________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
कस्याप्यनभ्युपगमात् । आद्यपक्षे यथा सा प्रकृतिस्तस्यात्मनः प्रकृतिसंयोगे हेतुः स्यात्, तथा मुक्तात्मनः किं न स्यात् ? प्रकृतिसंयोगात्पूर्वं शुद्धचैतन्यस्वरूपत्वेनोभयोरप्यविशेषात् नियामकाभावाश्च । द्वितीयपक्षे स आत्मा प्रकृत्यात्मनोः संयोगे हेतुत्वं प्रतिपद्यमानः किं स्वयं प्रकृतिसहकृतः सन् हेतुर्भवति तद्वियुक्तो वा ? आये तस्यापि प्रकृतिसंयोगः कथमित्यनवस्था । द्वितीये पुनः स प्रकृतिरहित आत्मा शुद्धचैतन्यस्वरूपः सन् किमर्थं प्रकृत्यात्मनोः संयोगे हेतुत्वं प्रतिपद्यते ? तत्र कोऽपि हेतुर्विलोक्य इति तदेवावर्त्तत इत्यनवस्था । इति सहेतुकः प्रकृत्यात्मन संयोगो निरस्तः । ટીકાનો ભાવાનુવાદ ઉત્તરપક્ષ (જૈન) : તમે પૂર્વે “સંસારી આત્માને અજ્ઞાનરૂપ અંધકારથી આચ્છાદિત બતાવેલો.” તો. અમારો પ્રશ્ન છે કે શું અજ્ઞાન જ અંધકાર છે. અર્થાત્ અજ્ઞાનનું નામ જ અંધકાર છે કે અજ્ઞાન અને અંધકાર બે વસ્તુઓ છે ?
જો અજ્ઞાનનું નામ જ અંધકાર છે અને અજ્ઞાની પુરુષ પ્રકૃતિના સુખને પોતાનું સુખ માને છે, તો મુક્તાત્મા પણ અજ્ઞાની છે. કારણ કે જ્ઞાન બુદ્ધિના ધર્મ છે અને બુદ્ધિ પ્રકૃતિની સાથે જ નાશ પામી છે. તેથી પુરુષમાંથી પ્રકૃતિનો વિયોગ થયો છે, તેમ બુદ્ધિનો પણ વિયોગ થશે. તેના યોગે મુક્તાત્માને પણ અજ્ઞાની માનવો પડશે. કેમકે તે પણ (બુદ્ધિના વિયોગથી) અજ્ઞાન નામના અંધકારથી આચ્છાદિત જ છે. અર્થાત્ સંસારી આત્માની જેમ મુક્તાત્મા પણ અજ્ઞાનાન્ધકારથી આચ્છાદિત છે. તેથી સંસારી આત્માની જેમ મુક્તાત્મા પણ અજ્ઞાની સિદ્ધ થશે. તેથી બંને વચ્ચે કોઈ તફાવત નહિ રહે, કે જે ઇષ્ટ નથી. તેથી પ્રથમપક્ષ ઉચિત નથી.
જો અજ્ઞાનથી અંધકાર ભિન્ન છે. અર્થાતુ બે ભિન્નવસ્તુઓ છે, તો તમે બતાવો કે તે કયા અજ્ઞાનથી ભિન્ન અંધકાર છે ? કે જેનાથી આચ્છાદિત થઈને આત્મા પોતાના મૂલસ્વરૂપને ઢાંકી દે છે. રાગાદિ તો અંધકાર બનીને આત્માના સ્વરૂપને આચ્છાદિત કરી શકતા નથી. કારણ કે રાગાદિ આત્માથી અત્યંતઅર્થાન્તર છે. અર્થાત્ રાગાદિ આત્માથી અત્યંતભિન્ન વસ્તુ છે. રાગાદિ પ્રકૃતિના ધર્મો હોવાથી આત્માને આચ્છાદિત કરવા સમર્થ બનતા નથી.
જો રાગાદિ પ્રકૃતિના ધર્મો આત્માથી અત્યંતભિન્ન હોવા છતાં પણ આત્માને આચ્છાદિત કરે છે, એમ માનશો, તો મુક્તાત્મા પણ આચ્છાદિત થવાની આપત્તિ આવશે. કારણકે પ્રકૃતિના ધર્મ એવા રાગાદિથી સંસારી આત્માઓ અને મુક્તાત્માઓ સમાનતયા ભિન્ન છે. આત્મા પ્રકૃતિથી ભિન્ન હોવાથી ભલે ને તે મુક્તાત્મા હોય ! સંસારી આત્મા કે મુક્તાત્મા બંને પ્રકૃતિથી સર્વથાભિન્ન હોવાથી પ્રકૃતિના રાગાદિધર્મો સંસારી આત્માને આચ્છાદિત કરે છે, તેમ માનશો