________________
५८२
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
તથા (ગવયને દેખીને) જે ગાયનું સ્મરણ થાય છે, તે ગાય ગવયની સમાનતાથી વિશિષ્ટ બનીને ઉપમાન પ્રમાણદ્વારા જણાય છે અથવા ગાયથી વિશિષ્ટગવયની સમાનતા ઉપમાન પ્રમાણનો વિષય બને છે. અર્થાત્ ગોવિશિષ્ટસાદૃશ્ય કે સાદગ્યવિશિષ્ટગો બંને ઉપમાન પ્રમાણના પ્રમેય છે. આ વચનથી પણ ઉપરની વાત સિદ્ધ થાય છે. આ બંને પ્રકારના ઉપમાનનો પરોક્ષ પ્રમાણના ભેદરૂપ પ્રત્યભિજ્ઞામાં સમાવેશ થઈ જાય છે. કહેવાનો આશય એ છે કે કાશીમાં જોયેલા દેવદત્તને, (થોડા કાળ પછી) અમદાવાદમાં જોતાં “આ તે જ દેવદત્ત છે.” –આવી પ્રત્યભિજ્ઞા થાય છે. અહીં કાશીમાં દેવદત્તનું જે પ્રત્યક્ષ જ્ઞાન થયેલું, તે અમદાવાદમાં મૃતિપથમાં આવતાં “આ તે જ દેવદત્ત છે” આવી પ્રત્યભિજ્ઞાને ઉત્પન્ન કરે છે. અહીં જેમ પ્રત્યભિજ્ઞામાં પ્રત્યક્ષ અને સ્મરણનું સંકલન થાય છે, તેમ ઉપમાનમાં પણ ગવયનું પ્રત્યક્ષ તથા અતિદેશવાક્ય કે ગાયનું સ્મરણ કારણ બને છે અને સાદશ્યરૂપે તેઓનું સંકલન કરાય છે. આથી પ્રત્યક્ષ અને સ્મરણથી ઉત્પન્ન થવાવાળું તથા સાદશ્યને સંકલિત કરનારા સારશ્યજ્ઞાન (ઉપમાન પ્રમાણનો) પણ પ્રત્યભિજ્ઞામાં સમાવેશ થાય છે. (તેથી ન્યાયકુસુમાંજલીમાં કહ્યું છે કે “ततो यः संकलनात्मकः प्रत्ययः स प्रत्यभिज्ञानमेव यथा ‘स एवायम्' इति प्रत्ययः संकलनात्मकश्च “अनेन सदृशो गौ” इति प्रत्यय इति” । (अर्थ स्पष्ट छ.) ९७मा प्रत्यक्ष भने स्मरथी उत्पन्न वावाणु એકત્વ સાદશ્ય વિલક્ષણતા આપેક્ષિકઆદિ રૂપથી જેટલા પણ સંકલન જ્ઞાન થાય છે, તેનો પ્રત્યભિજ્ઞામાં સમાવેશ થાય છે.) __ अर्थापत्तिरपि-“प्रमाणषटकविज्ञातो यत्रार्थोऽनन्यथा भवन् । अदृष्टं कल्पयेदन्यं सार्थापत्तिरुदाहता ॥१॥” इत्येवं लक्षणानुमानान्तर्गतैव, अर्थापत्त्युत्थापकस्यार्थस्यान्यथानुपपत्तिनिश्चयेनैवादृष्टार्थपरिकल्पनात्, अन्यथानुपपत्तिनिश्चयस्यानुमानत्वात् । अभावाख्यं तु प्रमाणं प्रमाणपञ्चकाभावः १ तदन्यज्ञानं २ आत्मा वा ज्ञानविनिर्मुक्तः ३ इति त्रिधाभिधीयते, तत्राद्यपक्षस्यासम्भव एव प्रसह्यवृत्त्या प्रमाणपञ्चकाभावस्य तुच्छत्वेनावस्तुत्वात्, अभावज्ञानजनकत्वायोगात्, द्वितीयपक्षे तु पर्युदासवृत्त्या यत्तदन्यज्ज्ञानं तत्प्रत्यक्षमेव, प्रत्यक्षेणैव घटादिविविक्तस्य भूतलादेर्ग्रहणात् । कचित्तु तदघटं भूतलमिति प्रत्यभिज्ञानेन, योऽग्निमान्न भवति नासौ घूमवानिति तर्केण, नात्र घूमोऽनाग्नेरित्यनुमानेन, गृहे गर्गो नास्तीत्यागमेन वाऽभावप्रतीतेः क्वाभावः प्रमाणं प्रवर्तताम् । तृतीयपक्षस्य पुनरसम्भव एव, आत्मनो ज्ञानाभावे कथं वस्त्वभाववेदकत्वं, वेदनस्य ज्ञानधर्मत्वात्, अभाववेदकत्वे वा ज्ञानविनिर्मुक्तत्वस्याभावात्, तन्नाभावः प्रमाणान्तरम् । सम्भवोऽपि समुदायेन समुदायिनोऽवगम इत्येवंलक्षणः सम्भवति खार्या