________________
६५२
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
धर्मत्वमिति धर्मिण एव धर्माभ्युपगमान्न पूर्वोक्तदोषावकाशः । न चैवं धर्मस्यापि धर्मान्तरापेक्षया धर्मित्वप्राप्त्यानवस्था, अनाद्यनन्तत्वाद्धर्मधर्मिव्यवहारस्य, दिवसरात्रिप्रवाहवत्, बीजाङ्कुरपौर्वापर्यवत् अभव्यसंसारवद्वा । एवं नित्यभेदाभेदादिष्वपि वाच्यम् ३। तथा वैयधिकरण्यमप्यसत्, निर्बाधकाध्यक्षबुद्धौ सत्त्वासत्त्वयोरेकाधि-करणत्वेन प्रतिभासनात् । न खलु तथाप्रतिभासमानयोर्वैयधिकरण्यं, एकत्र फले रूपरसयोरपि तत्प्रसङ्गात् ४ । संकरव्यतिकरावपि मेचकज्ञानदृष्टान्तेन निरसनीयौ । यथा मेचकज्ञानमेकमप्यनेकस्वभावं, न च तत्र संकरव्यतिकरौ, एवमत्रापि । किं च यथाऽनामिकाया युगपन्मध्यमाकनिष्ठिकसंयोगे ह्रस्वदीर्धत्वे न च तत्र संकरादिदोषपोषः एवमत्रापि ६ । तथा यदप्यवादि “जलादेरप्यनलादिरूपता” इत्यादि, तदपि महामोहप्रमादिप्रलपितप्रायं, यतो जलादेः स्वरुपापेक्षया जलादिरूपता न पररूपापेक्षया, न ततो जलार्थिनामनलादौ प्रवृत्तिप्रसङ्गः, स्वपरपर्यायात्मकत्वेन सर्वस्य सर्वात्मकत्वाभ्यु-पगमात्, अन्यथा वस्तुस्वरूपस्यैवाघटमानत्वात् । किं च, भूतभविष्यद्गत्या जलपर-माणूनामपि भूतभाविवह्निपरिमाणापेक्षया वह्निरूपताप्यस्त्येव । तथा तप्तोदके कथञ्चिद्वह्निरूपतापि जलस्याङ्गीक्रियत एव ७ । प्रत्यक्षादिबुद्धौ प्रतिभासमानयोः सत्त्वा-सत्त्वयोः का नाम प्रमाणबाधा । न हि दृष्टेऽनुपपन्नं नाम, अन्यथा सर्वत्रापि तत्प्रसङ्गः ८ । प्रमाणप्रसिद्धस्य च नाभावः कल्पयितुं शक्यः, अतिप्रसङ्गात, प्रमाणादिव्यवहारविलोपश्च स्यादिति ९ । ટીકાનો ભાવાનુવાદઃ
શંકા : સજ્વમાં પણ સત્ત્વાન્તરની કલ્પના કરવાથી “ધર્મોના ધર્મો હોતા નથી.”—આ તમારા પૂર્વપ્રતિપાદિત વચનનો વિરોધ આવે છે. કારણ કે સત્ત્વ પણ વસ્તુનો ધર્મ છે અને સત્ત્વાન્તર પણ ધર્મ છે. તેથી સત્ત્વરૂપ ધર્મમાં સત્ત્વાન્તરની કલ્પના કરવાથી તાદૃશનિયમ સાથે વિરોધ આવે છે.).
સમાધાન : આવું ન કહેવું. તમે લોકો હજું પણ યાદ્વાદરૂપી અમૃતના રહસ્યોને જાણતા જ નથી. કારણકે સ્વધર્મીની અપેક્ષાએ જે સત્ત્વાદિ ધર્મ છે, તે જ સત્ત્વાદિ સ્વ-ધર્માન્તરની અપેક્ષાએ ધર્મી છે. અર્થાત્ જે સત્ત્વાદિ પોતાના આધારભૂત વસ્તુની અપેક્ષાએ ધર્મો છે. તે પોતાનામાં રહેનારા બીજા ધર્મોના ધર્મ પણ હોય છે. આ રીતે જ પ્રત્યેક વસ્તુ અને પ્રત્યેકવસ્તુના અંશમાં ધર્મ અને ધર્મરૂપથી અનેકાંતાત્મકતા છે. આ પ્રમાણે માનવાથી જ અનેકાંતાત્મકતાની વ્યવસ્થા સંગત થાય છે.