________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
एकस्यैव ज्ञानस्य यत्राविसंवादस्तत्र प्रमाणता, इतरत्र च तदाभासता, यथा तिमिराद्युपप्लुतं ज्ञानं चन्द्रादावविसंवादकत्वात्प्रमाणं, तत्सङ्ख्यादौ च तदेव विसंवादकत्वादप्रमाणम् । प्रमाणेतरव्यवस्थायाः विसंवादा ऽविसंवादलक्षणत्वादिति स्थितमेतत् “प्रत्यक्षं परोक्षं च द्वे एव प्रमाणे” । अत्र च मतिश्रुतावधिमनः पर्याय- केवलज्ञानानां मध्ये मतिश्रुते परमार्थतः परोक्षं प्रमाणं, अवधिमनः पर्याय- केवलानि तु प्रत्यक्षं प्रमाणिमिति ।।
५९६
ટીકાનો ભાવાનુવાદ :
(૫) આગમ પ્રમાણ : આપ્તના વચનોથી ઉત્પન્ન થયેલા પદાર્થના જ્ઞાનને આગમ કહેવાય છે. ઉપચારથી આપ્તના વચનોને પણ આગમ કહેવાય છે. (કારણ કે તે વચનોદ્વારા જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને આપ્તના વચનોને પણ આગમ કહ્યા.)
જે અભિધેયવસ્તુને યથાવસ્થિત જાણે છે અને જે પ્રકારે તેનું જ્ઞાન થયું છે, તે પ્રકારે જ કથન કરે છે તે આપ્ત કહેવાય છે. જેમકે માતા, પિતા, તીર્થંકરાદિ.
‘અહીં ધનનો ભંડાર છે’–આ પિતાનું કથન તથા ‘મેરૂપર્વત છે’—આ તીર્થંક૨ ૫૨માત્માનું કથન, તે વસ્તુને યથાવસ્થિત જાણીને કરાયું હોવાથી, તેઓ કહેલા વચનોના આપ્ત છે.
આ રીતે પરોક્ષપ્રમાણ કહેવાયું. તેથી “સંવાદિ અને વિશદ(સ્પષ્ટ)જ્ઞાન પ્રત્યક્ષ છે. તે મુખ્ય (પારમાર્થિક) અને સંવ્યવહાર એમ બે પ્રકારનું છે. પ્રત્યક્ષથી અન્ય સમસ્તજ્ઞાન પરોક્ષ છે. આ પ્રમાણે (સામાન્યરૂપે) પ્રમાણોનો સંગ્રહ છે.”
તથા “જે જે અંશમાં અવિસંવાદિ છે, તે તે અંશમાં પ્રમાણ છે અને જે જે અંશમાં વિસંવાદિ છે, તે તે અંશમાં અપ્રમાણ છે. આ પ્રત્યક્ષ અને પરોક્ષ બંને જ્ઞાનમાં જાણવું.”
તેથી એક જ જ્ઞાન જે અંશમાં અવિસંવાદિ હોય તે અંશમાં જ્ઞાનની પ્રમાણતા છે. તે સિવાયના સ્થાનમાં અર્થાત્ જે અંશમાં વિસંવાદિ હોય તે જ્ઞાનની પ્રમાણાભાસતા છે. જેમકે તિમિ૨૨ોગીને એક ચંદ્ર બે દેખાય છે. તેનું આ દ્વિચંદ્રનું જ્ઞાન ચંદ્રઅંશમાં અવિસંવાદિ = યથાર્થ છે, તેથી પ્રમાણ છે અને તે જ્ઞાન ચંદ્રની સંખ્યામાં વિસંવાદિ=અયથાર્થ હોવાથી અપ્રમાણ છે.
પ્રમાણની વ્યવસ્થા અવિસંવાદથી તથા અપ્રમાણની વ્યવસ્થા વિસંવાદથી થાય છે. આ પ્રમાણેના વિવેચનથી નિર્ણય થાય છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ બે જ પ્રમાણો છે. અહીં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન આ પાંચજ્ઞાનમાં મતિ અને શ્રુતજ્ઞાન પરમાર્થથી પરોક્ષપ્રમાણ છે અને અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાન પરમાર્થથી પ્રત્યક્ષપ્રમાણ છે.