________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक -५७, जैनदर्शन
किमेकान्तेन कथञ्चिद्वा ? आयेऽनेकान्तहानिः । द्वितीये सिद्धानामपि सर्वथा कर्मक्षयाभावादसिद्धत्वप्रसङ्गः, संसारिजीववदिति । अत्रोच्यते । सिद्धैरपि स्वकर्मणां क्षयः स्थित्यनुभागप्रकृतिरूपापेक्षया चक्रे, न परमाण्वपेक्षया । न ह्यणूनां क्षयः केनापि कर्तुं पार्यते, अन्यथा मुद्गरादिभिर्घटादीनां परमाणुविनाशे कियता कालेन सर्ववस्त्वभावप्रसङ्गः स्यात् । ततस्तत्राप्यनेकान्त एवेति सिद्धं दृष्टेष्टाविरुद्धमनेकान्तशासनम् ।।
ટીકાનો ભાવાનુવાદ: (ઉપરોક્ત વિવેચન કર્યું, તેના દ્વારા “અનેકાંતવાદમાં પ્રમાણ પણ અપ્રમાણ, સર્વજ્ઞ પણ અસર્વજ્ઞ તથા સિદ્ધ પણ અસિદ્ધ = સંસારિ બની જશે” ઇત્યાદિ તમારું કથન પણ માત્ર અર્થશૂન્ય અક્ષરોની ગણના કરવા સમાન નિરર્થક છે. કારણકે (સ્યાદ્વાદિ એવા અમે) પ્રમાણને પણ પોતાના વિષયમાં જ પ્રમાણરૂપ માનીએ છીએ અને પરવિષયમાં અપ્રમાણરૂપ માનીએ છીએ.
સર્વજ્ઞ પણ સ્વ-કેવલજ્ઞાનની અપેક્ષાએ સર્વજ્ઞ છે. પરંતુ સંસારિજીવોના અલ્પજ્ઞાનની અપેક્ષાએ અસર્વજ્ઞ છે. સર્વજ્ઞ જો સંસારિજીવોના અલ્પજ્ઞાનની અપેક્ષાએ પણ સર્વજ્ઞ હોય તો સર્વ જીવોને સર્વજ્ઞ માનવાનો પ્રસંગ આવશે. અર્થાતુ તાદશઅપેક્ષાએ સર્વજ્ઞ માનીએ તો, તેનો એ અર્થ થાય કે સંસારના સમસ્ત જીવો સર્વજ્ઞ છે અથવા સર્વજ્ઞ પણ છા...કિજ્ઞાનિ આપણા જેવા અલ્પજ્ઞાનિ) બની જશે. (કહેવાનો આશય એ છે કે સર્વજ્ઞ સંસારિ જીવોના અલ્પજ્ઞાનની અપેક્ષાએ સર્વજ્ઞ હોય તો, સંસારિજીવો સર્વજ્ઞ બની જશે. સર્વજ્ઞ પોતાના જ્ઞાન દ્વારા સર્વને જાણે છે. જો તે સર્વજ્ઞ આપણા લોકોના જ્ઞાનદ્વારા પણ પદાર્થોનું જ્ઞાન કરી શકતાં હોય તો આપણા આત્મામાં અને તેમના આત્મામાં કોઈ અંતર રહેશે નહિ. કારણકે જે રીતે આપણે જગતના પદાર્થોને આપણા જ્ઞાનથી જાણીએ છીએ, તે રીતે સર્વજ્ઞ પણ આપણા જ્ઞાનથી જ જાણે છે. આથી સર્વજ્ઞ અને આપણા (છાસ્થોના) આત્મામાં અભેદ થવાથી તો છઘ0 એવા આપણે સર્વજ્ઞ જેવા બની જઈશું અથવા તો સર્વજ્ઞ આપણા જેવા અલ્પજ્ઞ બની જશે.)
સિદ્ધ પણ સ્વ-કર્મ પરમાણુસંયોગના ક્ષયની અપેક્ષાએ સિદ્ધ છે. પરંતુ અન્યજીવો ઉપર લાગેલા કર્મપરમાણુસંયોગની અપેક્ષાએ અસિદ્ધ છે. અર્થાત્ સિદ્ધ = મુક્તજીવ પોતાના આત્મા ઉપર લાગેલા કર્મસંયોગના ક્ષયની અપેક્ષાએ સિદ્ધ છે. અન્ય આત્માઓ ઉપર લાગેલા કર્મસંયોગની અપેક્ષાએ સિદ્ધ નથી. જો તે અન્ય જીવોઉપર લાગેલા કર્મસંયોગની અપેક્ષાએ પણ સિદ્ધ હોય તો સર્વજીવો સિદ્ધ બની જશે. (કારણ કે અન્યજીવો ઉપર લાગેલા કર્મસંયોગની અપેક્ષાએ સિદ્ધ હોય તો તેનો મતલબ એ થયો કે અન્યઆત્માઓનો ધર્મ પણ સિદ્ધજીવનો સ્વપર્યાય જ છે. ત્યારે તે અન્ય આત્માઓથી સંયુક્ત કર્મપરમાણુઓની અપેક્ષાએ