________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
__५३७ अत्र सिद्धानां सुखमयत्वे त्रयो विप्रतिपद्यन्ते । तथाहि-आत्मनो मुक्ती बुद्ध्यावशेषगुणोच्छेदात्कथं सुखमयत्वमिति वैशेषिकाः १ । अत्यन्तचित्तसन्तानोच्छेदत आत्मन एवासंभवादिति सौगताः २ । अभोक्तृत्वात्कथमात्मनो मुक्तौ सुखमयत्वमिति सांख्याः ३ । अत्रादौ वैशेषिकाः स्वशेमुषीं विशेषयन्ति । ननु मोक्षे विशुद्धज्ञानादिस्वभावता आत्मनोऽनुपपन्ना, बुद्धयादिविशेषगुणोच्छेदरूपत्वान्मोक्षस्य । तथाहि . प्रत्याक्षादिप्रमाणप्रतिपन्ने जीवस्वरूपे परिपाकं प्राप्ते तत्त्वज्ञाने नवानां जीवविशेषगुणानामत्यन्तोच्छेदे स्वरूपेणात्मनोऽवस्थानं मोक्षः । तदुच्छेदे च प्रमाणमिदं । यथा, नवानामात्मविशेषगुणानां संतानोऽत्यन्तमुच्छिद्यते, संतानत्वात्, प्रदीपादिसंतानवत् । न चायमसिद्धो हेतुः, पक्षे वर्तमानत्वात् । नापि विरुद्धः, सपक्षे प्रदीपादौ सत्त्वात् । नाप्यनैकान्तिकः, केवलपरमाण्वादावप्रवृत्तेः । नापि कालात्ययापदिष्टः, विपरीतार्थोपस्थापकयोः प्रत्यक्षानुमानयोरत्रासंभवात् । ननु संतानोच्छेदे हेतुर्वक्तव्य इति चेत् ? उच्यते, निरन्तरशास्त्राभ्यासात्कस्यचित्पुंसस्तत्त्वज्ञानं जायते, तेन च मिथ्याज्ञाननिवृत्तिर्विधीयते, तस्य निवृत्तौ तत्कार्यभूता रागादयो निवर्तन्ते, तदभावे तत्कार्या मनोवाक्कायप्रवृत्तिावर्तते, तद्व्यावृत्तौ च धर्माधर्मयोरनुत्पत्तिः । आरब्धशरीरेन्द्रियकार्ययोस्तु सुखादिफलोपभोगात्प्रक्षयः । अनारब्धशरीरादिकार्ययोरप्यवस्थितयोस्तत्फलोपभोगादेव प्रक्षयः । ततश्च सर्वसंतानोच्छेदान्मोक्ष इति स्थितिम् ।। ટીકાનો ભાવાનુવાદઃ મોક્ષમાં જીવોના સુખમયત્વના વિષયમાં વાદિઓમાં ત્રણ પ્રકારના વિવાદ છે. (૧) વૈશેષિકો કહે છે કે મોક્ષમાં બુદ્ધિ વગેરે આત્માના વિશેષગુણોનો ઉચ્છેદ થવાથી મોક્ષમાં આત્મા સુખમય કેવી રીતે હોઈ શકે ? (૨) બૌદ્ધો કહે છે કે – મોક્ષાવસ્થામાં ચિત્તસંતાનનો અત્યંત ઉચ્છેદ થવાથી આત્માનો અભાવ જ હોતો નથી. અર્થાત્ મોક્ષમાં ચિત્તપ્રવાહરૂપ આત્માનો સભાવ જ નથી, તો સુખ કેવી રીતે હોય ? (૨) સાંખ્યો કહે છે કે – મુક્તિમાં આત્મા ભોક્તા નથી, તો સુખમય કેવી રીતે હોઈ શકે ? (સાંખ્યો આત્માને નિત્ય માનીને પણ, ત્યાં સુખ ભલે હોય, પરંતુ આત્મા તેને ભોગવતો નથી. તો સુખમય કેવી રીતે હોઈ શકે ?) તેમાં પ્રારંભમાં વૈશેષિકો પોતાની બુદ્ધિની વિશેષતા બતાવતાં કહે છે.