________________
५७०
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५३, जैनदर्शन
“સ્ત્રીઓ અધ્યયન કરાવી શકતી નથી કે બીજાને કર્તવ્યની સારણવગેરે કરાવી શકતી નથી. તેથી પુરુષોથી હીન છે.” - આ પક્ષ પણ ઉચિત નથી. કારણકે (તેવું માનવામાં તો) આચાર્યોની જ મુક્તિ થશે, બીજા અન્યસાધુ-શિષ્યોની મુક્તિ નહિ થઈ શકે. કારણકે બીજા શિષ્યો-સાધુઓ સારણવગેરે કરતા નથી.
આ રીતે સ્ત્રીઓમાં હીનત્વ સિદ્ધ કરતો ચોથોપક્ષ પણ ઉચિત નથી.
“સ્ત્રીઓમાં ઋદ્ધિ ન હોવાથી પુરુષોથી હીન છે.”—આ પક્ષ પણ ઉચિત નથી. કારણકે (ઋદ્ધિવિનાના) કેટલાક દરિદ્રોની પણ મુક્તિ સંભળાય છે અને મહાઋદ્ધિવાળા કેટલાક ચક્રવર્તીઓની પણ મુક્તિનો અભાવ સંભળાય છે. આમ ઋદ્ધિના અભાવવાળો પક્ષ અયોગ્ય છે.
સ્ત્રીઓમાં માયાદિનો પ્રકર્ષ હોવાથી પુરુષોથી હીન છે.” - આ પક્ષ અસત્ય છે. કારણકે પુરુષ એવા નારદ, દઢપ્રહારિવગેરે સાથે વ્યભિચાર આવે છે. નારદ વગેરેમાં માયાદિનો પ્રકર્ષ હોવા છતાં તેઓની મુક્તિ થઈ છે. તેથી તમારો હેતુ વ્યભિચારી બને છે. (૯)
તેથી કોઈપણ રીતે સ્ત્રીઓમાં હીનત્વ ઘટતું નથી. આમ હીનત્વાદિહેતુઓ અસિદ્ધ છે.
તેથી નિર્વિવાદ પુરુષોની જેમ સ્ત્રીઓની પણ મુક્તિ માનવી જોઈએ. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે - “સ્ત્રીઓની મુક્તિ થાય છે. કારણ કે મુક્તિપ્રાયોગ્ય) કારણસામગ્રીથી અવિકલ(સંપૂર્ણ) હોય છે, જેમકે પુરુષ.
મુક્તિના કારણો સમ્યગ્દર્શનાદિ (રત્નત્રયી) સ્ત્રીઓમાં સંપૂર્ણ ઉપલબ્ધ થાય છે. તેથી સ્ત્રીઓનો મોક્ષ થાય છે. આ રીતે મોક્ષતત્ત્વનું વિવરણ પૂરું થાય છે.
આવા પ્રકારની મુક્તિ જેને પ્રાપ્ત થાય છે તેને સંસારમાં પાછા આવવાનું રહેતું નથી. આથી - “ધર્મતીર્થના પ્રવર્તક જ્ઞાનિ આત્મા પરમપદ(મોક્ષ)માં જઈને તીર્થ-ધર્મની હાનિ જોઈને પુન: પણ આવે છે - અવતાર ધારણ કરે છે.” આ અન્યદર્શનની માન્યતાનું પણ ખંડન થઈ જાય છે. પરા.
एतानि नव तत्त्वानि यः श्रद्धत्ते स्थिराशयः ।
सम्यक्त्वज्ञानयोगेन तस्य चारित्रयोग्यता ।।५३।। શ્લોકાર્થ આ નવતત્ત્વોઉપર સ્થિર આશયવાળો જે અડગ શ્રદ્ધા કરે છે - વિશ્વાસ કરે છે, તેનામાં સમ્યગદર્શન અને સમ્યગુજ્ઞાનનો સદ્ભાવ હોવાથી ચારિત્રની યોગ્યતા હોય છે, અર્થાત્ ચારિત્રની યોગ્યતા વિકસે છે.
व्याख्या-एतानि-अनन्तरोदितानि नवसङ्ख्यानि तत्त्वानि यः स्थिराशयो-न पुनः शङ्कादिना चलचित्तः श्रद्धानस्य ज्ञानपूर्वकत्वाज्जानीते श्रद्धत्ते च-अवैपरीत्येन मनुते ।