________________
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५४, जैनदर्शन
५७५
જેનાદ્વારા વસ્તુ પ્રધાનરૂપથી જણાય છે-વસ્તુનો વિશેષઅંશ ગ્રહણ કરાય છે, તે જ્ઞાન કહેવાય છે.
પ્રમાણના લક્ષણમાં “જ્ઞાન” વિશેષણના ગ્રહણથી જ્ઞાનથી ભિન્ન અજ્ઞાનરૂપ, પ્રવૃત્તિ આદિ વ્યવહારમાર્ગમાં અનુપયોગી, સામાન્યમાત્રવિષયક, જૈન આગમમાં પ્રસિદ્ધ દર્શન તથા નૈયાયિકોવગેરે દ્વારા કલ્પિત અચેતનાત્મકસમિકર્ષઆદિમાં પ્રમાણતાનું નિરાકરણ થાય છે.
પ્રમાણના લક્ષણમાં “વ્યવસાયિ” વિશેષણના ગ્રહણથી બૌદ્ધોદ્વારા પ્રમાણભૂત મનાયેલા નિર્વિકલ્પકપ્રત્યક્ષજ્ઞાનની તથા સંશય, વિપર્યય, અનધ્યવસાયની પ્રમાણતાનો વ્યવચ્છેદ થાય છે.
પર-વ્યવસાય' વિશેષણના ગ્રહણથી પારમાર્થિક ઘટ-પટાદિ બાહ્યપદાર્થોના સમુહનો અપલાપ કરનારા, માત્ર જ્ઞાનની સત્તા માનનારા જ્ઞાનાદ્વૈતવાદિના મતનું ખંડન થાય છે.
જ્ઞાનને સર્વથાપરોક્ષ માનનારા મીમાંસકોના, જ્ઞાનને દ્વિતીયઅનુવ્યવસાયરૂપથી પ્રત્યક્ષ માનનારા વૈશેષિકો અને નૈયાયિકોના તથા અચેતનજ્ઞાનવાદિઓના (અર્થાત્ જ્ઞાનને પ્રકૃતિનો ધર્મ માનીને અચેતન માનનારા) સાંખ્યોના કદાગ્રહના નિગ્રહમાટે “સ્વ-વ્યવસાયપદ આપવામાં આવ્યું છે.
સમગ્ર લક્ષણવાક્ય નૈયાયિકોવગેરે દ્વારા પરિકલ્પિત “અર્થોપલબ્ધિમાં હેતુ બને તે પ્રમાણ કહેવાય છે.” ઇત્યાદિ પ્રમાણના લક્ષણોના વ્યવચ્છેદ માટે છે.
[(૧) નૈયાયિકો પ્રત્યક્ષપ્રત્યે ઇન્દ્રિયાર્થસન્નિકર્ષની પ્રમાણતાનો સ્વીકાર કરે છે. પરંતુ તે યુક્ત નથી. કારણકે જેમ ઘટ જડ હોવાથી સ્વના નિશ્ચયમાં કે પદાર્થના નિશ્ચયમાં સાધકતમ થતો નથી. તે પ્રમાણે ઇન્દ્રિય અને વિષયના સંબંધરૂપ સત્રિકર્ષ પણ સ્વ-નિશ્ચયમાં કે પદાર્થના નિશ્ચયમાં સાધકતમ થઈ શકતો નથી, કારણ કે જડ છે.
નૈયાયિકોની માન્યતાના ખંડન માટે પ્રમાણના લક્ષણમાં “જ્ઞાન' પદનું ગ્રહણ કરેલ છે. (૨) “ઉત્પન્ન થયેલું જ્ઞાન એકઆત્મામાં સમવાય સંબંધથી રહેલું, અનંતરસમયે ઉત્પન્ન થતા માનસપ્રત્યક્ષ વડે જણાય છે. પરંતુ સ્વરૂપે પ્રતીત થતું નથી.”–આવું માનતા નૈયાયિકોના મતનું નિરાકરણ “સ્વ' પદના ગ્રહણથી થાય છે.
(૩) બૌદ્ધમતમાં સર્વવસ્તુઓ ક્ષણિક છે. ક્ષણિકવસ્તુના પ્રથમ અક્ષ-સન્નિપાતની અનંતર જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે નામ, જાતિવગેરેની કલ્પનાથી રહિત હોવાના કારણે નિર્વિકલ્પ કહેવાય છે. તે નિર્વિકલ્પકજ્ઞાનની અનંતર વાસનાના બળથી ઉત્પન્ન થયેલ સવિકલ્પકજ્ઞાન સંકેતકાલદષ્ટવેન વસ્તુ ગ્રહણ કરે છે. આથી જ સંકેત-કાલથી થનારો શબ્દ, પ્રયોગમાં આવે છે તથા તે જ શબ્દપ્રયોગને યોગ્ય નિર્વિકલ્પકજ્ઞાનની અનંતર વાસનાથી ઉત્પન્ન થતું સવિકલ્પક જ્ઞાન