________________
૬૦૦
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
દ્રવ્યત: ઘટનો વિચાર કરવામાં આવે છે, ત્યારે પુગલદ્રવ્યની અપેક્ષાથી ઘટ વિદ્યમાન (સતુ) છે અને ધર્માસ્તિકાયાદિ અન્યદ્રવ્યોની અપેક્ષાએ અવિદ્યમાન (અસતુ) છે. તેથી) અહીં ઘટનો પૌદ્ગલિકત્વધર્મ સ્વ-પર્યાયરૂપ છે અને ધર્માદિ અનંતદ્રવ્યોની વ્યાવૃત્તિ થવાના કારણે ધર્માસ્તિકાયાદિ અનંતપર્યાયો ઘટના પર-પર્યાયો બની જાય છે. અર્થાત્ દ્રવ્યત: ઘટનો સ્વપર્યાય પૌદ્ગલિકત્વ છે અને ધર્માસ્તિકાયાદિ પર-પર્યાયો અનંતા છે. કારણ કે પુગલ સિવાયના પાંચ દ્રવ્યો પૈકી) જીવદ્રવ્યો અનંત છે. અર્થાતુ જીવો અનંતા હોવાના કારણે ઘટ માટે તે અનંતા પર્યાયો પર-પર્યાય બની જાય છે. (આ રીતે એક પૌગલિકત્વ વિશેષધર્મની અપેક્ષાએ ઘટના અનંતપર્યાયોની સિદ્ધિ થાય છે. અર્થાત્ ઘટ અનંતધર્માત્મક સિદ્ધ થાય છે.)
(હવે તે દિશામાં આગળ વિચારતાં બીજા એક અવાંતર વિશેષ ધર્મની અપેક્ષાએ ઘટ અનંતધર્માત્મક સિદ્ધ કરાય છે.)
(પૃથ્વી, પાણી આદિ અનંતા પુદ્ગલો હોવા છતાં પણ) તે સુવર્ણનો ઘટ પાર્થિવત્વેન વિદ્યમાન છે, પરંતુ જલવાદિ ધર્મોની અપેક્ષાએ વિદ્યમાન નથી. આથી ઘટ માટે પાર્થિવત્વ સ્વ-પર્યાય છે, પરંતુ જલત્વાદિ ઘણાદ્રવ્યોની વ્યાવૃત્તિ થાય છે. અર્થાત્ જલવાદિ ધર્મો પર-પર્યાય બની જાય છે. તેથી જલત્વાદિ ધર્મોની અપેક્ષાએ ઘટના પર-પર્યાયો અનંતા છે. (આ રીતે પણ ઘટ સ્વ-પર પર્યાયોની અપેક્ષાએ અનંતધર્માત્મક સિદ્ધ થાય છે.)
આ રીતે આગળ પણ ઘટના સ્વ-પર પર્યાયોને જાણવા. (હવે બીજા એક અવાંતર વિશેષધર્મની અપેક્ષાએ સુવર્ણના ઘટની અનંતધર્માત્મકતાનો વિચાર કરાય છે.)
પાર્થિવ તે ઘટ પણ ધાતુરૂપે વિદ્યમાન છે, પરંતુ મૃત્ત્વાદિ ધર્મોની અપેક્ષાએ અવિદ્યમાન છે. અર્થાત્ ધાતુરૂપે સત્ છે, માટી આદિ પર્યાયોની અપેક્ષાએ અસત્ છે. (અહીં પાર્થિવ ઘટનો ધાતુરૂપ પર્યાય સ્વ છે અને માટીરૂપ અનંતા પર્યાયો પર છે. આથી પાર્થિવઘટ પણ અનંતધર્માત્મક સિદ્ધ થાય છે.) (હવે અવાંતર-અવાંતર વિશેષ ધર્મોની અપેક્ષાએ ઘટની અનંતધર્માત્મકતા સિદ્ધ કરાય છે.)
ધાતુરૂપ પણ તે ઘટ સૌવર્ણત્વેન (સુવર્ણપણાથી) વિદ્યમાન (સ) છે, પરંતુ રાજતત્વાદિ (રજતાદિપણા)થી અવિદ્યમાન (અસતુ) છે.
તે સુવર્ણઘટ પણ ઘટિત (ઘડાયેલા) સુવર્ણાત્મકત્વેન સતુ છે. અર્થાત્ સુવર્ણનો તે ઘટ ઘડાયેલા સુવર્ણરૂપે સત્ છે. પરંતુ નહિ ઘડાયેલા સુવર્ણ આદિરૂપે અસતુ છે.
ઘડાયેલો સુવર્ણરૂપઘટ પણ દેવદત્તદ્વારા ઘડાયેલારૂપે સત્ છે. યજ્ઞદત્ત આદિ સોનીઓ દ્વારા