घटः ।।२ ।।” अत्र हिशब्दो हेतौ यस्मादर्थे स घटः । “भागे सिंहो नरो भागे, योऽर्थो भागद्वयात्मकः । तमभागं विभागेन, नरसिंह Bप्रचक्षते ।।३।। न नरः सिंहरूपत्वान्न सिंहो नररूपतः । शब्दविज्ञानकार्याणां भेदाज्जात्यन्तरं हि सः ।।४ ।। त्रैरूप्यं पञ्चरूप्यं वा, ब्रुवाणा हेतुलक्षणम् । सदसत्त्वादि सर्वेऽपि, कुतः परे न मन्वते ।।५।।” ટીકાનો ભાવાનુવાદ: હવે અનેકાંતની સિદ્ધિ માટે બૌદ્ધાદિ સર્વદર્શનોને સંમત દૃષ્ટાંતો અને યુક્તિઓ કહેવાય છે. (૧) બૌદ્ધાદિ સર્વદર્શનો એક જ સંશય જ્ઞાનમાં (પરસ્પરવિરોધી બે આકારના પ્રતિભાસને તથા) બે પરસ્પરવિરોધી ઉલ્લેખો માને છે. તો તેઓ અનેકાંતનો પ્રતિક્ષેપ કેવી રીતે કરી શકે?
(૨) સ્વપક્ષનું સાધક અને પરપક્ષના ઉચ્છેદકરૂપ વિરોધિધર્મોથી યુક્ત અનુમાનને માનતા વાદિઓ, કેવી રીતે સ્યાદ્વાદનું નિરાકરણ કરી શકે છે. ? એક જ હેતુમાં સ્વપક્ષ-સાધકતા અને પરપક્ષ-અસાધતાને માનવામાં અનેકાંતનું જ સમર્થન છે.
A उद्धृतोऽयम्-अनेकान्तवादप्रवेश० पृ. ३१/अनेकान्तजयप० पृ.११९ B उद्धृतोऽयम् - तत्त्वोप० पृ० ९८ उद्धृतोऽयम् - न्यायावता० वा. वृ पृ. ८८ ।