________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६६३
માનતા બૌદ્ધોએ ચિત્રપટનું ગ્રાહકજ્ઞાન એક હોવા છતાં અનેક આકારવાળું સ્વીકાર્યું છે. (તે જ અનેકાંતવાદનો સ્વીકાર છે.) (૯)
(ઉપર બતાવેલા નિયમાનુસાર સંસારના સમસ્તપદાર્થોને જાણવાવાળા સુગતનું જ્ઞાન સર્વાકાર અર્થાત્ ચિત્ર-વિચિત્રાકાર હોવું જ જોઈએ. આ રીતે સુગતના એક જ જ્ઞાનને સર્વાકારે માનવું તે પણ અનેકાંતનું જ સમર્થન છે. વળી બૌદ્ધ હેતુના ત્રણ સ્વરૂપ માને છે. પક્ષમાં રહેવા સ્વરૂપ પક્ષધર્મતા, સપક્ષ દૃષ્ટાંતમાં તેની સત્તાના કારણે અન્વયાત્મક તથા વિપક્ષમાં તેની સત્તા ન હોવાના કારણે વ્યતિરેકાત્મક માને છે. આમ અન્વય અને વ્યતિરેકને સ્પષ્ટ રીતે વિરોધ હોવા છતાં પણ એક જ હેતુમાં સ્વીકારવા તે અનેકાંતનો સ્વીકાર જ છે.)
પંક્તિનો ભાવાનુવાદ તથા સર્વાર્થવિષયક તથા સર્વાર્થાકારક સુગતનું જ્ઞાન ચિત્ર કેમ ન બની શકે ? તથા એક જ હેતુમાં પક્ષધર્મ = હેતુમાં રહેવું અને સાક્ષરૂપ દૃષ્ટાંતમાં રહેવા દ્વારા અન્વય તથા વિપક્ષમાં નહિ રહેવાથી (અન્વયથી વિરુદ્ધ) વ્યતિરેક, અર્થાત્ એક જ હેતુમાં પરસ્પર વિરુદ્ધ અન્વય અને વ્યતિરેક તમે લોકો સ્વીકારો છો અને તેને તાત્ત્વિક માનતા તમે અનેકાંતનો સ્વીકાર કરો જ છો.
આ પ્રમાણે વૈભાષિક આદિ બૌદ્ધો સ્વયં સ્યાદ્વાદનો સ્વીકાર કરીને પણ, અનેકાંતવાદમાં વિરોધનું ઉલ્કાવન કરે છે. તે પોતાના શાસન = દર્શનના અનુરાગના અંધકારના સમુહથી લુપ્ત બનેલી વિવેકહીન દૃષ્ટિવાળા બૌદ્ધો વિવેકીપુરુષોને સાંભળવા માટે યોગ્ય પણ થતા નથી. અર્થાત્ પોતાના શાસ્ત્રવ્યવહાર તથા લોકવ્યવહારમાં સ્યાદ્વાદનો ભરપૂર ઉપયોગ કરીને પણ સ્યાદ્વાદનો અપલાપ કરનારા બૌદ્ધો વિવેકહીન છે. વિવેકહીન લોકોએ સ્યાદ્વાદમાં આપેલા વિરોધોને વિવેકીપુરુષો સાંભળવા માટે પણ તૈયાર થતા નથી.
किञ्च सौत्रान्तिकमत एकमेव कारणमपरापरसामयन्तःपातितयानेककार्यकार्याऽऽविद्यते, यथा रूपरसगन्धादिसामग्रीगतं रूपमुपादानभावेन स्वोत्तरं रूपक्षणं जनयति, रसादिक्षणांश्च सहकारितया, तदेव च रूपं रूपालोकमनस्कारचक्षुरादिसामग्र्यन्तरगतं सत्पुरुषस्य ज्ञानं सहकारितया जनयति । आलोकाद्युत्तरक्षणांश्च तदेवमेकं कारणमनेकानि कार्याणि युगपत्कुर्वाणं किमेकेन स्वभावेन कुर्यात्, नानास्वभावैर्वा ? योकेन स्वभावेन, तर्बेकस्वभावेन कृतत्वात्कार्याणां भेदो न स्यात् । अथवा नित्योऽपि पदार्थ एकेन स्वभावेन नानाकार्याणि कुर्वाणः कस्मानिषिध्यते । अथ नित्यस्यैकस्वभावत्वेन नानाकार्यकरणं न घटते, तमुनित्यस्यापि तेषां करणं कथमस्तु ? निरंशैकस्वभावत्वात् । सहकारिभेदाचेत्कुरुते ? तर्हि नित्यस्यापि सहकारिभेदात्तदस्तु ।