________________
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
છે. જેમ મુર્મરોગી માણસ રોગને કાઢવા અપથ્યાદિમાં પ્રવૃત્તિ કરે છે, તેમ મુખેમાણસ સુખી થવા દુઃખમિશ્રિતસુખોમાં પ્રવૃત્તિ કરે છે. જ્યારે હિતાહિતનો યથાર્થજ્ઞાની અતાત્ત્વિક (જેમાં વાસ્તવિકતા નથી તેવા અતાત્ત્વિક)સુખના સાધન એવા સ્ત્રીઆદિનો ત્યાગ કરીને આત્માના શુદ્ધસ્વરૂપના રાગથી (દુઃખ વિનાના) આત્યંતિક સુખના સાધનરૂપ મુક્તિમાર્ગમાં પ્રવર્તે છે. જેમ ચતુરરોગી (અપથ્યના ત્યાગપૂર્વક) પથ્યમાં પ્રવૃત્તિ કરે છે, તેમ જ્ઞાનીમાણસ વાસ્તવિક સુખના સાધન એવા મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે. (કહેવાના આશય એ છે કે જેમ રોગ કાઢવા માટે અપથ્યમાં પ્રવૃત્તિ કરવી તે મુર્ખતા છે અને પથ્યમાં પ્રવૃત્તિ કરવી તે ચતુરતા છે, તેમ અવાસ્તવિક દુઃખમિશ્રિતસુખોમાં પ્રવૃત્તિ કરવી તે અજ્ઞતા છે અને વાસ્તવિક-આત્યંતિકસુખોપાટે મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરવી તે અભિજ્ઞતા છે. આથી દુઃખમિશ્રિતસુખોને આત્માના મિથ્યારાગથી સુખના કારણો માની જે મૂર્ખ માણસ, તેને મેળવવા પ્રવૃત્તિ કરે છે, તે સંસારમાં પરિભ્રમણ કરે છે, પરંતુ વિવેકીઆત્મા આત્યંતિસ્ખના સાધનભૂત મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરીને સંસારથી પાર ઉતરવાનું કામ કરે છે.)
વળી મોક્ષની ઇચ્છાવાળા આત્મા માટે અનિત્યાદિભાવનાઓ તમારાદ્વારા બતાવી, તે માત્ર તમારા અજ્ઞાનનો વિસ્તાર જ છે. કારણકે સર્વથા અનિત્યત્વ, અનાત્મકત્વ વગેરે ભાવનાઓ નિર્વિષયક હોવાના કારણે મિથ્થારૂપ છે. જેમ સર્વથા નિત્યસ્વાદિની ભાવના મુક્તિનું કારણ બનતી નથી, તેમ સર્વથા અનિત્યસ્વાદિભાવનાઓમાં પણ મોક્ષહેતુતાની સંગતિ નથી. કહેવાનો આશય એ છે કે સંસારના સઘળાયે પદાર્થો જ્યારે સર્વથા અનિત્ય નથી, ત્યારે સર્વથા અનિત્યત્વાદિની નિર્વિષયક મિથ્યાભાવનાઓ મોક્ષમાં કારણ થઈ શકતી નથી. (અર્થાત્ અનિત્યસ્વાદિભાવનાઓનો વિષય સંસારના સમસ્તપદાર્થો બની શકતા નથી, તો તે સમસ્ત પદાર્થોને અનિત્યાદિ કેવી રીતે માની શકાય ?) જેમ સંસારના સઘળાયે પદાર્થો નિત્ય ન હોવાથી નિત્યતાદિની ભાવનાઓ નિર્વિષયક હોવાના કારણે મોક્ષનું કારણ બનતી નથી, તેમ સર્વથા ક્ષણિકત્વાદિની ભાવનાઓ મોક્ષનું કારણ બની શકતી નથી.
વળી કાલાંતરે રહેનારા એક અનુસંધા (ભાવના ભાવનાર એક અન્વયી અનુસંઘા) વિના ભાવના પણ ઘટતી નથી. અર્થાતું જ્યાં સુધી અનેકજ્ઞાનક્ષણોમાં રહેનાર એકભાવના કરવાવાળો, પૂર્વ અને ઉત્તરનું અનુસંધાનકરનાર આત્મા નહિ માનવામાં આવે, ત્યાં સુધી ભાવનાઓ થઈ શકતી જ નથી.
તથા જે બેડી વગેરેથી બંધાયેલો છે તેને જ, તે બંધનોમાંથી મુક્ત થવાના કારણોનું જ્ઞાન, બંધનથી મુક્ત થવાની ઇચ્છા અને બંધનથી મુક્ત થવાનો પ્રયત્ન હોતે છતે બંધનથી મુક્ત થાય છે. આથી એક જ અધિકરણ હોતે છતે બંધ-મોક્ષની વ્યવસ્થા લોકમાં પ્રસિદ્ધ છે. અર્થાત્ બેડીથી