________________
५९८
षड्दर्शन समुश्चय भाग- २, श्लोक -५५, जैनदर्शन
અવિનાભાવને ગ્રહણ કરનારી અંતર્બાપ્તિના બલથી જ હેતુ સાધ્યને સિદ્ધ કરે છે. તેથી ઉક્તઅનુમાનમાં દૃષ્ટાંત આદિનું કોઈ પ્રયોજન નથી.
વળી “જે અનંતધર્માત્મક નથી, તે પ્રમેય પણ નથી, જેમકે આકાશકુસુમ-આ વ્યતિરેક વ્યાપ્તિ જ પ્રાપ્ત થાય છે. તેથી હેતુ કેવલવ્યતિરેકી જ છે.
સાધર્મદષ્ટાંતો-અન્વયદષ્ટાંતોનો પક્ષની કક્ષામાં જ સમાવેશ થતો હોવાથી અન્વયવ્યાપ્તિનો અયોગ છે. (કહેવાનો આશય એ છે કે જગતના સચેતન-અચેતન સર્વપદાર્થોને ઉક્તઅનુમાનમાં પક્ષ બનાવ્યો છે અને ક્યારેપણ પક્ષને દૃષ્ટાંત તરીકે આપી શકાતો નથી. તેથી અહીં અન્વયદૃષ્ટાંતનો અભાવ છે. તેથી માત્ર વ્યતિરેકીદષ્ટાંત આપ્યું છે. અર્થાત્ અન્વયવ્યાપ્તિમાં જરૂરી અન્વયદષ્ટાંત મળતું ન હોવાથી તથા-ઉપપત્તિ'રૂ૫ અન્વયહેતુનો ત્યાગ કરીને માત્ર “અન્યથા-અનુપપત્તિ' રૂપ વ્યતિરેકીહેતુ દ્વારા સાધ્યની સિદ્ધિ કરી છે.)
પ્રમેયત્વ' હેતુમાં અસિદ્ધિ, વિરુદ્ધ, અનૈકાન્તિક (વ્યભિચાર) આદિ કોઈ દોષોનો અવકાશ નથી, કારણ કે પ્રત્યક્ષાદિપ્રમાણો દ્વારા સઘળીયે સચેતન-અચેતનવસ્તુઓ અનંતધર્માત્મક પ્રતીત થાય જ છે. અર્થાતુ પ્રત્યક્ષાદિ સર્વે પ્રમાણોનો વિષય અનંતધર્માત્મક વસ્તુ જ બને છે.
આથી વસ્તુની અનેકાંતતાને સિદ્ધ કરવા માટે પ્રયોજેલો હેતુ સર્વથાયોગ્ય જ છે. શંકા : એક જ વસ્તુમાં અનંતધર્મો કેવીરીતે પ્રતીત થાય છે, તે અમને સમજાતું નથી. સમાધાન : પ્રમાણ કે પ્રમેયરૂપ સમસ્તવસ્તુમાં સ્વ-પરદ્રવ્યની અપેક્ષાએ ક્રમ કે યુગપતું રૂપે રહેનારા અનંતધર્મોની સર્વત્ર સર્વદા જે પ્રમાણે સર્વપ્રમાતૃઓને પ્રતીતિ થાય છે, તે પ્રમાણે જ અમે અનેકાન્તાત્મકતાને સુવર્ણના ઘટના ઉદાહરણથી સવિસ્તાર બતાવીએ છીએ. _ विवक्षितो हि घटः स्वद्रव्यक्षेत्रकालभावैर्विद्यते, परद्रव्यक्षेत्रकालभावैश्च न विद्यते, तथाहि-स घटो यदा सत्त्वज्ञेयत्वप्रमेयत्वादिधर्मंश्चिन्त्यते तदा तस्य सत्त्वादयः स्वपर्याया एव सन्ति, न तु केचन परपर्यायाः, सर्वस्य वस्तुनः सत्त्वादीन्धर्मानधिकृत्य सजातीयत्वाद्विजातीयस्यैवाभावान्न कुतोऽपि व्यावृत्तिः । द्रव्यतस्तु यदा पौद्गलिको घटो विवक्ष्यते, तदा स पौद्गलिकद्रव्यत्वेनाऽस्ति, धर्माधर्माकाशादिद्रव्यत्वैस्तु नास्ति । अत्र पौगलिकत्वं स्वपर्यायः, धर्मादिभ्योऽनन्तेभ्यो व्यावृत्तत्वेन परपर्याया अनन्ताः, जीवद्रव्याणामनन्तत्वात् । पौद्गलिकोऽपि स घटः पार्थिवत्वेनाऽस्ति न पुनराप्यादित्वैः,