________________
૬૪૬
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
કહેવાનો આશય એ છે કે વસ્તુ જ્યારે શીત હોય ત્યારે, તેમાં ઉષ્ણની અનુપલબ્ધિ થાય છે અને વસ્તુ ઉષ્ણ હોય ત્યારે, તેમાં શીતની અનુપલબ્ધિ થાય છે. તેથી બંને એકસાથે નહિ રહેવારૂપ વિરોધ ઉભયમાં આવે છે. પરંતુ વસ્તુમાં રહેલા સત્ત્વ અને અસત્ત્વ માટે એવું નથી. કારણકે જો વસ્તુમાં જ્યારે સત્ત્વ રહેતું હોય ત્યારે તેમાં કોઈપણ અપેક્ષાએ) અસત્ત્વની અનુપલબ્ધિ થતી હોય તો તે બંને વચ્ચે વિરોધ માની શકાય. પરંતુ તેવું નથી. ઘટ જે સમયે ઘટ છે, તે સમયે પટ નથી. તેથી ઘટમાં ઘટસ્વરૂપની અપેક્ષાએ સત્ત્વ છે અને પટસ્વરૂપની અપેક્ષાએ અસત્ત્વ છે. આથી ઉભયને ભિન્ન-ભિન્ન અપેક્ષાએ એક વસ્તુમાં માનવામાં કોઈ વિરોધ નથી.
પરસ્પર પરિહારસ્થિતિ = સ્વતંત્રસ્થિતિરૂપ વિરોધ (જેમ એકકેરીના ફળમાં રૂપ અને રસની વિદ્યમાનતા હોય ત્યારે જ રૂપની સ્વતંત્રસ્થિતિ રસના પરિહારપૂર્વક હોય છે અને રસની સ્વતંત્રસ્થિતિ રૂપના પરિહારપૂર્વક હોય છે. આથી સ્વતંત્રસ્થિતિરૂપ વિરોધ માનવો હોય તો પહેલા એક વસ્તુમાં બે ધર્મોનો તો સ્વીકાર કરવો જ પડે. તેથી એક જ વસ્તુમાં સત્ત્વ અને અસત્ત્વનો પરસ્પર પરિહાર (= સંભવિત એવા સત્ત્વ-અસત્ત્વનો જ પરસ્પર પરિહાર = સ્વતંત્રસ્થિતિરૂપ વિરોધ) આવે. પરંતુ બંને એકવસ્તુમાં અવિદ્યમાન હોય ત્યારે તથા એક વિદ્યમાન હોય અને એક અવિદ્યમાન હોય ત્યારે તાદશવિરોધ આવતો નથી. તેથી એક નિર્ણય થયો કે તાદશવિરોધ બંને ધર્મો એક વસ્તુમાં વિદ્યમાન હોય ત્યારે જ આવે. તો તો વસ્તુમાં ઉભયની સત્તા સિદ્ધ થઈ જાય છે. તેનાથી વસ્તુની અનેકાંતાત્મકતા સ્વયં જ સિદ્ધ થઈ જાય છે.
વળી વધ્ય-ઘાતકભાવરૂપ વિરોધ બળવાન સાપ અને કમજોર નોળીયા વચ્ચે જ પ્રતીત થાય છે. પરંતુ તે વિરોધ સત્ત્વ અને અસત્ત્વ વચ્ચે શંકા કરવા યોગ્ય નથી. કારણકે સત્ત્વ અને અસત્ત્વ સમાન બળવાળા છે. અર્થાત્ બળવાન સાપથી કમજોર નોળીયો હણાઈ જાય છે. તેથી તે બંને વચ્ચે વધ્ય-ઘાતકભાવ સ્વરૂપ વિરોધ છે. પરંતુ સત્ત્વ કે અસત્ત્વ સમાન બળવાળા હોવાથી પરસ્પર એકબીજાને હણી શકતા નથી. તેથી તાદશ વિરોધ તે બંને વચ્ચે નથી. જેમ મોરના ઇંડાના રસમાં સ્વભાવથી અનેક વર્ષો હોય છે. તેમ વસ્તુમાં સ્વભાવથી જ સત્ત્વઅસત્ત્વઆદિ અનેકધર્મો હોય છે.
હવે તમે બતાવો કે આ સત્ત્વ-અસત્ત્વઆદિ ધર્મોમાં વિરોધ કયા કારણે આવે છે ? (૧) શું બંનેમાં સ્વરૂપમાત્રના સદૂભાવથી કરાયેલો વિરોધ છે. અર્થાત્ બંનેના સ્વરૂપ સ્વતંત્ર હોવાના કારણે તે બંનેમાં વિરોધ છે ? કે (૨) તે બંને એકસમયમાં એકસાથે રહી શકતા નથી માટે વિરોધ છે ? કે (૩) તે બંને એક દ્રવ્યમાં એકસાથે રહી શકતા ન હોવાથી વિરોધ છે ? કે (૪) એકદ્રવ્યમાં એકસમયે સાથે રહેવામાં વિરોધ છે ? કે (૫) એકસમયે એક દ્રવ્યમાં