________________
६२६
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५६, जैनदर्शन
કરે છે. તેથી તેઓની તે પ્રવૃત્તિઓ પણ જ્ઞાનપૂર્વકની જ છે. આનાથી દેવદત્તના વચનવ્યવહાર અને પ્રવૃત્તિઓમાં કારણભૂત જ્ઞાનસંતાનથી યજ્ઞદત્તઆદિના વચનવ્યવહારમાં અને પ્રવૃત્તિઓમાં કારણભૂત જ્ઞાનસંતાનો સ્વતંત્ર સિદ્ધ થાય છે. આથી આ અનુમાન દરેકની સ્વતંત્ર જ્ઞાનસંતાન સિદ્ધ કરવામાં પર્યાપ્ત છે. તેથી જ્ઞાનસંતાનો અનેક છે જ.
ઉત્તરપક્ષ (જૈન) : તમારી વાત ઉચિત નથી. કારણ કે તમે લોકોએ પ્રત્યક્ષજ્ઞાનને સ્વપ્નના દ્રષ્ટાંતના નિર્દેશપૂર્વક અનુમાનથી ભ્રાન્ત સિદ્ધ કર્યું છે. તેમ ઉપરોક્ત જ્ઞાનસંતાનાન્તર સાધક અનુમાન પણ સ્વપ્નના દૃષ્ટાંતથી ભ્રાન્ત બની જવાની આપત્તિ આવે જ છે. (તમે લોકોએ પ્રત્યક્ષજ્ઞાનને ભ્રાન્ત સિદ્ધ કરવા જે અનુમાન આપ્યું છે તે આ પ્રમાણે છે-) “જગતના સમસ્ત પ્રત્યયો નિરાલંબન છે અર્થાત્ તેનો કોઈ બાહ્યપદાર્થ વિષય નથી. ( સ્વરૂપમાત્રને વિષય કરે છે.) કારણ કે તે પ્રત્યક્ષ છે. જેમકે સ્વપ્ન-પ્રત્યય.” ટૂંકમાં તમે આ અનુમાનથી સિદ્ધ કર્યું છે. કે જે જે પ્રત્યક્ષ છે તે નિર્વિષયક છે - નિરાલંબન છે, જેમકે સ્વપ્ન પ્રત્યય.
તેથી ઉપરોક્તઅભિપ્રાયથી જેમ પ્રત્યય બાહ્યાર્થગ્રહણના નિરાલંબનપૂર્વક હોવાથી અર્થાત્ પ્રત્યય બાહ્યર્થને વિષય બનાવતું ન હોવાથી, બાહ્યર્થનો અભાવ સિદ્ધ કર્યો હતો, તેમ સંતાનાન્તરસાધન પણ નિરાલંબન હોવાથી અર્થાત્ સંતાનાન્તરસાધકપ્રત્યય પણ નિર્વિષયક હોવાથી (ઉપરની જેમ) સંતાનાન્તરનો અભાવ સિદ્ધ થઈ જાય છે. પરંતુ તે કોઈ પણ રીતે ઉચિત નથી, કારણ કે વાદિપ્રતિવાદિની ચર્ચામાં અનેક જ્ઞાનસંતાનો પ્રત્યક્ષથી સ્વતંત્ર સત્તા રાખતી જોવા મળે છે.)
"इतरज्ज्ञेयं परोक्षं" प्रागुक्तात् प्रत्यक्षादितरत्-अस्पष्टतयार्थस्य स्वपरस्य ग्राहकंनिर्णायकं परोक्षं ज्ञेयम्-अवगन्तव्यम् । परोक्षमप्येतत्स्वसंवेदनापेक्षया प्रत्यक्षमेव बहिरर्थापेक्षया तु परोक्षव्यपदेशमश्नुत इति दर्शयन्नाह "ग्रहणेक्षया" इति । इह ग्रहणं प्रस्तावादपरोक्षे बाह्यार्थे ज्ञानस्य प्रवर्तनमुच्यते न तु स्वस्य ग्रहणं, स्वग्रहणापेक्षया हि स्पष्टत्वेन सर्वेषामेव ज्ञानानां प्रत्यक्षतया ब्वच्छेद्याभावाद्विशेषणवैयर्थ्यं स्यात्, ततो ग्रहणस्य बहिःप्रवर्तनस्य या ईक्षा-अपेक्षा तया, बहिःप्रवृत्तिपर्यालोचनयेति यावत् । तदयमत्रार्थ:-परोक्षं यद्यपि स्वसंवेदनापेक्षया प्रत्यक्ष, तथापि लिङ्गशब्दादिद्वारेण बहिर्विषयग्रहणेऽसाक्षात्कारितया व्याप्रियत इति परोक्षमित्युच्यते ।।५६।। ટીકાનો ભાવાનુવાદ પ્રત્યક્ષથી ઇતરજ્ઞાન પરોક્ષ છે.” અર્થાત્ પૂર્વે કહેલા પ્રત્યક્ષજ્ઞાનથી ઇતર - અસ્પષ્ટતયા