________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
નિર્વિકલ્પકદર્શનમાં ક્ષણિકઅંશ અને અક્ષણિકઅંશોને લઈને અપ્રામાણ્ય અને નીલાદિ અંશને લઈને પ્રામાણ્ય બતાવ્યું. આ રીતે (એક જ ઠેકાણે ભિન્નભિન્નધર્મોનો સ્વીકાર કરતા બૌદ્ધોને) અમારા અનેકાંતવાદનો બલાત્કારે પણ સ્વીકાર કરવો જ પડે છે. (૧). આમ એક રીતે બૌદ્ધો અનેકાંતવાદનો સ્વીકાર કરે છે તે બતાવ્યું. હવે બીજી રીતે બતાવાય છે.
(આ રીતે તેઓ નિર્વિકલ્પકદર્શનની બાદ ઉત્પન્નથવાવાળા સવિકલ્પકજ્ઞાનને બાહ્યર્થમાં સવિકલ્પક તથા સ્વરૂપમાં નિર્વિકલ્પક માને છે. નિર્વિકલ્પકદર્શનની બાદ “આ નીલું છે', “આ પીળું છે' ઇત્યાદિ વિકલ્પજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે વિકલ્પજ્ઞાન પોતાના આકારમાત્રનો જ નિશ્ચય કરવાવાળું હોય છે. તે બાહ્ય નીલાદિ અંશોમાં જ શબ્દયોજના હોવાથી સવિકલ્પક હોય છે. સ્વરૂપની દૃષ્ટિએ તો સર્વજ્ઞાન નિર્વિકલ્પક જ હોય છે. જ્ઞાન સવિકલ્પક હોય કે નિર્વિકલ્પક હોય, બંનેનું સ્વસંવેદન પ્રત્યક્ષ તો નિર્વિકલ્પકરૂપ જ હોય છે. ધર્મકીર્તિ નામના બૌદ્ધાચાર્ય સ્વયં ન્યાયબિંદુ ગ્રંથમાં કહ્યું છે કે.. “સમસ્ત ચિત્ત, સામાન્ય અવસ્થાને ગ્રહણ કરવાવાળું જ્ઞાન તથા ચૈત્ત, વિશેષ અવસ્થાઓના ગ્રાહક જ્ઞાનોનું સ્વરૂપસંવેદનપ્રત્યક્ષનિર્વિકલ્પક હોય છે.” આથી એક જ વિકલ્પજ્ઞાનને બાહ્યનીલાદિની અપેક્ષાએ સવિકલ્પક તથા સ્વરૂપની અપેક્ષાએ નિર્વિકલ્પક માને છે. આ રીતે એક જ વિકલ્પજ્ઞાનને સવિકલ્પક અને નિર્વિકલ્પક ઉભયરૂપ માનીને બૌદ્ધો અનેકાંતનો સ્વીકાર કરી જ લે છે.)
પંક્તિનો ભાવાનુવાદ તે પ્રમાણે નિર્વિકલ્પકદર્શનની ઉત્તરકાલે થનારું સ્વાકાર અધ્યવસાયરૂપ એક જ વિકલ્પકજ્ઞાન બાહ્યાર્થમાં સવિકલ્પક હોય છે. પરંતુ સ્વરૂપમાં નિર્વિકલ્પક હોય છે. કારણ કે “સમસ્ત ચિત્ત અને ચૈત્તોને ગ્રહણ કરનારા જ્ઞાનોનું સ્વરૂપસંવેદનપ્રત્યક્ષ નિર્વિકલ્પક હોય છે–આ ન્યાયબિંદુ ગ્રંથના વચનથી વિકલ્પજ્ઞાન સ્વરૂપમાં નિર્વિકલ્પક હોય છે. આ રીતે એક વિકલ્પજ્ઞાનના બે રૂપોને સ્વીકારતા તે બૌદ્ધોને અનેકાંતવાદ માનવાની આપત્તિ કેમ નહિ આવે ? અર્થાત્ એક વિકલ્પજ્ઞાનના બે રૂપોને સ્વીકારતા તે બૌદ્ધોએ અનેકાંતવાદનો સ્વીકાર કરી જ લીધો છે. (૨) ___ तथा हिंसाविरतिदानादिचित्तं यदेव स्वसंवेदनगतेषु सत्त्वबोधरूपत्वसुखादिषु प्रमाणं, तदेव क्षणक्षयित्वस्वर्गप्रापणशक्तियुक्तत्वादिष्वप्रमाणमित्यनेकान्त एव ३ । तथा यद्वस्तु नीलचतुरस्रोतादिरूपतया प्रमेयं, तदेव मध्यभाग-क्षणविवर्तादिनाऽप्रमेयमिति कथं नानेकान्तः ४ । तथा सविकल्पकं स्वप्नादिदर्शनं वा यद्वहिरर्थापेक्षया भ्रान्तं ज्ञानं, तदेव स्वस्वरुपापेक्षयाऽभ्रान्तमिति बौद्धाः प्रतिपन्नाः ५ । तथा यन्निशीथिनीनाथद्वयादिकं