________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
३८९
બુદ્ધિ થાય છે. જેમ જૂની વાવડીઓ તથા રાજમહેલો વગેરેને જોઈને “આ સુંદર છે'—આવી બુદ્ધિ થાય છે. પરંતુ પૃથ્વી આદિ કાર્યોમાં આવી બુદ્ધિ થતી નથી.
આથી જૂની વાવડીઓવગેરે દૃષ્ટાંતમાં જોયેલી કુતબુદ્ધિને ઉત્પન્ન કરનાર કાર્યવહેતુ પૃથ્વી વગેરે ધર્મીમાં જોવા મળતો નથી. આથી કાર્યવહેતુ અસિદ્ધ છે. વળી પૃથ્વી આદિ પ્રાકૃતિક વસ્તુઓને જોઈને, એમ પણ લાગતું નથી કે આ કોઈએ બનાવેલ છે.
સમાધાન : તમારી આ વાત યુક્ત નથી, કારણકે તમે જે કહ્યું કે પૃથ્વીવગેરેમાં કુતબુદ્ધિ થતી નથી, તે અકૃતબુદ્ધિ પ્રામાણિકપુરુષોને થાય છે કે સામાન્યપુરુષોને થાય છે. ? તે જવાબ તમારે આપવો જોઈએ.
જો તમે એમ કહેશો કે, “અપ્રામાણિક સામાન્યપુરુષો દ્વારા પૃથ્વી આદિમાં કુતબુદ્ધિ થતી નથી, તેથી કાર્યવહેતુ અસિદ્ધ છે,” તો તો સામાન્ય વ્યક્તિને ધૂમ અને વરાળમાં પણ નિશ્ચિત વિવેક થતો નથી. આથી તેની દૃષ્ટિથી તો ધૂમાદિ તમામહેતુઓ સિદ્ધ બની જશે.
વળી પ્રામાણિકપુરુષોને કાર્યત્વ હેતુ અસિદ્ધ નથી. કારણકે કાર્યત્વ હેતુનો બુદ્ધિમત્કર્તુત્વ સાથે અવિનાભાવ તેઓએ જોયેલો છે – સ્વીકારેલો છે. તેથી જેમ પર્વતાદિમાં ધૂમાદિને જોઈને, તેની સાથે અવિનાભાવથી જોડાયેલા વન્યાદિનો નિશ્ચય થાય છે. તેમ પૃથ્વી આદિમાં કાર્યત્વ હેતુને જોતાં, તેની સાથે અવિનાભાવથી જોડાયેલા બુદ્ધિમત્કર્તુત્વનો પણ નિશ્ચય થઈ જાય છે. આથી કાર્યત્વ હેતુ અસિદ્ધ નથી.
વળી જેટલા પદાર્થો ઉત્પન્ન થાય છે, તે બધા જ પદાર્થો કૃતબુદ્ધિનો આત્મામાં આવિર્ભાવ કરે જ, તેવો નિયમ નથી. જેમકે એકચોરસ ખાડો ખોદ્યા બાદ તેને પુનઃ પૂરી દેવામાં આવે છે તે સપાટ જમીનમાં, જેણે તે ખાડો ભરતાં જોયો નથી તેને કૃતબુદ્ધિ થશે નહિ.
વળી તમે પૃથ્વી આદિ કાર્યોમાં બુદ્ધિમત્કર્તાનો અભાવ અનુપલબ્ધિથી સાધો છો તે યોગ્ય નથી, કારણકે જે વસ્તુ પહેલા જોઈ હોય, તેની ઉપલબ્ધિ ન થતી હોય તો ‘વસ્તુનો અભાવ છે' આવો વ્યપદેશ કરાય છે. પરંતુ ન જોયેલી વસ્તુની અનુપલબ્ધિને આગળ કરીને વસ્તુના અભાવનો વ્યપદેશ કરી શકાતો નથી.
આમ જગત્કર્તા ઈશ્વર અદશ્ય હોવાથી તેમનો અનુપલબ્ધિથી અભાવ સિદ્ધ કરી શકાય નહિ. અન્યથા પિશાચાદિની પણ અનુપલબ્ધિ થતી નથી, તેથી પિશાચાદિનો પણ અભાવ સિદ્ધ થઈ જશે. આથી પિશાચાદિ દેખાતા નથી, એટલામાત્રથી તેનો અભાવ સિદ્ધ થતો નથી, તેમ ઈશ્વર દશ્ય ન હોવા માત્રથી તેમનો અભાવ સિદ્ધ થતો નથી.
જો ઈશ્વર દશ્ય હોય અને પૃથ્વી આદિમાં કર્તુત્વરૂપે દેખાતા ન હોય તો જ પૃથ્વી આદિના કર્તા ઈશ્વર નથી એમ કહેવાય. પરંતુ ઈશ્વર દશ્ય જ નથી. આથી અદશ્યની અનુપલબ્ધિને આગળ