________________
३९२
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
અવયવવાળું છે' આવી બુદ્ધિ જેમાં થાય તે સાવયવ કહેવાય છે – આ પક્ષમાં આકાશને લઈને વ્યભિચાર આવે છે. તે – આ રીતે “આ પટાકાશ છે', “આ ઘટાકાશ છે', “આ મઠાકાશ છે” ઇત્યાદિ અવયવોવાળું આકાશ પણ દેખાય છે. છતાં આકાશ અકાય જ છે. વળી જો આકાશને નિરવયવી માનશો તો પરમાણુની જેમ સર્વવ્યાપિત્વ તેમાં આવી શકશે નહિ. કારણકે જેમ પરમાણુ નિરવયવ હોવાથી જગતના એક નાનકડા ભાગમાં રહે છે. તેમ આકાશને નિરવયવ માનશો તો તે પણ સર્વજગતમાં વ્યાપ્ત થઈ શકશે નહિ. તેથી આકાશ સંપ્રદેશી હોવા છતાં નિત્ય હોવાના કારણે અકાર્ય છે. આમ આકાશને લઈને લક્ષણ વ્યભિચારિ બની જાય છે.
‘અસતુવસ્તુમાં સત્તાનો સંબંધ થવો તથા પોતાના કારણોમાં સમવાયસંબંધથી રહેવું તે કાર્ય -આવું લક્ષણ પણ યુક્તિસંગત નથી. કારણ કે લક્ષણમાં જે સમવાયસંબંધ ગ્રહણ કરેલો છે તે નિત્ય છે અને નિત્ય હોવાથી તે જ્યાં રહે, ત્યાં હંમેશાં રહે છે અને તે જ રીતે તેમાં જે સત્તાના સંબંધનો નિવેશ કર્યો છે તે સત્તા પણ નિત્ય છે. આથી નિત્યસમવાય અનિત્યકાર્યનું લક્ષણ થઈ શકતું નથી. છતાં પણ તેને અનિત્યકાર્યનું લક્ષણ માનશો તો પૃથ્વી આદિ કાર્ય પણ નિત્ય બની જશે અને જે નિત્ય હોય તે ઉત્પન્ન થતું ન હોવાથી, જગતમાં કોઈ કાર્ય બાકી રહેશે નહિ કે જેના કર્તા તરીકે ઇશ્વરની સિદ્ધિ થાય !
વળી યોગીઓ પોતાના ધ્યાનના બળથી કર્મોનો ક્ષય કરે છે. આથી કર્મોનો નાશ યોગીઓના ધ્યાનનું ફળ હોવાના કારણે અવશ્ય કાર્ય છે. પરંતુ તે કાર્યમાં સત્તા કે સમવાય રહેતા નથી. તેથી કાર્યનું આ લક્ષણ પક્ષના એકભાગમાં રહેતું ન હોવાથી ભાગાસિદ્ધદોષ લાગે છે. કર્મોનો નાશ પ્રધ્વસાભાવસ્વરૂપ હોવાથી અભાવ નામનો પદાર્થ છે. સત્તા દ્રવ્ય, ગુણ, કર્મ આ ત્રણ પદાર્થોમાં જ રહે છે તથા સમવાય દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય અને વિશેષ આ પાંચપદાર્થોમાં જ (તમારા મતે) રહે છે. આથી અભાવમાં સત્તા કે સમવાયનો અભાવ હોવાથી આવું અધૂરું લક્ષણ કે જે પૂરાપક્ષમાં રહેતું નથી. તેનાથી તે કાર્યસાધક થઈ શકતું નથી. (૨).
જેમાં “કૃતમુ–કરેલું” આવી બુદ્ધિ ઉત્પન્ન થાય તે કાર્ય. આવું કાર્યનું લક્ષણ પણ નિત્ય આકાશમાં રહેવાના કારણે અનેકાન્તિક છે. કારણ કે જમીન ખોદીને કુવો બનાવવામાં આવે છે, ત્યારે માટી અને કીચડ બહાર નીકળે છે અને આકાશ થાય છે. ત્યાં આકાશમાં ‘કૃતમ્” આ પ્રમાણેની બુદ્ધિ થાય છે. છતાં આકાશ કાર્ય નથી. (કારણકે તમારા સિદ્ધાંતાનુસાર તે નિત્ય છે.) આથી અકાર્ય આકાશમાં લક્ષણ જતાં અનેકન્તિકદોષ લાગે છે. (૩)
જે વિકારિ હોય - જેમાં પરિવર્તન થાય તે કાર્ય.” કાર્યનું આ લક્ષણ પણ ઉચિત નથી. કારણકે તેમ માનવાથી ઈશ્વરમાં પણ કાર્યત્વ માનવું પડશે. વર્તમાનકાળે રહેલી અવસ્થામાં અન્યથાભાવ (ફેરફાર) થવો તે વિકારીપણું કહેવાય છે. તેવું વિકારીપણું ઈશ્વરમાં પણ છે. આથી ઈશ્વરરૂપ