________________
३९६
षड्दर्शन समुचय भाग-२, श्लोक - ४५-४६, जैनदर्शन
સામાન્ય કાર્યવહેતુ તેનાથી અધિક કંઈ પણ સિદ્ધ કરી શકતો ન હોવાથી અકિંચિત્કર પણ થઈ જાય છે.
(કાર્ય જે કારણોથી ઉત્પન્ન થાય છે, તે કારણ પણ તેના કર્તા છે. તે કાર્યોને ભોગવવાવાળો જીવ પણ પોતાના કર્મો દ્વારા તેનો કર્તા થઈ શકે છે). આથી જે કાર્ય “કૃતબુદ્ધિ ઈશ્વરે આને બનાવ્યું' આવી કૃતબુદ્ધિ ઉત્પન્ન કરી શકે છે, તે જ કાર્ય ઈશ્વરને પોતાના કર્તા તરીકે સિદ્ધ કરી શકે, સર્વપણ કાર્ય નહિ.
વળી “કાર્ય કાર્ય સર્વ એક છે-સર્વ કાર્યો એકસરખા છે.” આવા સારૂપ્યમાત્રથી અર્થાતુ સામાન્યરૂપ કાર્યત્વ હેતુથી પણ વિશેષઈશ્વરને કર્તા સિદ્ધ કરવા પ્રયત્ન કરશો તો, કોઈ મુર્ખ ધૂમ અને બાષ્પમાં રહેલી ધુંધળાપણાની સમાનતાને આગળ કરીને બાષ્પથી અગ્નિની સિદ્ધિ કરવા લાગશે. કારણકે ધૂમ અને બાષ્પમાં ધુંધળાપણાની દૃષ્ટિથી સમાનતા છે. તે રીતે “આત્મા-- આત્મા સમાન છે.' આ દૃષ્ટિથી પણ ઈશ્વર (મહેશ)માં આત્મત્વેન પ્રત્યેક આત્માઓ સાથે સમાનતા હોવાથી ઈશ્વર પણ દરેક આત્માઓની જેમ સંસારી, અસર્વજ્ઞ, સંસારના અકર્તા સિદ્ધ થઈ જશે. કારણકે જે પ્રશ્નો તથા ઉત્તરો તમે તમારા કાર્યત્વ સામાન્ય હેતુના સમર્થનમાં આપશો, તે પ્રશ્નો અહીં પણ કરી શકાય છે.
તેથી બાષ્પ અને ધૂમમાં કેટલાક અંશથી સમાનતા હોવા છતાં પણ જેમ વિશેષધૂમ જ અગ્નિનો અનુમાપક બની શકે છે, પરંતુ (ધુંધળાપણાની સમાનતાને આગળ કરીને) બાષ્પાદિ અગ્નિનો ગમક બનતા નથી. અથવા જે રીતે આત્મત્વેન ઈશ્વર તથા અન્યલોકો સમાન હોવા છતાં પણ, અન્ય લોકોમાં રહેવાવાળું કર્મયુક્ત આત્મત્વ જ સંસારિત્વ અને અસર્વજ્ઞત્વની સિદ્ધિ કરે છે. પરંતુ સામાન્યઆત્મત્વ નહિ. તે જ રીતે પૃથ્વી આદિ કાર્ય તથા વટાદિ કાર્યોમાં કાર્યત્વેને (સ્થૂલ દૃષ્ટિથી) સમાનતા હોવા છતાં પણ કોઈ એવી વિશેષતા માનવી પડશે કે જેથી વિશેષકર્તાનું અનુમાન કરી શકાય. આથી સામાન્યકાર્યત્વ હેતુ ઈશ્વરને જગત્કર્તા સિદ્ધ કરી શકતો નથી.
જો કોઈ વિશેષ પ્રકારના કાર્યત્વ હેતુથી ઈશ્વરની જગત્કર્તા તરીકે સિદ્ધ થાય છે. એમ કહેશો તો વિશેષકાર્યવહેતુ અસિદ્ધ છે. કારણકે જગતના સર્વકાર્યો પ્રાય: સમાન જ જોવા મળે છે. જેવી રીતે ઘટ-પટાદિ કાર્યો છે, તેવા જ પૃથ્વી આદિ કાર્યો છે.
જો પૃથ્વી આદિ વિશેષકાર્ય માનશો તો અર્થાતુ પૃથ્વીઆદિમાં કોઈક વિશેષતા માનશો તો, જે લોકોએ પૃથ્વી આદિને બનતા જોયા નથી, તેમને પણ “કૃતબુદ્ધિ' = ઈશ્વરે આ પૃથ્વી આદિ બનાવ્યા છે, એવી બુદ્ધિ થવી જોઈએ. કારણકે જેમ કલાત્મક જીર્ણકુવા વગેરે તથા રાજમહેલને જોઈને, આના કર્તા ખૂબ કુશળ લાગે છે, આવી બુદ્ધિ થાય છે, તેમ પૃથ્વી આદિને જોઈને પણ