________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
६०९
घटस्यानन्तभेदसादृश्यभावेनानन्ताः स्वधर्माः । विशेषतश्च घटोऽनन्तद्रव्येष्वपरापरापेक्षयैकेन द्वाभ्यां त्रिभिर्वा यावदनन्तैर्वा धर्मविलक्षण इत्यनन्तप्रकारवैलक्षण्यहेतुका अनन्ताः स्वधर्माः, अनन्तद्रव्यापेक्षया च घटस्य स्थूलताकृशतासमताविषमतासूक्ष्मताबादरतातीव्रताचाकचिक्यतासौम्यतापृथुतासङ्कीर्णतानीचतोचताविशालमुखतादयः प्रत्येकमनन्तविधाः स्युः । ततः स्थूलतादिद्वारेणाप्यनन्ता धर्माः ।। ટીકાનો ભાવાનુવાદઃ (હવે જ્ઞાનતઃ ઘટની વિવક્ષા કરાય છે.) જ્ઞાનની દૃષ્ટિએ પણ અનંતજીવોના અનંત પ્રકારના મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન આદિ તથા વિર્ભાગજ્ઞાનાદિ – ગ્રાહકજ્ઞાનો દ્વારા સ્પષ્ટ કે અસ્પષ્ટ સ્વભાવના ભેદથી ઘટનું ગ્રહણ થાય છે. તેથી ગ્રાહ્ય એવા ઘટના પણ સ્વભાવભેદ અવશ્ય સંભવે છે. કહેવાનો આશય એ છે કે સર્વજીવોના ક્ષયોપશમની તરતમતાના કારણે મતિજ્ઞાનાદિ જ્ઞાનોની તથા વિભંગ આદિ અજ્ઞાનોની પણ તરતમતા હોય છે. તેથી તે જ્ઞાન-અજ્ઞાનના અનંતા ભેદો છે. તે સર્વે અનંતા શાનો (ગ્રાહકો)નો વિષય ઘટ બને છે. આથી ગ્રાહકજ્ઞાનોમાં સ્વભાવ ભેદ હોવાના કારણે ગ્રાહ્ય ઘટમાં પણ સ્વભાવભેદ સ્વીકારવો જ પડશે. અન્યથા (ગ્રાહ્યમાં ભેદ નહિ માનો તો) ગ્રાહકજ્ઞાનોમાં પણ સ્વભાવભેદ રહેશે નહિ. અર્થાત્ વિષયમાં ભેદ સ્વીકારવામાં નહિ આવે તો જ્ઞાનોમાં પણ ભેદ પડશે નહિ. આથી સિદ્ધ થાય છે કે સર્વ જીવોના અનંતજ્ઞાનોમાં સ્વભાવભેદ હોવાના કારણે ગ્રાહ્ય એવા ઘટનો પણ સ્વભાવભેદ છે જ. ગ્રાહ્ય ઘટના સ્વભાવભેદમાં જે સ્વભાવ છે, તે સર્વઘટના સ્વ-ધર્મો છે. અર્થાતુ ગ્રાહક અનંતજ્ઞાનોની અપેક્ષાએ ગ્રાહ્યઘટમાં અનંતસ્વભાવો છે અને તે સર્વે તેના સ્વ-ધર્મો છે.
સર્વ જીવોની અપેક્ષાએ ઘટ અલ્પ, બહુ, બહતરાદિ અનંતભેદથી ભિન્ન-ભિન્ન સુખ-દુઃખનું કારણ બનતો હોવાથી, હાન-ઉપાદાન અને ઉપેક્ષાનો વિષય બનતો હોવાથી, ઇચ્છાનો વિષય બનતો હોવાથી, પુણ્ય-પાપ કર્મબંધનું કારણ બનતો હોવાથી, ચિત્તાદિ સંસ્કારોનો ઉદ્બોધક હોવાથી, ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ-મોહાદિ વિકારો (ઉપાધિઓ) ઉત્પન્ન કરવામાં મૂલભૂતદ્રવ્ય બનતો હોવાથી, આલોટન, પતન, ભ્રમણ આદિ તથા પતનાદિનું કારણ બનતો હોવાથી અથવા સુખાદિનો કારણ બનતો ન હોવાથી ઘટના અનંતધર્મો થાય છે. અર્થાત્ ઘટ અનંતધર્માત્મક છે. કહેવાનો આશય એ છે કે સર્વજીવોની અપેક્ષાએ કોઈકને ઘટ અલ્પસુખનું કારણ છે, તો કોઈકને ઘણાસુખનું કારણ બને છે. કોઈને અતિ-અતિસુખનું કારણ બને છે, કોઈકને દુઃખનું કારણ બને છે. કોઈકને છોડવાનો વિષય બને છે, કોઈકને ગ્રહણ કરવામાં તો કોઈકની ઉપેક્ષાનો વિષય બને છે, કોઈકની ઇચ્છાનો આલંબન બને છે, તો કોઈકના પુણ્ય