________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६५७
આ પ્રમાણે પ્રત્યક્ષ અને અનુમાનાદિપ્રમાણો દ્વારા સર્વથા અબાધિત અનેકાંતશાસનની સિદ્ધિ
થાય છે.
- एते हि बौद्धादयः स्वयं स्वाद्वादवादं युक्त्याभ्युपगच्छन्तोऽपि तं वचनैरेव निराकुर्वन्तो नूनं कुलीनताभिमानिनो मानवस्य स्वजननीमाजन्मतोऽप्यसतीमाचक्षाणस्य वृत्तमनुकुर्वन्ति । तथाहि-प्रथमतः सौगताभ्युपगतोऽनेकान्तः प्रकाश्यते । दर्शनेन क्षणिकाक्षणिकत्वसाधारणस्यार्थस्य विषयीकरणात्कुतश्चिभ्रमनिमित्तादक्षणिकत्वारोपेऽपि न दर्शनमक्षणिकत्वे प्रमाणं, किं तु प्रत्युताप्रमाणं, विपरीताध्यवसायाक्रान्तत्वात् । क्षणिकत्वेऽपि न तत्प्रमाणं, अनुरूपाध्यवसायाजननात् नीलरूपे तु तथाविधनिश्चयकरणात्प्रमाणमित्येवं वादिनां बौद्धानामेकस्यैव दर्शनस्य क्षणिकत्वाक्षणिकत्वयोरप्रामाण्यं, नीलादौ तु प्रामाण्यं प्रसक्तमित्यनेकान्तवादाभ्युपगमो बलादापतति १ । तथा दर्शनोत्तरकालभाविनः स्वाकाराध्यवसायिन एकस्यैव विकल्पस्य बाह्याऽर्थे सविकल्पकत्वमात्मस्वरूपे तु सर्वचित्तचैत्तानामात्मसंवेदनं प्रत्यक्षमिति वचनानिर्विकल्पकत्वं च रूपद्वयमभ्युपगतवतां तेषां कथं नानेकान्तवादापत्तिः २ । ટીકાનો ભાવાનુવાદ:
આ નિબંધ અકાઢયુક્તિઓથી બૌદ્ધઆદિ સર્વેવાદિઓ સ્વયં સ્યાદ્વાદનો સ્વીકાર કરતા હોવા છતાં પણ તે સ્યાદ્વાદને અસંબદ્ધવચનો દ્વારા નિરાકરણ કરે છે. (તે બૌદ્ધો વગેરે વાદિઓ પોતાના શાસ્ત્રવ્યવહારમાં અને લોકવ્યવહારમાં સ્યાદ્વાદનો સ્વીકાર કરતા હોવા છતાં પણ એલફેલ વચનોદ્વારા સ્યાદ્વાદનું નિરાકરણ કરતા) ખરેખર કુલીનની જેમ દયાપાત્ર બની જાય છે. જે માણસ પોતાની કુલીનતાનું અભિમાન રાખવા છતાં પણ તે માણસ (મૂર્ખતા વશ પોતાના જ વચનો દ્વારા) પોતાની માતાને આ જન્મથી પણ અસતી = વ્યભિચારિણી કહે છે. પોતાનું કુલીનતાનું અભિમાન માતાની પવિત્રતાના યોગે છે, છતાં તે માતાને અસતી કહેનાર જેમ મુર્ખ છે. તેમ પોતાના શાસ્ત્રવ્યવહારો અને લોકવ્યવહારોને ચલાવવા સ્યાદ્વાદનો આશરો લેવા છતાં પણ સાદુવાદનું ખંડન કરનારા બૌદ્ધો વગેરે વાદિઓ મુર્ખ છે.)
તે વાદિઓ અનેકાંતવાદનો આશરો કેવી રીતે લે છે, તે હવે બતાવાય છે – તેમાં પ્રથમ સુગત = બૌદ્ધ સ્વીકારેલા અનેકાંતનું પ્રકાશન કરાય છે.
(અહીં પ્રથમ બૌદ્ધ કઈ રીતે સ્યાદ્વાદનો સ્વીકાર કરે છે, તેને વિસ્તારથી બતાવીને બાદમાં પંક્તિનો ભાવાનુવાદ લખીશું.)